ETV Bharat / state

રાજકોટના ગીરગંગા ટ્રસ્ટ દ્વારા પાણી બચાઓ અભિયાન, 90થી વધુ ચેકડેમ રિપેર કરાયા

author img

By

Published : May 16, 2023, 5:29 PM IST

સૌરાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા જો કાંઈ હોય તો તે પાણીની છે. આધુનિક યુગમાં ઘણી બધી ટેકનોલોજી આવી, ત્યારે સૌની યોજના પણ સૌરાષ્ટ્રમાં આવી પરંતુ પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હજુ પણ ઘણી જગ્યાએ યથાવત જોવા મળી રહ્યો છે.

રાજકોટના ગીરગંગા ટ્રસ્ટ દ્વારા પાણી બચાઓ અભિયાન, 90થી વધુ ચેકડેમ રિપેર કરાયા
રાજકોટના ગીરગંગા ટ્રસ્ટ દ્વારા પાણી બચાઓ અભિયાન, 90થી વધુ ચેકડેમ રિપેર કરાયા

રાજકોટના ગીરગંગા ટ્રસ્ટ દ્વારા પાણી બચાઓ અભિયાન, 90થી વધુ ચેકડેમ રિપેર કરાયા

રાજકોટ: રાજકોટના ગીરગંગા ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત જિલ્લાના 25,000થી વધુ ડેમોને સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 50% થી વધુ ડેમો તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેને રીપેર કરાવીને ફરીથી પાણી બચાવવા માટે એક નાનકડી પહેલ કરવામાં આવી છે. જ્યારે આ મામલે ટ્રસ્ટ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જ હવે આ ચેક ડેમોને રીપેર કરવાની તેમાં સમાર કામ કરવાની, અને નવા નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

શું કહે છે દીલીપ સખીયાઃ રાજકોટજિલ્લામાં 25 હજાર કરતા વધુ ચેકડેમ આ મામલે રાજકોટ જિલ્લાના ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ અને ગીર ગંગા ટ્રસ્ટના પ્રમુખ એવા દિલીપ સખીયાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય કિસાન સંઘના માધ્યમથી જાણ્યું હતું કે, ખેડૂતોના કયા કયા પ્રશ્નો છે. જેમાં સૌથી મહત્વનો પ્રશ્ન હતો તે પાણીનો પ્રશ્ન હતો.

ચેકડેમ બનાવવાનું અભિયાન: બીજી તરફ જ્યારે સરકાર દ્વારા ચેક ડેમો બનાવવામાં આવતા હોય છે. તેને માત્ર બહારથી જ મઢવામાં આવતા હોય છે. પરંતુ તે ચેક ડેમો એક બે વરસાદમાં તૂટી જતા હોય છે. ફરી એ જ સ્થિતિ આવીને ઉભી રહેતી હોય છે. સરકારી યોજનામાં જ્યારે ચેકડેમ બન્યા પછી આ ચેકડેમનું કોઈ નિરિક્ષણ કરાતું નથી. આ ચેકડેમ કઈ હાલતમાં છે. તે પણ કોઈ જોવા આવતું નથી. આવી પરિસ્થિતિમાં પૈસાનું પાણી થતું હોય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1997-98માં સૌરાષ્ટ્રના અનેક ગામોમાં મોટા પ્રમાણમાં સરકાર દ્વારા ચેકડેમ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

"જ્યારે આ પાણી માટે અમે વારંવાર સરકારને પણ રજૂઆત કરી છે પરંતુ સરકારની પણ કેટલીક મર્યાદા હોય છે. આ મામલે ગીરગંગા ટ્રસ્ટ પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, સૌરાષ્ટ્રના જેટલા પણ તૂટેલા ડેમો હોય તેનું સમારકામ કરવામાં આવશે. એમાં રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના 594 જેટલા ગામોમાં અંદાજિત 25,000 કરતાં વધુ ચેક ડેમો આવેલા છે. જેમાં 50% થી વધુ ડેમોમાં રીપેર,સમાર કામ કરવાની જરૂરિયાત છે. છેલ્લા છ મહિનામાં ગીરગંગા ટ્રસ્ટ પરિવાર દ્વારા 90 કરતા વધારે ડેમોને રીપેરીંગ મરામત કરી કેટલીક જગ્યાએ નવા ચેકડેમના નિર્માણ કરવામાં આવ્યા છે"--દિલીપ સખીયા (ગીર ગંગા ટ્રસ્ટના પ્રમુખ)

એક પણ નદી નહીં: જેમ ગુજરાતના અન્ય ભાગોમાં તાપી, મહીસાગર, નર્મદા, સાબરમતી જેમી મોટી નદીઓ છે. પરંતુ સૌરાષ્ટ્રમાં આવી એક પણ મોટી નદી નથી. એવામાં સૌરાષ્ટ્રમાં ખેતીનો સૌથી મોટો હિસ્સો પણ છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતી માટેના સિંચાઈનું પાણી મળી રહે તેનો સૌથી મહત્વનો એક જ વિકલ્પ છે તે છે. વધુમાં વધુ ચેકડેમોનું નિર્માણ, જ્યારે ચોમાસા દરમિયાન પ્રથમ વરસાદ થશે. ખેતરોની આસપાસ જો નાના નાના તળાવો અને ચેકડેમો હશે. તો આ નાના નાના ચેક ડેમો અને તળાવો વરસાદી પાણીથી ભરાઈ જશે. જેના કારણે ખેડૂતોને જો વરસાદ પાછો ખેંચાય તો પણ પોતાના પાકને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે. ખેડૂતોને બિયારણ તેમજ પાકનું નુકસાન જવાની ભીતિ પણ રહેશે નહીં. આવા નાના નાના ચેકડમના કારણે સૌરાષ્ટ્રની ખેતીમાં પણ ઘણો બધો વિકાસ થયો છે. ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ પટેલે પણ પોતાની વાત મૂકી હતી.

"ગીર ગંગા પરિવાર દ્વારા જ્યારે ચેકડેમ બનાવવામાં આવે છે. ત્યારે જે તે ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવે છે. ગ્રામજનો પણ આ ચેકડેમનું કામ નિહાળવા માટે જતા હોય છે. હું પણ આ ચેક ડેમ નિહાળવા ગયો હતો. જ્યારે આ ચેક ડેમમાં કયા પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવે છે, કોઈ કચાસ બાકી રહી જાય છે કે કેમ તે માટેનો અભિપ્રાય પણ ખેડૂતો પાસેથી લેવામાં આવે છે".--ખેડૂતે આગેવાન (વિઠ્ઠલભાઈ પટેલ)

મીનમાં પાણીનું સ્તર ઉંચું: જેમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ચેક ડેમો હાલ કઈ પરિસ્થિતિમાં છે તે પણ જોવાની તસ્દી હવે તંત્ર લેતું નથી. આ ચેકડેમ બનાવ્યા એના 20 થી 25 વર્ષો વીતી ગયા છે. ત્યારે ચેક ડેમો હાલ તૂટી ગયા છે. એવામાં કેટલાક ચેક ડેમોમાં માટી ભરાઈ ગઈ છે. કેટલાક જ ચેક ડેમોને ઊંચા કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. આ તમામ ચેક ડેમોનું હાલ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા સર્વે હાથધરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આમાં મોટાભાગના ચેકડેમોને ફરી રીપેર અને સમારકામ કરવામાં આવશે. જેના કારણે સૌરાષ્ટ્રની જમીનમાં પાણીનું સ્તર ઉંચું આવી શકે.

  1. Rajkot Crime Case: જેલ સુરક્ષા સામે ફરી સવાલ, મળ્યા મોબાઈલ અને તમાકુંની પડીકી
  2. Rajkot News : રાજકોટ મનપાના ગાર્ડનમાં બેસતાં કોંગ્રેસ કાર્યાલયને અઠવાડિયામાં 50થી વધુ ફરિયાદ મળી
  3. Rajkot Airport Security : રાજકોટ એરપોર્ટ રનવે પર રિક્ષા ઘુસી જવાનો મામલો, દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ એરપોર્ટ પહોંચી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.