ETV Bharat / state

Mother's Day 2023: મધર્સ ડે પર કાળજું કંપાવતી ઘટના, સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસની બાળકીને ત્યજી દેવાઈ

author img

By

Published : May 14, 2023, 10:01 PM IST

આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ પર રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. તાજી જન્મેલી બાળકીને તરછોડી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના અનામી પારણામાં આ બાળકીને ત્યજી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ પર આ પ્રકારની ઘટના બનતા રાજકોટ સિવિલના તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.

on-mothers-day-in-rajkot-newborn-baby-girl-was-left-in-a-civil-hospital-callous-person-was-criticized
on-mothers-day-in-rajkot-newborn-baby-girl-was-left-in-a-civil-hospital-callous-person-was-criticized

મધર્સ ડેના દિવસે જ રાજકોટમાં તાજા જન્મેલા બાળકને તરછોડાયું

રાજકોટ: એક નવજાત બાળકી માટે મધર્સ ડે નો દિવસ કરુણતા લઈને આવ્યો હોય તેમ સિવિલ હોસ્પિટલના અનામી પારણા તેને ત્યજી દેવાતા તબીબો પણ ચોંકી ઉઠ્યા છે. મધર્સ ડેના દિવસે જ્યારે બાળકો તેમની માતાના વાત્સલ્યને વધાવતા હોય ત્યારે આ દીકરી તેની માતાના પ્રેમ અને હુંફથી અળગી થઈ ગઈ છે. ફૂલ જેવી કોમળ આ બાળકીના રુદનથી આખી હોસ્પિટલ વ્યથિત થઈ ગઈ હતી.

શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કે. ટી શેઠ બાળકોની હોસ્પિટલમાં બાળકીને છોડી દેવામાં આવી
શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કે. ટી શેઠ બાળકોની હોસ્પિટલમાં બાળકીને છોડી દેવામાં આવી

ત્રણ દિવસની બાળકી ત્યજીને પુરુષ ફરાર: આ નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. ફૂલ જેવી કોમળ આ બાળકી અત્યારે વાત્સલ્ય માટે ઝંખે છે. આ મામલે સિવિલ ચોકી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. રાત્રીના એક પુરુષ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો તેના હાથમાં આ ત્રણ દિવસની નવજાત બાળકી હતી અને તે સિવિલ હોસ્પીટલનાં બાળ વિભાગમાં આવ્યો હતો જ્યાં અનામી પારણામાં તેણે આ ત્રણ દિવસની બાળકીને મૂકી દીધી હતી અને ત્યાંથી આ પુરુષ ફરાર થયો હતો.

અનામી પારણામાં પોતાની બાળકીને મૂકી દીધી હતી અને બાદમાં જતા રહ્યા
અનામી પારણામાં પોતાની બાળકીને મૂકી દીધી હતી અને બાદમાં જતા રહ્યા

બાળકી દેખરેખ હેઠળ: આ ઘટનાની જાણ કે ટી શેઠ બાળકોની હોસ્પિટલના સ્ટાફને થતા તેમને તાત્કાલિક આ બાળકીને સારવાર માટે ખસેડી હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફ દ્વારા બાળકીની દેખરેખ પણ કરવામાં આવી રહી છે. આ ઘટના સામે આવતા જ સૌ કોઈ લોકોમાં બાળકી પ્રત્યે દયાની ભાવના જાગતી હતી. તો બાળકીના માતા પિતા પ્રત્યે ધૃણાની લાગણી પણ લોકોમાં જોવા મળતી હતી. સૌ કોઈ બાળકીને લઈને ચિંતા જોવા મળી હતી.

અનામી પારણું: વર્તમાન સમયમાં સમાજમાં અવાર-નવાર નવજાત બાળકોને અવાવરૂ જગ્યાએ તરછોડી દેવાયેલા જોવા મળે છે. ત્યજાયેલા બાળકની સુરક્ષા અને સલામતી જળવાય તે અર્થે આજથી બે વર્ષ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં અનામી પારણું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાળકને પારણાંમાં મુકી બેલની સ્વિચ દબાવતા સમાજ સુરક્ષા વિભાગને તુરંત જાણ થશે.

  1. આંતરરાષ્ટ્રીય માતૃ દિવસે એક માતાએ પાંચ લોકોને આપ્યું નવું જીવન
  2. Mother's day 2023: રાજકોટમાં માતૃ દિવસની અનોખી ઉજવણી, પટોળા અને બાંધણીની સાડી પહેરી કરી વોકાથોન

અનામી પારણું કેવી રીતે કરે છે કામ?: આ અનામી પારણામાં બાળકને મુકી બેલની સ્વિચ દબાવતા હોસ્પીટલ સ્થીત સ્ટાફ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમને જાણ કરવામાં આવે છે. જે બાદ સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમ દ્વારા બાળકલ્યાણ સમીતીની અનુમતી મેળવી તેને કાઠીયાવાડ બાલાશ્રમ સંસ્થાને સુપ્રત કરવામાં આવશે. આવા બાળકને દત્તક લેવા ઇચ્છુક પરિવારને જરૂરી કાયદાકીય કાર્યવાહિ કરી સોંપવામાં આવશે. આમ ત્યજાયેલા શિશુની સારસંભાળ સાથે તેના વિકાસ અને શ્રેષ્ઠ ઉછેરની તકો ઉપલબ્ધ બનશે તેવી પણ વિગતો સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.