ETV Bharat / state

H3N2 virus રાજકોટમાં હજી સુધી એક પણ H3N2ના કેસ નથી આવ્યો, છતાં તંત્ર સજ્જ

author img

By

Published : Mar 14, 2023, 3:46 PM IST

રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર છે. કારણ કે, અહીં અત્યાર સુધી H3N2નો એક પણ કેસ નથી નોંધાયો. જોકે, આ વાઈરસ સામે લડવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે.

H3N2 virus રાજકોટમાં હજી સુધી એક પણ H3N2ના કેસ નથી આવ્યો, છતાં તંત્ર સજ્જ
H3N2 virus રાજકોટમાં હજી સુધી એક પણ H3N2ના કેસ નથી આવ્યો, છતાં તંત્ર સજ્જ

રાજકોટમાં કુલ 23 જેટલા આરોગ્ય કેન્દ્ર

રાજકોટઃ તાજેતરમાં જ ગુજરાતમાં H3N2ના કારણે એક દર્દીનું મોત થયું છે. ત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પણ H3N2ના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આવામાં રાજકોટની વાત કરીએ તો, રાજકોટમાં હજી સુધી H3N2ના એક પણ કેસ નોંધાયા નથી. ત્યારે આ પ્રકારના જો કેસ સામે આવે તે પહેલાં આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. તેમ જ પૂરતી તકેદારી પણ રાખી રહ્યું છે.

આ પણ વાંચોઃ H3N2 Cases: સુરતમાં H3N2 વાઈરસે માથું ઊંચક્યું, ડોક્ટરે ફરી માસ્ક પહેરવાની આપી સલાહ

હજી સુધી H3N2ના એક પણ કેસ નથી: આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી એવા ડૉ. જયેશ વંકાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિઝનલ ફ્લૂ હાલમાં વધુ જોવા મળી રહ્યો છે. જે H3N2 એટલે કે, અગાઉ તેને H1N1 એ સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખતા હતા. જ્યારે મેડિકલની ભાષામાં તેને વાયરલ ઈન્ફ્લૂએન્ઝા કહેવામાં આવે છે. આ પ્રકારના કેસ હાલ રાજ્યના અલગ અલગ શહેરોમાં અને ખાસ કરીને રાજકોટમાં પણ જોવા મળી રહ્યા છે. તેમાં મુખ્યત્વે સિઝનલ વાયરલ ઈન્ફેક્શન જેને કહેવાય છે. તે પ્રકારના કેસ દેખાઈ રહ્યા છે.

આવા હોય છે લક્ષણોઃ જ્યારે આ પ્રકારના રોગના લક્ષણની વાત કરીએ તો, ગળામાં દુખવું, શરીરમાં કળતર થવી, તાવ આવવો અને માથું દુખવું. તેમ જ અમુક વખતે ખૂબ જ વધુ તાવ આવો અને તેની સાથે ઉધરસ પણ આવે છે. જ્યારે કોઈક વખત આ પ્રકારના લક્ષણો સાથે નાકમાંથી પાણી પણ નીકળે છે. જ્યારે આ પ્રકારના રોગના લઈને આરોગ્ય વિભાગ દ્વારા તેને ત્રણ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. એ, બી અને સી પાર્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં A પ્રકારના લક્ષણો જે પણ દર્દીને જોવા મળે તેમને દવાઓ આપીને સારવાર આપવામાં આવે છે.

રાજકોટમાં કુલ 23 જેટલા આરોગ્ય કેન્દ્રઃ હાલમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તક શહેરમાં 23 જેટલા આરોગ્ય કેન્દ્ર છે. જ્યાં મેડિકલ ઓફિસર દ્વારા આ પ્રકારના જે પણ દર્દીને લક્ષણો આવે તેમની તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. જ્યારે B કેટેગરીવાળા દર્દીઓને ટેમી ફ્લૂ નામની દવા આપવામાં આવે છે. તેમાં ખાસ કરીને જે કેન્સરના દર્દીઓ છે, સાથે ટીબી અને જે મોટી ઉંમરના અને બાળકો છે. તેમની ખાસ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ પ્રકારના દર્દીઓમાં જો તેમને શ્વાસ લેવાની તકલીફ પડે તો તેમને H3N2 અથવા H1N1નો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હાલની વાત કરીએ તો, રાજકોટ શહેરમાં H2N2 અથવા H1N2ના કોઈ પણ દર્દી સરકારી આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં દાખલ નથી.

આ પણ વાંચોઃ H3N2 first death in gujarat: H3N2 વાયરસથી મોતની સંભાવના, રાજ્યમાં 58 વર્ષીય મહિલાનું શંકાસ્પદ મોત

કોરોનાના દર્દીઓમાં પણ આ જ પ્રકારના લક્ષણોઃ હાલમાં જે પ્રકારે H3N2માં દર્દીઓમાં જે લક્ષણ જોવા મળી રહ્યા છે. તે પ્રકારના લક્ષણ કોરોના દર્દીઓમાં પણ અગાઉ જોવા મળ્યા હતા. એટલે કે, આ દર્દીઓને આઈડેન્ટીફાય કરવા થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારના કેસને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થયું છે. તેમ જ આશા વર્કર અને ફિલ્ડમાં ફરતા આરોગ્ય કર્મચારીઓ જેને પણ H3N2ના લક્ષણ જણાય તે દર્દીઓનું ચેકિંગ કરી રહ્યું છે.

દર્દીઓનું સતત મોનિટરીંગઃ સાથે જ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં OPDમાં સારવાર કરાવવા આવતા દર્દીઓને પણ તપાસ કરીને સતત તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમના પણ કોઈ લક્ષણ દેખાય તો તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. સાથે જ શહેરીજનોનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે કે, હાલ આ પ્રકારના વાતાવરણમાં બહારનું કોઈ પણ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ અને સાથે સાથે વિટામિન સી પણ મોટા પ્રમાણમાં લેવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.