ETV Bharat / state

Navratri 2023: તહેવારો નજીક આવતા રાજકોટ ઈમિટેશન જ્વેલરી માર્કેટમાં તેજી જોવા મળી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 3:27 PM IST

રાજકોટનું ઈમિટેશન જ્વેલરી માર્કેટ એશિયાનું સૌથી મોટું ઈમિટેશન જ્વેલરી માર્કેટ ગણાય છે. નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો નજીક આવતા જ રાજકોટનું આ માર્કેટ ધમધમી ઉઠ્યું છે. વાંચો રાજકોટના ઈમિટેશન જ્વેલરી માર્કેટમાં આવેલ તેજી વિશે વિગતવાર.

તહેવારો નજીક આવતા રાજકોટ ઈમિટેશન જ્વેલરી માર્કેટમાં તેજી જોવા મળી
તહેવારો નજીક આવતા રાજકોટ ઈમિટેશન જ્વેલરી માર્કેટમાં તેજી જોવા મળી

Navratri 2023

રાજકોટઃ તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે. લોકો નવરાત્રિ અને દિવાળીના શોપિંગ કરી રહ્યા છે. મહિલાઓ ફેસ્ટિવલ શોપિંગમાં ખૂબ ઓતપ્રોત જોવા મળી રહી છે. મહિલાઓના ફેસ્ટિવલ શોપિંગમાં સૌથી ટોપ પર હોય છે લેટેસ્ટ ફેશનની ઈમિટેશન જ્વેલરી. અત્યારે ઈમિટેશન જ્વેલરીનો ક્રેઝ આસમાને છે. લેટેસ્ટ ફેશન અને તે પણ એફોર્ડેબલ પ્રાઈઝમાં મળતી હોવાને કારણે ઈમિટેશન જ્વેલરી દિવસેને દિવસે લોકપ્રિય બનતી જાય છે. રાજકોટમાં ઈમિટેશન જ્વેલરીનું માર્કેટ ધમધમે છે. આ માર્કેટ એશિયાનું સૌથી મોટું ઈમિટેશન જ્વેલરી માર્કેટ છે.

રાજકોટ ઈમિટેશન જ્વેલરી માર્કેટઃ રાજકોટના આ માર્કેટને એશિયાનું સૌથી મોટું ઈમિટેશન જ્વેલરી માર્કેટ માનવામાં આવે છે. આ માર્કેટ સાથે અંદાજિત 2 લાખ કરતાં વધુ કારીગરો જોડાયેલા છે. છેલ્લા છ મહિનાથી આ માર્કેટ મંદીનો સામનો કરી રહ્યું હતું પણ ગયા મહિનાથી આ માર્કેટમાં વેપાર ધમધમી રહ્યો છે. જેના પરિણામે ઈમિટેશન જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલ વેપારીઓ, ડિસ્ટ્રીબ્યૂટર્સ અને કારીગરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ઈમિટેશન માર્કેટ સાથે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલા છે અને તેઓ ઘરે બેસીને આ ઈમિટેશનની જ્વેલરી બનાવવાનું કામ કરીને મોટા પ્રમાણમાં રોજગારી મેળવે છે.

Navratri 2023
Navratri 2023

આગામી દિવસોમાં નવરાત્રિ, દિવાળી, કડવા ચોથ જેવા તહેવારો આવી રહ્યા છે. છેલ્લા દોઢ, બે મહિનાથી ઈમિટેશન જ્વેલરી બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બજારે છેલ્લા છ મહિનાથી ભયંકર મંદીનો સામનો કર્યો છે. હવે દિવાળી સુધી આવી જ તેજી જોવા મળે તેવી શક્યતાઓ છે. ઈમિટેશન જ્વેલરીમાં લેટેસ્ટ ફેશન એફોર્ડેબલ પ્રાઈઝમાં મળી રહે છે. તેથી મહિલાઓમાં આ જ્વેલરી બહુ પોપ્યુલર થતી જાય છે. હું 15 વર્ષથી ઈમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલો છું...અશોક પોપટ (ઈમિટેશન જ્વેલરી વેપારી, રાજકોટ)

રાજકોટ ઈમિટેશન જ્વેલરીનું મોટુ એક્સપોર્ટરઃ રાજકોટના ઈમિટેશ જ્વેલરી માર્કેટમાંથી દેશના મોટાભાગના રાજ્યોમાં આ જ્વેલરી એક્સપોર્ટ થાય છે. જેમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોનો સમાવશ થાય છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પડોશી દેશો ઉપરાંત રાજકોટમાંથી ઈરાન અને ઈરાકમાં પણ ઈમિટેશન જ્વેલરી એક્સપોર્ટ થઈ રહી છે.

જ્યારે છેલ્લા છ મહિનાથી ઈમિટેશન જ્વેલરીના કામમાં ખૂબ જ મંદી જોવા મળી હતી અને કારીગરો બેકાર હતા પરંતુ આગામી દિવસોમાં નવરાત્રિને લઈને છેલ્લા દોઢ બે મહિનાથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈમીટેશનનું કામ અમે દુકાનમાં કરવા ઉપરાંત ઘરે પણ કામ લઈ જતા હોઈએ છીએ. દિવસના 300થી 400 રુપિયા કમાઈ લઈએ છીએ...ભૂપત વ્યાસ(ઈમિટેશન જ્વેલરી કારીગર, રાજકોટ)

હું છેલ્લા 20 વર્ષથી રાજકોટમાંથી ઈમિટેશન જ્વેલરીનો માલ રાજસ્થાન લઈ જાઉં છું.જેમાં મહિલાઓના હાથ-પગમાં પહેરવાની વીંટીઓ, મંગળસૂત્ર, કાનમાં પહેરવાના ઝુમકા, માથાના ટીક્કાનો સમાવેશ થાય છે. રાજસ્થાનના વેપારીઓ અમારી પાસેથી માલ લઈ જાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં વેચે છે. હાલ મારી સાથે અંદાજિત 200 કરતાં વધારે ગ્રાહકો જોડાયેલા છે...બાગચંદ (ઈમિટેશન જ્વેલરી વેપારી, રાજસ્થાન)

  1. Navratri 2023: ભુજમાં આ વર્ષે પણ નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસીસનો ટ્રેન્ડ ટોપ પર
  2. પાટણમાં દેશી ઢબના ગરબા આજે પણ જીવંત, તો કણસઈના પહેરવેશે જમાવ્યું આકર્ષણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.