ETV Bharat / state

જસદણમાં ટી સ્ટોલ સંચાલકો સાથે આરોગ્ય અધિકારીઓની મિટીંગ

author img

By

Published : Jul 24, 2020, 4:29 PM IST

વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા માટે લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જસદણના ટી સ્ટોલ સંચાલક સાથે મિટીંગ યોજવામાં આવી હતી.

જસદણમાં ટી સ્ટોલ સંચાલકો સાથે આરોગ્ય અધિકારીઓની મિટીંગ
જસદણમાં ટી સ્ટોલ સંચાલકો સાથે આરોગ્ય અધિકારીઓની મિટીંગ

રાજકોટ: જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારી રાજકોટની સૂચનાથી કોરોના સંક્રમણ સામે સામૂહિક રીતે બધા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે જસદણના ટી સ્ટોલ સંચાલક સાથે મિટીંગ યોજવામાં આવી હતી.

હાલમાં ખૂબ ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ અને જિલ્લા આયુર્વેદ અધિકારી રાજકોટની સૂચનાથી કોરોના સંક્રમણ સામે સામૂહિક રીતે બધા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે અને ચોમાસામાં થતા તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી વગેરે ઋતુજન્ય રોગોથી પણ રક્ષણ મળી શકે તેવા ઉમદા હેતુથી જસદણ તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા ટી સ્ટોલ પર ગાંધીનગર દ્વારા નક્કી કરી રોગપ્રતિકારક શકિત વધારતી આયુર્વેદિક ઔષધીઓમાંથી બનાવેલી હર્બલ ટીનું રાહતદરે વેચાણ કરવામાં આવે તેવું આયોજન થાય

તે માટે એક મિટીગ કરવામાં આવી હતી અને આ હર્બલ ટી કઈ રીતે બનાવવી તે ટી સ્ટોલ સંચાલકોને શિખડાવવા માં આવી હતી. પ્રાંત અધિકારી મામલતદાર તેમજ ચીફ ઓફિસર જસદણ દ્વારા આયોજન કરવામાં આવ્યું. જેમાં ડો. રજનીક જાદવ, મેડકલ ઓફિસર, સરકારી આયુર્વેદ ડીસપેંસરી કનેસરા દ્વારા હર્બલ ટી બનાવવાની રીત ઓડિયો વિઝ્યુઅલ માહિતી દ્વારા શીખવવામાં આવી હતી.

જસદણના બધા ટી સ્ટોલ પર આયુર્વેદ ચા ઉપલબ્ધ થશે જેનો દરેક નાગરિક લાભ લઈ શકશે શહેરમાં આવેલી ખાનગી તેમજ સરકારી ઑફિસો, કારખાના, ઔદ્યોગિક એકમોમાં પણ જો આ હર્બલ ટી સવાર સાંજ આપવામાં આવે તો સામૂહિક રીતે બધા નાગરિકોના સ્વાસ્થ્યમાં ઘણો લાભ થાય શકે તેવું આયુર્વેદ ડોકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.