ETV Bharat / state

Khodal dham Patotsav 2022: ખોડલધામ ખાતે પાટોત્સવનું વર્ચ્યુઅલી આયોજન કરાશે

author img

By

Published : Jan 8, 2022, 5:00 PM IST

Khodal dham Patotsav : ખોડલધામ ખાતે પાટોત્સવનું આયોજન
Khodal dham Patotsav : ખોડલધામ ખાતે પાટોત્સવનું આયોજન

કોરોના મહામારીના કેસો (Corona epidemic) વધતા ખોડલધામ પાટોત્સવના કાર્યક્રમને (Khodal dham Patotsav Program) લઈને આજે શનિવારના રાજકોટમાં સરદાર પટેલ ભવન (Sardar Patel Bhavan Rajkot) ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના (Khodaldham Kagvad) પ્રમુખ નરેશ પટેલની આગેવાનીમાં એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી.

રાજકોટ: જિલ્લાના કાગવડ ગામમાં આવેલા પ્રસિદ્ધ ખોડલધામ મંદિરના (Khodal dham temple) પ્રાણ 'પ્રતિષ્ઠા મહોત્સવ'ને 21મી જાન્યુઆરી 2022એ પાંચ વર્ષ પૂર્ણ (Khodaldham Prana Prestige Festival Complete will 5 years) થવા જઇ રહ્યાં છે, ત્યારે આ અવસર પર 'પાટોત્સવનું' આયોજન (Khodal dham Patotsav 2022) કરવામાં આવ્યું છે. જેમાં અંદાજીત 20 લાખ લોકોને એકઠા કરવાનું આયોજન કરાયું હતું.

Khodal dham Patotsav : ખોડલધામ ખાતે પાટોત્સવનું આયોજન

ખોડલધામના ટ્રસ્ટીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી પાટોત્સવ વિશે આપી માહિતી

ખોડલધામ મંદિરમાં આ પાટોત્સવ અંતર્ગત '108 કુંડીયજ્ઞ' કરવાનું પણ આયોજન હતું, પરંતુ જે પ્રકારે રાજ્યમાં અને દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વરસ્યો છે તેને લઇને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આજે શનિવારના રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે (Sardar Patel Bhavan Rajkot) એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મિટિંગ બાદ ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

લોકો ઘરે બેઠા પાટોત્સવને નીહાળી શક્શે

આ પ્રેસ કોન્ફરન્સમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, પાટોત્સવમાં 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે તથા સમાજના અન્ય લોકો ઓનલાઈનના માધ્યમથી આ કાર્યક્રમ નિહાળી શકશે તેવી વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સમાજજોગ સંદેશો આપશે.

આ પણ વાંચો:

Khodal Dham Patotsav: પાટણ વાસીઓને ખોડલ ધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ

રાજકોટના કાગવડ ખોડલધામ મંદિરને રોશની અને દીવડાથી શણગાર કરવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.