ETV Bharat / state

કાંધલ જાડેજાએ ધોરાજી ભાદર ડેમમાંથી પોતાના સ્વ ખર્ચે છોડાવ્યું પાણી

author img

By

Published : Dec 10, 2022, 6:46 PM IST

રાજકોટના ધોરાજીમાં ભુખી ગામ નજીક આવેલ ભાદર-2 ડેમમાથી ખેડૂતોને સિંચાઈનુ અને પિયત માટેનું પાણી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના સ્વખર્ચે પાણી છોડાવ્યું(Kandhal Jadeja released the water at his own expense) છે. જેને લઈને ખેડૂતો તેમજ ભાદર નદી કાંઠાના ગામોને અને ઘેડ પંથકને મોટો લાભ (big benefit to Bhadar river Ghed Panthak)મળશે.

કાંધલ જાડેજાએ ધોરાજી ભાદર ડેમમાંથી પોતાના સ્વ ખર્ચે છોડાવ્યું પાણી
kandhal-jadeja-released-the-water-at-his-own-expense-to-give-benefit-to-bhadar-river-ghed-panthak

કાંધલ જાડેજાએ ધોરાજી ભાદર ડેમમાંથી પોતાના સ્વ ખર્ચે છોડાવ્યું પાણી

રાજકોટ: કુતિયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજા છેલ્લા 11 વર્ષથી પોતાના સ્વખર્ચે ઘેડ પંથકના ખેડૂતોને સિંચાઈનુ પાણી ધોરાજીના ભુખી ગામ નજીક આવેલ ભાદર-2 ડેમમાથી સિંચાઈ માટેનું પાણી છોડાવી (Kandhal Jadeja released the water at his expense)રહ્યા છે. જેને લઈને ખેડૂતો તેમજ ભાદર નદી કાંઠાના ગામોને અને ઘેડ પંથકને મોટો લાભ (big benefit to Bhadar river Ghed Panthak)મળશે.ઉલ્લેખનીય છે કે કાંધલ જાડેજા હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના મેન્ડેડથી ચૂંટાઈ(Kandhal Jadeja wins Kutiyana) આવ્યા છે

છેલ્લા ઘણા વર્ષોથી ઘેડ પંથક સહિતના ખેડૂતોની વહારે આવી સેવાકીય કાર્ય કરી રહ્યા છે. કાંધલ જાડેજા દ્વારા ધોરાજીના ભુખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમ ખાતે પોતાના સ્વખર્ચે પૈસા ભરીને પાણી છોડાવી અને તેમના વિસ્તારના ખેડૂતોને દર વર્ષે મદદ કરે(Kandhal Jadeja released the water at his expense) છે. આ પાણી છોડવામાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સહીત ઘેડ અને પોરબંદર વિસ્તારના ભાદર કાંઠા અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માલધારીઓ સહીત સૌ કોઈને ફાયદો (big benefit to Bhadar river Ghed Panthak)મળે છે.

ધારાસભ્ય કાંધલ જાડેજાના મત વિસ્તારના આગેવાનો સિંચાઈ વિભાગની ઓફીસમા રૂપિયા સાડા ત્રણ લાખ જેવી રકમ ભરીને ભાદર-2 ડેમમાંથી ઘેડ પંથકોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી મળી રહે અને ખેડૂતોને લાભ થાય (big benefit to Bhadar river Ghed Panthak) તે માટે દર વર્ષે અહીંથી પાણી છોડાવે(Kandhal Jadeja released the water at his expense) છે. જેમાં ભાદર-2 ડેમના ત્રણ દરવાજા ખોલીને 16,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. જેને લઈને હાલ ભાદર કાંઠાના અને ખાસ કરીને ધેડ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ (big benefit to Bhadar river Ghed Panthak)જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.