ETV Bharat / state

MLA રાદડિયાના વતનના માર્ગ મગરમચ્છની પીઠ સમાન, થીગડા માર્યા છતાં હાલત જૈસે થે

author img

By

Published : Dec 24, 2022, 7:01 PM IST

Updated : Dec 24, 2022, 9:12 PM IST

jetpur mla jayesh radadiya
MLA રાદડિયાના વતનના માર્ગ મગરમચ્છની પીઠ સમાન, થીગડા માર્યા છતાં હાલત જૈસે થે

જયેશ રાદડિયાનું વતનન(jetpur mla jayesh radadiya) જામકંડોરણા છે. આ ગામથી ધોરાજી-જામકંડોરણાને જોડતો (Dhoraji Jamkandorana 18 km road connecting) 18 કિલોમીટરનો રસ્તો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં(Dhoraji Jamkandorna Road bad Condition) છે. લોકોની અનેક વાર રજૂઆત છતા કોઇ જ ઉકેલ જ નહી.

રાદડિયાના વતનના માર્ગ મગરમચ્છની પીઠ સમાન

રાજકોટ વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જતા ની સાથે નેતાઓની જાણે નીતી બદલાઇ જતી હોય તેવું જોવા મળે છે. કેમકે લોકોને ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ તો કરી દેવામાં આવે છે પણ જયારે આ વાયદા પુરા કરવાની વાત આવે ત્યારે નેતાઓને મળતા પણ નથી. ચૂંટણી સમયે ગામે ગામે જશે. લોકોની સમસ્યાઓને જાણવામાં કે તેનો ઉકેલ લાવવામાં નેતાજીઓને કોઇ રસ છે જ નહી. લોકોએ ખોબલે ખોબલે મત આપયા પરતું લોકોની કોઇ સમસ્યાઓનો અંત લાવવા કામગીરી કરવામાં આવી રહી નથી. કેમકે રાજકોટમાં આવેલા ધોરાજી અને જામકંડોરણાને જોડતો 18 કિલોમીટરનો (Dhoraji Jamkandorana 18 km road connecting) મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી અતિશય ખરાબ છે. લોકોએ ફરી વાર આ રસ્તાને પુનઃ સારો (Dhoraji Jamkandorna Road bad Condition) બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

એક માત્ર માર્ગ વેરાવળ સોમનાથથી જુનાગઢ અને જુનાગઢથી ધોરાજી તેમજ ધોરાજીથી જામનગર તરફ જવા માટેનો એક માત્ર માર્ગ કે જે ધોરાજીથી જામકંડોરણા થઈને જવાનો 18 કિલોમીટરનો મુખ્ય રસ્તો (Dhoraji Jamkandorna Road bad Condition)છેલ્લા ઘણા સમયથી અતિશય ખરાબ હાલતમા છે. ત્યારે ધોરાજીથી જામકંડોરણા ગામ સુધીનો માર્ગ ખુબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. જેથી અહીથી પસાર થતાં રાહદારીઓ ખરાબ રસ્તાની મુશ્કેલી વેઠી રહ્યા છે.

આ પણ વાંચો National Highway 27: તૂટેલા પુલ-ખરાબ રસ્તા તાત્કાલિક રીપેર કરવા માગ

વિઠ્ઠલભાઈ રાદડીયાનું વતન પૂર્વ સાંસદ સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા(Jayesh radadiya hometown) તથા પૂર્વ કેબિનેટ પ્રધાન(Former Cabinet Minister) અને તાજેતરમાં ચુંટાયેલ જામકંડોરણા-જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનું વતન(jetpur mla jayesh radadiya) અને ગામ જામકંડોરણા છે. છતાં પણ અહી આવા પ્રકારના રસ્તાઓ રાહદારીઓની મુશ્કેલી વધારે છે. જેમાં ધોરાજી, ઉપલેટા, જુનાગઢના લોકોને જ્યારે અહિયાથી પસાર થઈને જામનગર જવા માટેનો એક માત્ર માર્ગ છે. જે ધોરાજીથી જામકંડોરણા જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે અહિયાં રોજના હજારો નાના તેમજ મોટા વાહનો અવર-જવર કરે છે. તે તમામને હેરાન થવાનો વારો આવે છે.

થિગડાઓ મારીને સંતોષ આ માર્ગ પર ઘણી વખત થિગડાઓ મારીને સંતોષ મનાવી લેવામા આવે છે તેવું પણ સ્થાનિકોએ જેનાવ્યું છે. જેમાં આ 18 કિલોમીટર સુધીનો રસ્તો ઘણા સમયથી બિસ્માર (Jayesh radadiya hometown road condition bad) હાલતમા છે. છતાં પણ આજ સુધી આ બિસ્માર રસ્તાનું (Dhoraji Jamkandorna Road bad Condition)સમારકામ કરવામા આવેલ નથી. જેથી વાહન વ્યવહારને ભારે તકલીફ પડે છે.આ બાબતે ધોરાજી-ઉપલેટના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ જણાવ્યું હતું કે હાલ ચુંટણીનો માહોલ પૂર્ણ થઈ ગયેલ છે અને આચાર સાહિતાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે જેથી આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવી જોઈએ તેવી પણ વાત મીડિયાને કરી છે. ત્યારે આ માર્ગ ખરાબ હોવાથી અહિયાં નાના-મોટા અકસ્માતો પણ થાય છે. અને વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. છતાં પણ આજદિન સુધી આ ખરાબ માર્ગને મરામત કરવામા આવેલ નથી. જેથી વાહન ચાલકોની માંગ છે કે રાહદારીઓ અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો તંત્ર દ્વારા અંત લાવી સમારકામ કરવા આવે તેવી માંગ કરી છે.

Last Updated :Dec 24, 2022, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.