ETV Bharat / state

National Highway 27: તૂટેલા પુલ-ખરાબ રસ્તા તાત્કાલિક રીપેર કરવા માગ

author img

By

Published : Dec 18, 2022, 6:22 PM IST

વીરપુર પાસેનો નેશનલ હાઈવે નંબર 27 (Virpur National Highway No 27 accident prone zone)છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. તૂટેલ પુલ અને ખરાબ રસ્તો તાત્કાલિક રીપેરીંગ કરવાની માંગ ઉઠી (Broken bridge and bad road need urgent repairs) છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા અનેકવાર રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.

વીરપુર નેશનલ હાઈવે નંબર 27
વીરપુર નેશનલ હાઈવે નંબર 27

Broken bridge and bad road need urgent repairs

વીરપુર(રાજકોટ): રાજકોટના યાત્રાધામ વિરપુર જલારામ પાસેનો નેશનલ હાઈવે કે જે વીરપુર ગામ પાસે આવે(Virpur National Highway No 27 accident prone zone) છે. હાઇ વે રોડ તેમજ બિહામણી પુલ (BIHAMANI BRIDGE AT VIRPUR)તરીકે ઓળખાતા પુલની રેલીંગ ઘણા મહિનાથી તૂટી ગઈ હોવા છતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રીપેરીંગ ન કરી કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઇ રહ્યા હોય તેવુ વાહન ચાલકો દ્વારા મીડિયા સમક્ષ જણાવી પોતાની વ્યથા ઠાલવી (Broken bridge and bad road need urgent repairs) છે.

એક બાજુ સમગ્ર રાજ્યભરના નેશનલ હાઈવેના(national highway authority) રસ્તા એટલી હદે તૂટી ગયા છે કે ઘણા વાહન ચાલકોને તો વાહનના ટાયર અને વાહનની સલામતી માટે વાહનને પાર્ક કરીને મૂકી દેવા પડ્યા છે. બીજી બાજુ હાઇવે ઓથોરિટી વાહન ચાલકો પાસેથી રોજ લાખો અને કરોડો રુપિયાનો ટોલટેક્ષ વસૂલી રહ્યા છે. ઉપરથી જ્યાં જોઈએ ત્યાં જાણે પડ્યા પર પાટુ મારતા હોય તેટલા ટોલ નાકાનો ટોલ ટેક્ષ આમાં વાહન ચાલકો ફરીથી ગાડા યુગમાં આવી જાય તેવો માહોલ સરકારે ઉભો કરી દીધો છે. જેમાં આટલું ઓછું હોય તેમ કરોડો રુપિયાનો ટોલ ટેક્સ વસુલવા ટોલનાકા પાસે રોડ, પુલ રીપેરીંગ કરવાની હાઈવે ઓથોરીટીની જવાબદારી હોવા છતાં રીપેરીંગ કંઈ કામગીરી કરવામાં આવતી નથી. જેને લઇને અહીંયા મોટો અકસ્માત સર્જાય કે કોઈનો જીવ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું (Broken bridge and bad road need urgent repairs)છે.

આ પણ વાંચો કરોડો રૂપિયા ખર્ચ કરે કોર્પોરેશન અને સંચાલન કરે કોન્ટ્રાક્ટર!

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર વીરપુર ગામ પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 27માં (national highway authority)હાલ જોઈએ તો મસ મોટા ખાડા પડી ગયા (National Highway No 27 broken)છે. જેને લઈને હાલ નેશનલ હાઇવે રોડ અતિ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. જેથી વીરપુર પાસે નેશનલ હાઇવે નંબર 27 પર આવેલ બિહામણી પુલ તરીકે ઓળખાતા પુલની રેલીંગ છેલ્લા છ મહિનાથી તૂટી ગઈ છે. આ પુલમાં થોડા દિવસ પૂર્વે જ એક પેસેન્જર ભરેલ એક છકડો રીક્ષા પૂલ નીચે ખાબકતા આબાદ બચી હતી. જો નીચે ખાબકી હોત તો ખૂબ મોટી જાનહાની થઇ જ હોત આ તેવું સામે આવ્યું હતું ત્યારે બાબતે વીરપુરના જાગૃત યુવાનોએ આવી સમસ્યા બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીને (national highway authority)અનેકવાર ઓનલાઇન રજૂઆત કરી છે છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાની રાવ રાહદારીઓ અને ફરિયાદીએ જણાવી(national highway authority) છે.

આ પણ વાંચો Kankaria Carnival 2022: તૈયારીઓ અને આયોજન અંગે હેરિટેજ વિભાગના ચેરમેન સાથે ખાસ વાતચીત

નેશનલ હાઇવે પર રોડ તેમજ રેલીંગ રિપેર ન કરી હાઈવે ઓથોરિટી (national highway authority) જાણે કોઇ મોટી જાનહાની થવાની રાહ જોઈ રહ્યું છે. પોતાની જવાબદારીમાંથી છટકી જઈ બેદરકારી દાખવી રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકવાના ઈરાદા રાખતી હોય તેવું વાહન ચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સત્વરે પુલની રેલિંગ અને હાઇવે રોડની મરામત કરવાની માંગ કરી રહ્યા છે. વીરપુર પાસેના રોડ ઉપર ખાડા અને પુલની રેલિંગ તૂટેલી હાલતમાં હોવાથી અકસ્માતનો પણ ભય છે. જેને લઇને હાલ કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા રીપેરીંગ કામ કરવું જોઈએ તેવી માંગ કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોઈની જિંદગી જોખમાય કે મોટો અકસ્માત થાય તેની રાહ જોવાશે કે પછી પોતાની જવાબદારી પૂર્ણ કરવા તંત્ર એક્શનમાં આવે તે તો આવનારા દિવસોમાં ખ્યાલ આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.