ETV Bharat / state

જિલ્લા બેંક ચેરમેન પદે જયેશ રાદડિયા રિપીટ, સહકારી ક્ષેત્રે દબદબો યથાવત

author img

By

Published : Jan 9, 2023, 3:20 PM IST

સહકારી ક્ષેત્રમાં અગ્રિમ ગણાતી એવી રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન (Chairman of Rajkot District Bank) અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ હતીમ ત્યારે તેની ચૂંટણી યોજાય તે પહેલા જ સર્વાનુ મતે ચેરમેન તરીકે પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાને રીપીટ (Jayesh Radadia was re-elected as the Chairman) કરાયા છે.

રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તરીકે પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાને રિપીટ કરાયા
રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તરીકે પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાને રિપીટ કરાયા

રાજકોટઃ સહકારી ક્ષેત્રમાં અગ્રિમ ગણાતી એવી રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન (Chairman of Rajkot District Bank) અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ હતીમ ત્યારે તેની ચૂંટણી યોજાય તે પહેલા જ સર્વાનુ મતે ચેરમેન તરીકે પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાને રીપીટ કરાયા છે. (Jayesh Radadia was repeat as the Chairman) જ્યારે વાઇસ ચેરમેન તરીકે પણ મગન વડાવીયાને પણ રીપીટ કરવામાં આવ્યા છે. જિલ્લા બેન્ક ખાતે આજે બેંકના તમામ ડિરેક્ટરોની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભારત- શ્રીલંકા મેચ દરમિયાન પીચ પર જવા મામલે યુવક પર પોલીસ ફરીયાદ નોંધાઈ

પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાને રિપીટ કરાયા: રાજકોટ સહકારી ક્ષેત્રમાં રાદડિયા પરિવારનો વર્ષોથી દબદબો જોવા મળે છે. જ્યારે વિઠ્ઠલ રાદડિયા પણ વર્ષો સુધી રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તરીકે રહ્યા હતા. ત્યારે તેમનું અવસાન થયા બાદ તેમના પુત્ર એવા અને પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા ચેરમેન બન્યા હતા. ત્યારબાદ તેમનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હતો. ત્યારે ફરીથી તેમને રીપીટ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયા આ માટેનો મેન્ડેડ લઈને આવ્યા હતા. જેમાં જયેશ રાદડિયા અને મગન વડાવીયાને ફરી રીપીટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ NEET PG 2023 : NEET પોસ્ટ ગ્રેજ્યુએટ નોંધણી શરૂ, છેલ્લી તારીખ અને સમગ્ર પ્રક્રિયા જાણો

ખેડૂતો માટે અનેક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા: અંગે રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા બેંકની અઢી વર્ષ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે ફરી એક વખત મારી બેંકના ડાયરેક્ટરોએ ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવિયા બિનહરી તરીકે વરણી કરી છે. જ્યારે આ બેંકે ખેડૂતોની બેંક છે. તેમજ ખેડૂતો માટે ભૂતકાળમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. જ્યારે પણ ખેડૂતોને જરૂર હશે. ત્યારે રાજકોટ જિલ્લા બેંક અને સહકારી માળખું ખેડૂતોના કામ કરવા માટે બંધાયેલું માળખું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.