ETV Bharat / state

રાજકોટના જરૂરિયામંદોને પીરસાય છે ગરમાગરમ રોટલી

author img

By

Published : Feb 9, 2020, 8:31 PM IST

રાજકોટમાં ઓહમ ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયામંદ લોકોને ગરમાગરમ રોટલી પીરસવામાં આવે છે. તે માટે તપસમ્રાટ પ્રસાદમ નામની એક વેન શરૂ કરવામાં આવી છે.

rajkot
રાજકોટ

રાજકોટ : રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજજીના 50માં જન્મ મહોત્સવના ભાગરૂપે અનેકવિધ સેવાકીય પ્રવુતિ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ખાસ સેવાકીય પ્રવૃત્તિ માટે ભૂખ્યાજનોને ગરમાગરમ ભોજન મળે તે માટે તપસમ્રાટ પ્રસાદમ નામની એક વેન શરૂ કરવામાં આવી છે. જેમાં ગરમાગરમ રોટલી બનાવવાનું મશીન છે. આ વેન રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ફરે છે. તેમજ ભુખ્યા લોકોને ગરમાગરમ રોટલી તેની નજર સમક્ષ જ બનાવીને જમાડે છે.

રાજકોટના જરૂરિયામંદોને પીરસાય છે ગરમાગરમ રોટલી

આ મશીનમાં 1 કલાકમાં અંદાજીત 1 હજાર જેટલી રોટલી બને છે. જ્યારે પડ વાળી1800 રોટલી પણ 1 કલાકમાં બની શકે છે. ગરમાગરમ રોટલી સાથે ભૂખ્યા લોકોને દાળભાત અને શાક સહિતનું જમવાનું આપવામાં આવે છે. સમગ્ર ભારતમાં કહી શકાય કે, આવો પ્રથમ પ્રોજેક્ટ હશે. જેમાં સ્લમ વિસ્તારમાં જઈને ત્યાં જ ગરમાગરમ રોટલી બનાવીને લોકોને જમાડવામાં આવે છે.

ખાસ રાષ્ટ્રસંત નમ્રમુનિને વિચાર આવ્યો હતો કે, આપણે સૌ ગરમાગરમ ભોજન આરોગીએ છીએ. તો જેને એક ટંકનું ભોજન પણ માંડ મળે છે. જો તેવા લોકોને ગરમાગરમ ભોજન જમાડવામાં આવે તો, અને ત્યારબાદ રાજકોટમાં ઓહમ ગ્રુપના સભ્યો દ્વારા ખાસ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ હાલ આ પ્રોજેક્ટને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યના અલગ અલગ શહેરમાં આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.

Intro:રાજકોટના સલ્મ વિસ્તાર પીરસવામાં આવેછે ગરમાગરમ રોટલી

રાજકોટ: રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજજીના 50માં જન્મ મહોત્સવના ભાગરૂપે અનેક વિધ સેવાકીય પ્રવુતિ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ખાસ સેવાકીય પ્રવૃત્તિ માટે ભૂખ્યાજનોને ગરમાગરમ ભોજન મળે તે માટે તપસમ્રાટ પ્રસાદમ નામની એક વેન શરૂ કરવામાં આવી છે. જેમાં ગરમાગરમ રોટલી બનાવવાનું મશીન છે. આ વેન રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને ભુખ્યા જનોને ગરમાગરમ રોટલી તેની નજર સમક્ષ જ બનાવીને જમાડે છે. મશીનમાં 1 કલાકમાં અંદાજીત 1 હજાર જેટલી રોટલી બને છે. જ્યારે પડ વાળી1800 રોટલી પણ 1 કલાકમાં બની શકે છે. ગરમાગરમ રોટલી સાથે ભૂખ્યા જનોને દાળભાત અને શાક સહિતનું જમવાનું આપવામાં આવે છે. સમગ્ર ભારતમાં કહી શકાય કે આવો પ્રથમ પ્રોજેક્ટ હશે જેમાં સલ્મ વિસ્તારમાં જઈને ત્યાં જ ગરમાગરમ રોટલી બનાવીને લોકોને જમાડવામાં આવે છે. ખાસ રાષ્ટ્રસંત નમ્રમુનિને વિચાર આવ્યો હતો કે આપણે સૌ ગરમાગરમ ભોજન આરોગીએ છીએ તો જેને એકટંકનું ભોજનય માંડ મળે છે જો તેવા લોકોને ગરમાગરમ ભોજન જમાડવામાં આવે તો, અને ત્યારબાદ રાજકોટમાં ઓહમ ગ્રુપના સભ્યો દ્વારા ખાસ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ હાલ આ પ્રોજેક્ટને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યના અલગ અલગ શહેરમાં આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.

બાઈટ: તુષાર મહેતા, પ્રોજેક્ટ કોર્ડિંનેટર, તપસામ્રાટ
બાઈટ: મયુર શાહ, પ્રોજેક્ટ સભ્ય, રાજકોટ
બાઈટ : સેતુર દેસાઈ, સભ્ય, રાજકોટ

નોંધઃ સ્ટોરીના વિસ્યુલ માટે કલ્પેશભાઈને પૂછી લેવા વિનંતી


Body:રાજકોટના સલ્મ વિસ્તાર પીરસવામાં આવેછે ગરમાગરમ રોટલી


Conclusion:રાજકોટના સલ્મ વિસ્તાર પીરસવામાં આવેછે ગરમાગરમ રોટલી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.