ETV Bharat / state

Ind vs Aus 3rd ODI : રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ દરમિયાન વરસાદ આવશે તો આ પ્રકારની છે SCAની તૈયારીઓ, જાણો તેના વિશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 5:51 PM IST

Updated : Sep 26, 2023, 5:59 PM IST

રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાનાર છે. જેને પગલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે રાજકોટ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. ખંડેરી સ્ટેડિયમમાં અંદાજિત 28 હજાર કરતાં વધુ પ્રેક્ષકો એકી સાથે બેસીને મેચ જોઈ શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા છે. જેમાંથી મોટાભાગની ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે.

Etv Bharat
Etv Bharat

હિમાંશુ શાહ, સેક્રેટરી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશન

રાજકોટ : ખંડેરી સ્ટેડિયમમાં રમાનાર ભારત અને ઓસ્ટ્રેલિયાના મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી નાખી છે. ખંડેરી સ્ટેડિયમમાં અગાઉ પણ ઘણા બધા ઇન્ટરનેશનલ મેચ રમાઈ ચૂક્યા છે. તેમજ આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ રમાનાર છે. તેવામાં વર્લ્ડકપ યોજાય તે પહેલાનો આ છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં રમાનાર છે. જેના કારણે આ મેચનું મહત્વ ખૂબ જ વધારે છે. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી નાખવામાં આવી છે. સ્ટેડિયમમાં 28,000 કરતાં વધુ પ્રેક્ષકો બેસીને સંપૂર્ણ રીતે મેચની મજા માણી શકશે. આવતીકાલનો મેચ પણ હાઉસફુલ થવાની શક્યતાઓ છે.

Ind vs Aus 3rd ODI

વરસાદ પડવાની શક્યતાઓ : હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંડેરી સ્ટેડિયમમાં મેચ યોજનાર છે. આ મામલે હિમાંશુ શાહે જણાવ્યું હતું કે, વરસાદને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંપૂર્ણ સજજ છે. તમામ ડ્રેનેજ લાઈનો ખુલ્લી રાખવામાં આવી છે એટલે કે સ્ટેડિયમમાં કોઈપણ જગ્યાએ પાણી ભરાશે નહીં, પરંતુ અમને આશા છે કે આ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન નહીં બને. ખંડેરી સ્ટેડિયમને રનોની પીચ માનવામાં આવે છે. બંને ટીમો ખૂબ જ સ્ટ્રોંગ છે. જેના કારણે અમે પણ માની રહ્યા છીએ કે, આવતીકાલના મેચમાં રનનો વરસાદ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મેચને લઈને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રવાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Ind vs Aus 3rd ODI
Ind vs Aus 3rd ODI

ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં SPના સુપરવીઝન હેઠળ, 6 DySP, 10 PI, 40 PSI, 64 મહિલા પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસમેન સહિત કુલ 430થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે. જ્યારે રાજકોટ જામનગર હાઇવે ઉપર ખંડેરી સ્ટેડિયમ આવ્યું છે એટલે કે જામનગર તરફથી રાજકોટ આવતા વાહનો અને રાજકોટથી જામનગર તરફ જતા વાહનો માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને આ રસ્તાને મેચ દરમિયાન ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે આ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાઓ શર્જાશે નહિ.

  1. Ind vs Aus 3rd ODI: ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી, આવતીકાલે ત્રીજી અને છેલ્લી વનડે મેચ
  2. IND-AUS ODI Match : રાજકોટમાં 27 સપ્ટેમ્બરના રોજ ત્રીજી વન-ડે મેચ, ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ આવી પહોંચી
Last Updated : Sep 26, 2023, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.