ETV Bharat / state

ગોંડલ સિવિલની લાલિયાવાડીઃ દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતા સિવિલે પોઝિટિવ રિપોર્ટ આપ્યો

author img

By

Published : Sep 28, 2020, 10:30 PM IST

ગોંડલ પંથકમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ટેસ્ટિંગ કરવા જતાં લોકો પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટના જવાબથી વિમાસણમાં મૂકાઇ જતા હોય છે. ત્યારે ગોંડલના યુવાને સરકારી હૉસ્પિટલના રિપોર્ટ પર શંકા જતા પ્રાઇવેટ લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ સરકારી હૉસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ પણ સ્વીકારી હતી.

Gondal civil Hospital news
ગોંડલ સિવિલ

રાજકોટઃ ગોંડલના રાધાકૃષ્ણ નગરમાં રહેતા પ્રતિપાલસિંહ જાડેજા કોરોના પોઝિટિવ થતા તેમના મોટાભાઈ દુષ્યંતસિંહ જાડેજા તેમના પત્ની સાથે સિવિલ હૉસ્પિટલમાં કોરોના રિપોર્ટ માટે પહોંચ્યા હતા. રિપોર્ટ માટે લાંબી રાહ જોયા બાદ હૉસ્પિટલ સ્ટાફે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે પહેલાની ક્ષણોમાં રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આપવા માટે હૉસ્પિટલ સ્ટાફ પર દુષ્યંતસિંહને શંકા જતા તરત જ RCPTR રિપોર્ટ માટે રાજકોટ ખાનગી લેબમાં જઇને ત્યાં પણ RCPTR રિપોર્ટ કરાવ્યો હતો.

Gondal civil Hospital news
પ્રાઇવેટ લેબનો રિપોર્ટ

અલબત્ત રાજકોટની લેબમાં બન્ને રિપોર્ટ નેગેટીવ આવતા પરિવારે રાહત અનુભવી હતી. પરંતુ સરકારી હૉસ્પિટલના સ્ટાફે મન ફાવે તેમ રિપોર્ટ આપવાનું નક્કી કર્યું હોય તે અંગે પ્રતિપાલસિંહ અને દુષ્યંતસિંહે સિવિલ હૉસ્પિટલ સ્ટાફને ઉધડો લીધો હતો. આખરે ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.

Gondal civil Hospital news
પ્રાઇવેટ લેબનો રિપોર્ટ
સામાન્ય શરદી તાવથી બીમાર લોકોને જો કોરોના રિપોર્ટ કરવાનું કહેવામાં આવે તો તેઓ મુંજાતા હોય છે. સાથો-સાથ હૉસ્પિટલ સ્ટાફ દ્વારા બેફિકરાઈ દાખવી કોરોના પોઝિટિવ છો તેવું કહેવામાં આવે તો દર્દીની શું પરિસ્થિતિ થતી હોય તે વિચારવા લોકો મજબૂર થઇ જતા હોય છે. પરંતુ આજે સોમવારે ગોંડલ બન્ને બંધુઓએ સિવિલ સ્ટાફને તેની જ ભાષામાં જવાબ આપતા હૉસ્પિટલ સ્ટાફે હવેથી આવી ભૂલ નહીં થાય તેવું સ્વીકાર્યું હતું અને દર્દીઓને રેપિડ ટેસ્ટના રિપોર્ટ બતાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું.
Gondal civil Hospital news
સરકારી હોસ્પિટલનો રિપોર્ટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.