ETV Bharat / state

રાજકોટ જિલ્લા પંચાયતમાં 15માં નાણાપંચના 7.86 ક૨ોડના વિકાસકામો મંજુ૨

author img

By

Published : Jan 4, 2023, 10:16 PM IST

રાજકોટ જિલ્લા પંચાયતમાં 15માં નાણાપંચના 7.86 ક૨ોડના વિકાસકામો મંજુ૨
રાજકોટ જિલ્લા પંચાયતમાં 15માં નાણાપંચના 7.86 ક૨ોડના વિકાસકામો મંજુ૨

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 15માં નાણાપંચના (General Assembly of Rajkot) કામોના મુદ્દાને મુખ્ય રહ્યો હતો. આ સામાન્ય સભામાં 7.86 ક૨ોડના વિકાસકામોને મંજુ૨ી આપવામાં આવી હતી. (General Assembly of Rajkot District Panchayat)

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા

રાજકોટ : ૨ાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 15માં નાણાપંચના 7.86 ક૨ોડના (General Assembly of Rajkot) વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે આ સામાન્ય સભા પ્રમુખ ભૂપત બોદ૨ના અધ્યક્ષપદે યોજાઈ હતી. ત્યારે બેઠકના એજન્ડામાં મુખ્યત્વે 15માં નાણાપંચના કામોને જ મુદ્દે મુખ્ય રહ્યો હતો. જેમાં 7.86 કરોડના વિવિધ કામોને મંજુ૨ી આપવામાં આવી હતી. ચૂંટણી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ફરી નવા નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. જે અંગેની મંજૂરી આપવામાં આવી રહી છે.(General Assembly of Rajkot District Panchayat)

આ પણ વાંચો જામનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્માર્ટ સિટી મુદ્દે વાર પલટવાર

પાણી માટે 197 લાખ તેમજ સફાઈના 194.50 લાખ કામ મંજુર જ્યારે વિકાસના (Rajkot District Panchayat President)કામોની વાત કરવામાં આવે તો, તેમાં માળખાગત ક્ષેત્રના 394.85 લાખના તેમજ પાણીના 197 લાખ તથા સફાઈના 194.50 લાખના કામોનો સમાવેશ થતો હતો. વિકાસકામો ઝડપથી હાથ ધ૨ીને વ્હેલી તકે પૂર્ણ ક૨વા તેમજ ગ્રામ્ય પ્રજાને સુવિધા આપવાની પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવી હતી. આ સિવાય બેઠકમાં પ્રમુખસ્થાનેથી જિલ્લા પંચાયતના ગેસ્ટહાઉસના આધુનિકીક૨ણનો ઠ૨ાવ ૨જુ ક૨ાયો હતો. જેમાં સ્વભંડોળના 1.30 ક૨ોડમાંથી જિલ્લાના ગેસ્ટહાઉસમાં ૨ીપે૨ીંગ સહિતની કામગી૨ી ક૨વામાં આવશે. સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકા૨ી દેવ ચૌધ૨ી વગે૨ે હાજ૨ હતા. (Discussion in Rajkot Panchayat General Assembly)

આ પણ વાંચો AMCની સામાન્ય સભામાં ગાય મામલે વિપક્ષનો હોબાળો, મેયરને આપી ગાયની પ્રતિકૃતિ

ગામોને આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો: પ્રમુખ આ અંગે જિલ્લા પંચાયતના (Development works in Rajkot) પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, આજે ખાસ સામાન્ય સભા મળી છે. જેમાં કેન્દ્ર સરકારના 15માં નાણાપંચની જે 10ટકાની રકમ હતી. તેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લાના ગામો આત્મનિર્ભર અને ગામનો વિકાસ થાય તેને લઈને રૂપિયા 7 કરોડથી વધુની રકમના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સોલાર લાઇટ, અલગ અલગ ઓફિસોમાં કોમ્પ્યુટર સહિતની અસંખ્ય કામોને મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કેટલાક વિસ્તારમાં હજુ પણ સામાજિક સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે આ પ્રોજેક્ટ મંજૂર થતાં લોકોને ટૂંક સમયમાં રાહત મળી રહેશે. (15th Finance Committee in Rajkot General Assembly)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.