ETV Bharat / state

Bhadar Canal: કેનાલની પૂરતી કાળજી ન લેવાતા ખેડૂતો દુ:ખી, મુખ્ય પ્રધાનને કરી લેખિત રજુઆત

author img

By

Published : Mar 30, 2023, 6:45 PM IST

ભાદર કેનાલની પૂરતી કાળજી નહીં લેવાતા ખેડૂતો દુ:ખી
ભાદર કેનાલની પૂરતી કાળજી નહીં લેવાતા ખેડૂતો દુ:ખી

રાજકોટના ભાદર ડેમની સિંચાઈ વિભાગની કેનાલ કે જે 26,000 હેક્ટરમાં ફેલાયેલી છે. તેમાં માઇનોર કેનાલની અંદર પૂરતી જાળવણી કે કાળજી ન હોવાને લઈને કેનાલમાં અનેક ગાબડાઓ પડતા ખેડૂતો સિંચાઈનો લાભ નથી લઈ શકતા. આ ઉપરાંત સિંચાઈ વિભાગમાં સ્ટાફની કમી હોવાની બાબત પણ સામે આવ્યું છે. ધારાસભ્ય દ્વારા મુખ્ય પ્રધાનને લેખિત રજુઆત કરી છે. જાણો સમગ્ર વિગતો.

પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ મુખ્ય પ્રધાનને કરી લેખિત રજૂઆત

રાજકોટ: ધોરાજીમાં ભાદરની એક માઈનોર કેનાલ છે. આ કેનાલ અંદાજિત 26 બજાર હેક્ટર જમીનમા કેનાલ પથરાયેલ છે. આ પથરાયેલ કેનાલમાં ઘણી જગ્યાએ ગાબડા પડેલ છે. તેમજ આ કેનાલમા તંત્ર પૂરતી કાળજી નથી રાખતું અને પોતાની જવાબદારી મુજબ સાફ-સફાઈ નિયમિત કરતું તેવું ખેડૂતો જણાવે છે. આ પ્રકારની સમસ્યાઓ અને અહિયાના વિસ્તારની માંગણીઓને લઈને ધોરાજી-ઉપલેટા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતનાં મુખ્ય પ્રધાનને એક પત્ર લખી રજૂઆત કરી છે.

ખેડૂતોને સિંચાઈ માટે ખેતર: સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતોને સિંચાઈ માટેનો પુરો પાડતો સૌથી મોટો ડેમ એટલે ભાદર એક ડેમ આવેલ છે. આ ભાદર ડેમની કેનાલો વર્તમાન સમયમાં જોવા જઈએ તો ઘણી જગ્યાઓ પર અતિ જર્જરિત હાલતમા હોવાના દ્રશ્ય સામે આવ્યા છે. આ સિંચાઇ યોજના માટેની જરૂરિયાત મુજબનો પુરતો સ્ટાફ અહિયાં ઉપલબ્ધ નથી. જેમાં સ્ટાફ ન હોવાને કારણે ભાદર એક કેનાલમા પૂરતો જળનો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે ખેતર સુધી પાણી પહોંચતુ નથી તેવું સામે આવ્યું છે.

ખેડૂતોને ખેતર સુધી પાણી: અહિંયાના વિસ્તારની માહિતી અનુસાર અહિયાં 26 હજાર હેક્ટર જમીનમાં કેનાલ પથરેલ હોવા છતાં અહી ચાલુ વર્ષે 3700 હેક્ટર જમીનમા જ સિંચાઈ માટેનુ પાણી પહોંચી શક્યુ છે. આ સિંચાઈનુ પાણી પૂરુ પાડવાની વ્યવસ્થા માટે ભાદર-1 યોજનામા જોવા જઈએ તો 50 જેટલા કર્મચારીનુ સેટઅપ છે. આ પચાસ કર્મચારીના સ્ટાફ સામે અહી ફક્ત 10 કર્મચારીઓથી વ્યવસ્થા હોવાના કારણે ખેડૂતોને ખેતર સુધી પાણી પહોચતુ નથી.

આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટ પુરવઠા વિભાગે આવડા મોટા ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો

ખેડૂતો પૂરતી ખેતી: આ કેનાલમાં પૂરતી સફાઇ, મરામત અને સ્ટાફની કમિના કારણે અહિયાના ખેડૂતો આ સિંચાઇ યોજનાનો અને પિયતનો લાભ નથી લઈ શકતા. ખેડૂતો પૂરતી ખેતી કરી શકતા નથી. જેથી તાત્કાલિક ધોરણે કેનાલોની મરામત અને કર્મચારીઓની નિમણૂક કરી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ સાથે ધોરાજી-ઉપલેટા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ ગુજરાતનાં મુખ્ય પ્રધાનને પત્ર લખીને માંગ કરીને રજુઆત કરી છે.

ખેડૂતોને માટે શરૂ: ધોરાજીની માઈનોર કેનાલમા નાના-મોટા ગાબડાઓ પડેલ છે. જેમાં તંત્ર દ્વારા હાલ કેનાલમા પાણી નથી ચાલી રહ્યું તે સામે દરમિયાન આ કેનાલની સાફ-સફાઈ તથા મરામત કરી અને આ કેનાલમા ખેડૂતોને માટે શરૂ કરવી જોઈએ. આ વિસ્તારના ખેડૂતો ખેતરમાં પાણ માટેના ફોર્મ નથી ભરતા તેનુ કારણ એ છે કે ફોર્મ ભર્યા પછી પણ જ્યારે પાણી કેનાલ મારફત છોડવામામા આવે છે. ત્યારે ઘણા ખેડૂતોના ખેતર સુધી આ પાણી પોચતુ નથી. પાણી ન મળતા ખેડૂતોએ હાલાકી વેઠવાનો વારો આવે છે.

આ પણ વાંચો Rajkot News: ગાંધીજીની ડિગ્રી વિવાદ વચ્ચે રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીએ કહ્યું, LGને ઇતિહાસની ખબર નથી

રજૂઆત કરવામાં આવી: અહિંયાની ભાદર એક કેનાલની ખરાબ હાલત હોવાની બાબતે અનેક વખત ફરિયાદ કે રજુઆત કરે છે. આ પ્રકારની રજુઆત બાદ પણ યોગ્ય જવાબ નથી. મળતો અને કેનાલમા ગાબડા પડેલ છે. અહિયાં જ્યારે પાણી છોડવામા આવે છે ત્યારે ગાબડાને કારણે કેનાલમા છોડાય ત્યારે ખેડૂતોના ખેતરમા પાણી ભરાઈ જાય છે. આ ભરાયેલ પાણીથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે જેથી આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.