ETV Bharat / state

આયુર્વેદિક કૉલેજની ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાંથી ઈયળ,માંખી વંદા મળ્યા

author img

By

Published : Dec 31, 2022, 3:34 PM IST

રાજકોટમાં ગ્લોબલ આયુર્વેદિક કૉલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળ્યા જીવડા, વિદ્યાર્થિનીઓએ કરી ફરિયાદ
રાજકોટમાં ગ્લોબલ આયુર્વેદિક કૉલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળ્યા જીવડા, વિદ્યાર્થિનીઓએ કરી ફરિયાદ

રાજકોટમાં આવેલી ગ્લોબલ આયુર્વેદિક કૉલેજની (Global Ayurveda College Rajkot) ગર્લ્સ હોસ્ટેલમાં (food Insects in Girls Hotel) ભોજનમાંથી જીવજંતુ નીકળતા દોડધામ મચી હતી. આ માટે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી નેતાને રજૂઆત કરી હતી. સાથે જ વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રાજકોટ શહેરના ત્રંબામાં આવેલી ગ્લોબલ આર્યુવેદિક કૉલેજમાં (Global Ayurveda College Rajkot) આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં વિવાદ સામે આવ્યો છે. અહીં અતિ નબળી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સાથે જ ભોજનમાંથી જીવજંતુ નીકળતા વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થી નેતા અને કૉંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતને ફરિયાદ કરી હતી.

વિદ્યાર્થિનીઓએ મેનેજમેન્ટને કરી રજૂઆત આ અંગે વિદ્યાર્થીઓએ કૉલેજના (Global Ayurveda College Rajkot) મેનેજમેન્ટ હેડ સિદ્ધાર્થ મહેતા અને પ્રિન્સિપાલ સમક્ષ અનેક રજૂઆત પણ કરી હતી. તેમ છતાં છેલ્લા 15 દિવસથી જમવાની ગુણવત્તામાં કોઈ સુધારો આવ્યો નથી. તેવું હોસ્ટેલની (food Insects in Girls Hotel) વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો છે. અત્યારે હોસ્ટેલમાં 96 વિદ્યાર્થીનીઓ છે. અહીં ચાથી માંડી બંને ટાઈમ જમવાનું અતિ નબળું આવતા છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થિનીઓ અહીંયાનું જમતી પણ ન હોવાનું સામે આવ્યું છે.

હોસ્ટેલમાં 1 વર્ષની ફી 72,000 હોસ્ટેલમાં (food Insects in Girls Hotel) રહેતી એક વિદ્યાર્થિનીઓની વર્ષની 72,000 રૂપિયા ફી છે. હવે જ્યારે અહીં જમવાનું ખરાબ અને જીવજંતુ સાથેનું આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે વિદ્યાર્થિનીઓએ અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં જમવામાં સુધાર આવતો જ નથી. સામાન્ય રીતે જમવામાં કિડી-મકોડા આવતા હતા. ને હવે તો જમવામાં કેટલીક વાર કિડી મકોડાની સાથે સાથે ઘણી વાર વંદા, માખી, ઈયળ પણ (food Insects in Girls Hotel) નીકળે છે.

NSUIની આંદોલનની ચીમકી આ અંગે વિદ્યાર્થી નેતા અને કૉંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમને વિદ્યાર્થિનીઓએ ફોટો, વીડિયોના પૂરાવા સાથે ફરિયાદ કરી છે. વિદ્યાર્થીનીઓ 3-3 દિવસથી બહારથી જમવાનું મંગાવવા મજબૂર છે અને કૉલેજ મેનેજમેન્ટના (Global Ayurveda College Rajkot) ટ્રસ્ટીઓ (food Insects in Girls Hotel) રાજકીય તાયફાઓમાં આગેવાનો બની મસ્તમગન બન્યા રહે તે શરમજનક છે.

આ પણ વાંચો VNSGUમાં ફરી ABVP અને NSUI આવ્યા સામસામે

ભોજનમાં સુધારો નહીં આવે તો... વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટીઓએ પોતાના બાળકને જમવાનું ઘરે જેવું પીરસે એ લાગણીથી જ પોતાની હોસ્ટેલની જબાવદારી સંભાળવવી જોઇએ. અમે આ અંગે કોલેજ (Global Ayurveda College Rajkot) પર વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆત પણ કરીશું. તેમ જ જો હોસ્ટેલની (food Insects in Girls Hotel) જમવાની ગુણવતામાં સુધારો નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.