ETV Bharat / state

Rajkot Fire News : રાજકોટ RTO ઓફિસ ખાતે આગનો બનાવ, ખાનગી બસ ખાખ થઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 6:49 PM IST

રાજકોટ RTO ખાતે સવારના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો. બનાવની મળતી વિગત અનુસાર એક ખાનગી બસમાં કોઈ કારણોસર આગ ભભુકી હતી. જોકે, ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં ખાનગી બસનો ભારે નુકસાન થયું છે. તે સિવાય અન્ય કોઈ નુકસાનની માહિતી નથી.

Rajkot Fire News
Rajkot Fire News

રાજકોટ RTO ઓફિસ ખાતે આગનો બનાવ, ખાનગી બસ ખાખ થઈ

રાજકોટ : રાજકોટની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આરટીઓ ઓફિસ ખાતે એક ખાનગી બસમાં આજે સવારના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. બસમાં આગ લાગવાની ઘટનાને લઈને થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ફાયરની ટીમે બસમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ હોવાની માહિતી હજુ સુધી સામે આવી નથી. પરંતુ આગના કારણે ખાનગી બસ સંપૂર્ણ ખાખ થઈ હતી.

બસમાં આગ લાગી : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે સવારના સમયે રાજકોટ આરટીઓ ખાતે રાખવામાં આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. જ્યારે આગ એટલી બધી ભયંકર હતી કે આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. ખાનગી બસ સંપૂર્ણપણે આગમાં ખાખ થઈ ગઈ હતી. જ્યારે આ બસની આસપાસના વિસ્તારમાં પણ અન્ય વાહનો પડ્યા હતા. પરંતુ ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જેના કારણે બસની આજુબાજુ રહેલા વાહનોમાં આગ પ્રસરી નહોતી. જોકે બસમાં આગ કયા કારણોસર લાગી છે, તે હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ આગ લાગવાના પગલે બસને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

આગ લાગવાનું કારણ અકબંધ : રાજકોટ આરટીઓ દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનોને ડીટેઈન કરીને આરટીઓ ખાતે રાખવામાં આવતા હોય છે. એવામાં આ મામલે કાયદાકીય પ્રક્રિયા શરૂ હોય તે દરમિયાન વાહનો અહીંયા પડ્યા રહે છે. એવામાં આ બસ પણ અહીંયા રાખવામાં આવી હતી. પરંતુ આજે વહેલી સવારે અચાનક બસમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે આ બસ સંપૂર્ણપણે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. બસને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. પરંતુ આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યારે આ બસ કોની છે તેમજ કયા કારણોસર આરટીઓ ખાતે રાખવામાં આવી હતી, તે મામલે હજુ તપાસ કરવામાં આવી રહી છે.

  1. Rajkot: રાત્રે 12માં માળે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ
  2. રાજકોટ મેટોડા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકો ઇજાગ્રસ્ત 1નું મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.