ધોરાજીના યુવકે કરી ઈચ્છામૃત્યુની માંગ, જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ પરીક્ષામાં અન્યાય થયાનો દાવો

ધોરાજીના યુવકે કરી ઈચ્છામૃત્યુની માંગ, જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ પરીક્ષામાં અન્યાય થયાનો દાવો
રાજકોટ જિલ્લાના ધોરાજીના એક યુવકે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરી છે. આ અંગે યુવકે ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ પરીક્ષામાં અન્યાય થતા વારંવાર રજૂઆત છતાં કોઈ જવાબ મળ્યો નથી. જાણો શું છે સમગ્ર મામલો અને ઉમેદવાર સંકેત મકવાણાની માંગ... JETCO Electric Assistant Exam
રાજકોટ : ધોરાજીના યુવાન સંકેત મકવાણાએ ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે આ અંગે અરજીકર્તાએ પોતાની સમસ્યા અને રજૂઆત બંને અંગે માહિતી આપી હતી. તેઓના જણાવ્યા અનુસાર જેટકો દ્વારા લેવાયેલ વીજ હેલ્પરની પરીક્ષામાં તમામ જગ્યાએ GUVNL ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ જૂનાગઢ સર્કલમાં નિયમો જાણે નેવે મૂકી દીધા હોય તેમ તમામ જગ્યાએ પોલ ટેસ્ટમાં અધિકારીઓ દ્વારા ઉમેદવાર સાથે અન્યાય કરવામાં આવ્યો છે.
શું હતો મામલો ? આ બાબતમાં ઉમેદવાર સંકેત મકવાણાએ જણાવ્યું છે કે, વીજ હેલ્પરની પરીક્ષામાં તમામ જગ્યાએ GUVNL ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. જાહેર માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગતા GUVNL ના સર્કલમાં પોલ ટેસ્ટ દરમિયાન ક્યાંય પોલ પર પગ મૂકવાનો ઉલ્લેખ નથી. પરંતુ જૂનાગઢ સર્કલમાં પોલ ટેસ્ટમાં પોલ પર પગ મૂકાવી ઉમેદવાર સાથે અન્યાય કર્યો છે. ઉમેદવારના માંગેલ વીડિયોમાં માત્ર 16 સેકન્ડમાં પોલ ચડી જાય તો 25 માર્ક થવા જોઈ પરંતુ 15 માર્ક આપી ઉમેદવારના ભવિષ્ય સાથે ચેડા કરેલ છે.
અરજદારની રજૂઆત : અરજદારની રજૂઆતમાં ભરતી પ્રક્રિયા સ્થગિત કરવા માંગ કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ ઝોન અને જૂનાગઢ સર્કલની વીડિયોગ્રાફી જોઈ યોગ્ય તપાસ કરી નિર્ણય કરવાની માંગ કરી હતી. ઉમેદવારના જણાવ્યા અનુસાર કોઈ સાંભળવા તૈયાર નથી અને જૂનાગઢ સર્કલને રજૂઆત કરતા તેના અધિકારીઓ કહે અમે રજૂઆત કરી કોઈ જવાબ આવ્યો નથી, પોલ ટેસ્ટ મહેસાણા અધિકારી દ્વારા લેવાયેલ આની સાથે જૂનાગઢ સર્કલને કોઈ લેવાદેવા નથી.
અધિકારીઓના ઉડાઉ જવાબ : અરજી કરનાર યુવકના જણાવ્યા અનુસાર આ બાબતમાં જૂનાગઢ સર્કલના અધિકારીઓ જેટકોના જવાબદાર અધિકારીઓ નથી ? આથી ઉમેદવાર નાસીપાસ હતાશ થઈ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી છે, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. કારણ કે જૂનાગઢ સર્કલને રજૂઆત કરતા તેના અધિકારીઓ કહે છે કે અમે રજૂઆત કરી તેનો કોઈ જવાબ આવ્યો નથી. પોલ ટેસ્ટ મહેસાણાના અધિકારી દ્વારા લેવાય હોવાથી તેની સાથે જૂનાગઢ સર્કલને કોઈ લેવા દેવા નથી.
યુવકે કરી ઈચ્છામૃત્યુની માંગ : આ સમગ્ર મામલે ઉમેદવાર સંકેત મકવાણા નાસીપાસ અને હતાશ થઈને ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિને લેખિત રજૂઆત કરી છે. GETCO ના ઘોર અન્યાય અને બેરોજગારીના કારણે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી અને ધોરાજી પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે.
