ETV Bharat / state

Rajkot Crime: પોતાની જ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરનાર પતિને ધોરાજી સેસન્સ કોર્ટે ફટકારી દસ વર્ષની સજા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 9:43 AM IST

રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડ ગમે પોતાની જ પત્નીને કુહાડી વડે હુમલો કરનાર પતિને ધોરાજી સેશન કોર્ટ દ્વારા દસ વર્ષની સજા અને રૂપિયા પચાસ હજાર દંડ ફટકાર્યો છે. જાણો વિગતો.

પોતાની જ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરનાર પતિને ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારી દસ વર્ષની સજા અને પચાસ હજાર દંડ
પોતાની જ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરનાર પતિને ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારી દસ વર્ષની સજા અને પચાસ હજાર દંડ

પોતાની જ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરનાર પતિને ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારી દસ વર્ષની સજા અને પચાસ હજાર દંડ

રાજકોટ: ઉપલેટામાં રહેતા પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી ઝગડા ચાલતા હતા. જેમાં પતિના ત્રાસથી કંટાળીને પત્ની માવતર ચાલી ગઈ હતી. ત્યારે વર્ષ 2021 માં આવેશમાં આવીને પતિએ પોતાની જ પત્ની પર કુહાડીના અનેક ઘા માર્યા હતા. આ બનાવમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે આ બનાવમાં ધોરાજી સેસન્સ દ્વારા દસ વર્ષની સજા તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે.

"આરોપી ઘનશ્યામ ચંદુ ચરોતરાને ધોરાજીના મહેરબાન ટ્રેડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ દ્વારા તકસીરવાન ઠરાવી અને દસ વર્ષની સજા તથા રૂપિયા પચાસ હજાર દંડ ફટકાર્યો છે."-- કાર્તિકેય પારેખ (એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, ધોરાજી સેસન્સ કોર્ટે)

જીવલેણ હુમલો: આ અંગેની પ્રાપ્ત વિગત પ્રમાણે હુમલો કરનાર પતિ ઘનશ્યામ ચંદુ ચરોતરા પોતાની પત્ની સાથે ઉપલેટા મુકામે રહેતા હતા. તેની પત્ની સાથે તેને વારંવાર ઝઘડા થતા હતા. આ ઝઘડાઓના લીધે કંટાળી તેમની પત્ની ધોરાજી તાલુકાના નાની મારડ ગામે પોતાના માવતરને ત્યાં જતા રહેલા હતા. ત્યારે આ ઘનશ્યામે પોતાની પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બની ત્યારે હુમલો કરનારની પત્ની સવારે હાજતે જતી હતી. ત્યારે ધોરાજી તાલુકાના નાની મારડ ગામના નદીના પટમાં બાવળની કાટમાં છુપાઈને તેમનો પતિ ઉભો હતો. મોકો જોઈને તેની પત્ની ઉપર કુહાડી વડે પ્રાણ ઘાતક હુમલો કર્યો હતો. પોતાની જ પત્ની ઉપર પાંચ થી છ ઉપરા ઉપરી કુહાડીના ઘા કર્યા હતા. આ વખતે તેની સાથે રહેલ મહિલાએ રાડા-રાડ કરેલી અને મદદ માટે લોકોને બોલાવ્યા હતા.

અનૈતિક સંબંધો હતા: પતિ દ્વારા આટલી બધી ગંભીર ઇજાઓ કરે હોય જેમાં ભોગ બનનાર/ઈજા પામનાર રાઘીકા બહેનને સારવાર માટે જૂનાગઢ અને પછી રાજકોટ લઈ જવા પડેલા હતા. ત્યારે આ બનાવ અંગે આરતી બહેનની ફરિયાદ ઉપરથી પાટણવાવ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઇ. વાય.બી. રાણાએ તપાસ હાથ ધરેલી અને ચાર્જશીટ થયેલું હતું. ત્યારબાદ નામદાર અદાલત સમક્ષ કેસ ચાલેલો હતો. જેમાં બચાવ પક્ષે ભોગ બનનારને પૂછવામાં આવેલ કે તે દારૂ પીવાની ટેવ વાળા હતા. તેમનું ચરિત્ર નબળું હતું અને કોઈ પર પુરુષ સાથે તેમને અનૈતિક સંબંધો હતા.

પોતાની જ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરનાર પતિને ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારી દસ વર્ષની સજા અને પચાસ હજાર દંડ
પોતાની જ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરનાર પતિને ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારી દસ વર્ષની સજા અને પચાસ હજાર દંડ

જુબાનીથી બનાવ પુરવાર: કોઈપણ સ્ત્રી પર ચારિત્રના આક્ષેપ કરવા તેનાથી વધારે માનસિક યાતના કોઈ હોઈ શકે નહીં. ઈજા પામનાર રાઘીકાની ઉલટ તપાસમાં આરોપી પક્ષે પુછાયેલા પ્રશ્નો માટે મને જવાબ આપેલો છે કે મને ધરારથી મારા પતિ દ્વારા દારૂ પાવામાં આવતો હતો. આ તમામ સંજોગોને લઈને ભોગ બનનારને ત્રાસ હોવાનું પુરવાર માનેલ નથી. ઈજા પામનારની અને આરતીબેન ની જુબાનીથી બનાવ પુરવાર છે અને આરોપી ઘનશ્યામ ચરોતરાએ ઇજા કરેલ હોવાનું પણ પુરવાર છે તેવું સામે આવ્યું હતું.

  1. Rajkot Mayor On Women Reservation : રાજકારણમાં અનામત મળવાના કારણે મહિલાઓ ખાતે સારી તક ઉભી થશે - રાજકોટ મેયર
  2. Rajkot News: આયુષ્યમાન યોજનાનો યોગ્ય લાભ યોગ્ય લાભાર્થીને મળી રહે તે માટે ડિજીટલ એપ તૈયાર કરાઈઃ મનસુખ માંડવિયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.