ETV Bharat / state

રાજકોટમાં કરફ્યુ હોવા છતાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને પાર

author img

By

Published : Dec 28, 2020, 6:52 AM IST

રાજકોટ વાતાવરણમાં પ્રદુષણ પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યુ છે. રાજકોટ શહેરમાં મોટાભાગના મુખ્ય ચોકનું રીડીંગ લેતા પ્રદુષણનો આંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને પાર થઈ ગયેલો જોવા મળી રહ્યો છે.

Rajkot
Rajkot

  • રાજકોટમાં કરફ્યુ છતાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને પાર
  • શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું
  • હાલ શહેરમાં રાત્રી કરફ્યુ લાગુ

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટના વિકાસની સાથે સાથે અહીં વાહનોની સંખ્યામાં પણ બમણો વધારો થયો છે. જેને લઈને રાજકોટ વાતાવરણમાં પ્રદુષણ પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યુ છે. રાજકોટ શહેરમાં મોટાભાગના મુખ્ય ચોકનું રીડીંગ લેતા પ્રદુષણનો આંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ને પાર થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. જેના પરથી કહી શકાય છે કે રાજકોટની હવામાં પ્રદુષણ વધુ પ્રમાણમાં ફેલાયેલું છે. જે રાજકોટવાસીઓ માટે ખુબજ જોખમી પણ કહી શકાય છે.

શહેરના મોટાભાગના મુખ્ય ચોકમાં પ્રદુષણ વધુ

રાજકોટની મહાનગરપાલિકાની ઢેબરરોડ પર આવેલી મુખ્ય કચેરી, ઈસ્ટઝોન કચેરી, માધાપર ચોક અને સોરઠીયાવાડી ચોક, તેમજ જ્યાં સેંકડો દર્દીઓ કોરોનાની સારવાર લે છે તે સિવિલ હોસ્પિટલ પાસે હોસ્પિટલ ચોક, નાનામહુવા સર્કલ વગેરે સ્થળે પ્રદુષણ આંક 301 સુધી નોંધાયો છે. સામાન્ય રીતે આ આંક 100 હોય તો પ્રદુષણ નિયંત્રણમાં હોવાનું માનવામાં આવે છે.

પર્ટીક્યુલર મેટર અર્થાત પી.એમનું પ્રમાણ પણ વધુ

એર ક્વોલિટી ઈન્ડેક્સની સાથે પી.એમ.-2.5ની માત્રા વધીને પણ વધી છે. જેમાં મહાપાલિકા કચેરી, હોસ્પિટલ ચોક, સોરઠીયાવાડીમાં 120, માધાપર 122અને ઈસ્ટઝોન કચેરીએ 147 સુધી નોંધાયેલો છે. જે શહેરીજનો માટે ખૂબ જ ચિંતા જનક છે. વાતાવરણ તરતાં બારીક રજકણોને પી.એમ.2.5 અને 10થી માપવામાં આવે છે. તેમાં પીએમ-10થી આંખ,નાક,ગળા સુધી સામાન્યત: અસર થતી હોય છે પરંતુ, 2.5ને વધુ ખતરનાક ગણાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.