ETV Bharat / state

રાજકોટમાં નવરાત્રિના પાંચમાં નોરતા નિમિત્તે દિકરી પૂજા કાર્યક્રમ યોજાયો, અનોખી રીતે કરાયું પૂજન

author img

By

Published : Oct 11, 2021, 8:48 AM IST

રાજકોટમાં નવરાત્રિના પાંચમાં નોરતા નિમિત્તે દિકરી પૂજા કાર્યક્રમ યોજાયો
રાજકોટમાં નવરાત્રિના પાંચમાં નોરતા નિમિત્તે દિકરી પૂજા કાર્યક્રમ યોજાયો

રાજકોટમાં નવરાત્રિના પાંચમાં નોરતે વિશેષરૂપે દીકરી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની હરિવંદના કોલેજ અને શેર વિથ સ્માઈલ સંસ્થા દ્વારા આ દીકરી પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચમાં નોરતા નિમિતે જરૂરિયાત મંદ 25 જેટલી દીકરીઓની પૂજા કરવામાં આવી હતી. જ્યારે આ દીકરી પૂજા બાદ દીકરીઓને જરૂરી સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આ પ્રકારનું નવરાત્રી દરમિયાન પ્રથમ વખત આયોજન યોજવામાં આવ્યું હતું.

  • હરિવંદના કોલેજ અને શેર વિથ સ્માઈલ સંસ્થા દ્વારા દીકરી પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
  • રાજકોટમાં આ પ્રકારનું નવરાત્રી દરમિયાન પ્રથમ વખત આયોજન યોજવામાં આવ્યું
  • તમામ 25 જેટલી દીકરીઓને જરૂરી સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ : હાલ નવરાત્રીનો તહેવાર શરૂ છે, એવામાં ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબા રમવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે નવરાત્રિના પાંચમાં નોરતે રાજકોટમાં વિશેષરૂપે દીકરી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની હરિવંદના કોલેજ અને શેર વિથ સ્માઈલ સંસ્થા દ્વારા આ દીકરી પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીકરીઓ પણ વિવિધ માતાજીનું સ્વરૂપ ધારણ કરીને આવી હતી. તમામ દીકરીઓને કંકુ પગલા કરાવીને વિધિવત રીતે તેમની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ આ દીકરીઓને જરૂરી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નવરાત્રી દરમિયાન રાજકોટમાં આ પ્રકારનો દીકરી પૂજાનો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો હતો.

રાજકોટમાં નવરાત્રિના પાંચમાં નોરતા નિમિત્તે દિકરી પૂજા કાર્યક્રમ યોજાયો

25 દીકરીઓની વિશેષ રૂપે યોજાઈ પૂજા

નવરાત્રિના પાંચમાં નોરતે એટલે કે ગઇકાલે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા માધાપર ગામની આંગણવાડીમાં 25 જેટલી દિકરીઓના કંકુ પગલા કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમની પૂજા પણ કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન દીકરી પૂજાનું વિશેષ મહત્વ હોય છે. તેવામાં પાંચમાં નોરતા નિમિતે જરૂરિયાત મંદ 25 જેટલી દીકરીઓની પૂજા કરવામાં આવી હતી. જ્યારે આ દીકરી પૂજા બાદ આ તમામ 25 જેટલી દીકરીઓને જરૂરી સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આ પ્રકારનું નવરાત્રી દરમિયાન પ્રથમ વખત આયોજન યોજવામાં આવ્યું હતું.

રાજકોટમાં નવરાત્રિના પાંચમાં નોરતા નિમિત્તે દિકરી પૂજા કાર્યક્રમ યોજાયો
રાજકોટમાં નવરાત્રિના પાંચમાં નોરતા નિમિત્તે દિકરી પૂજા કાર્યક્રમ યોજાયો

નવરાત્રીમાં દીકરી પૂજાનું વિશેષ મહત્વ

નવરાત્રિમાં દીકરી પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે રાજકોટમાં નવરાત્રીના તહેવાર દરમિયાન 25 જેટલી દીકરીઓ જરૂરિયાત મંદ દીકરીઓની પૂજા કરવામાં આવી હતી. જ્યારે દીકરીઓ પણ માતાજીના અલગ-અલગ અવતાર ધારણ કરીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી હતી. જેને લઇને વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આ દીકરીઓને અલગ અલગ જરૂરિયાતની 11 જેટલી વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવી હતી. નવરાત્રીદરમિયાન દીકરી પૂજાનો વિષેશ કાર્યક્રમ યોજવામાં આવતા દીકરીઓમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી.

આ પણ વાંચો : છઠ્ઠું નોરતું : ઋષિ કાત્યાયનને વરદાનમાં દિકરી તરીકે મહાશક્તિ માઁ દુર્ગા મળ્યા

આ પણ વાંચો : Horoscope for the Day 11 OCTOBER: આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.