ETV Bharat / state

Biparjoy Cyclone : રાજકોટમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ, 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે

author img

By

Published : Jun 13, 2023, 3:48 PM IST

રાજકોટમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ST બસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લામાંથી 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. તો બીજી તરફ રાજકોટના તાલુકાઓને લઈને ચિંતાઓનો માહોલ છે.

Biparjoy Cyclone : રાજકોટમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ, 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
Biparjoy Cyclone : રાજકોટમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ, 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે

રાજકોટમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ, 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે

રાજકોટ : રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ થયું છે, ત્યારે રાજકોટમાં રાજ્ય સરકારના કૃષિ પ્રધાન અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી એવા રાઘવજી પટેલ હાલ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. જેમાં રાઘવજી પટેલે આજે રાજકોટ જિલ્લાની કામગીરી અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ઉપલેટા, જેતપુર અને ધોરાજી તાલુકાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર થોડા વધા પ્રમાણમાં જોવા મળશે. જ્યારે આ તાલુકાઓમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ ગ્રાઉન્ડ પર નજર રાખી રહી છે. એમ આ સાથે જ રાજકોટ જિલ્લામાંથી આજ સાંજ સુધીમાં અંદાજે 4000 કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. જ્યારે બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 30 બેડનો ઇમર્જન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા જઈએ તો ઉપલેટા, ધોરાજી અને જેતપુર તાલુકામાં જોવા મળી શકે છે. એમાં જેતપુરમાં સાડીના જે કારખાનાઓ આવેલા છે તેના શેડ મોટાભાગના પતરાવાળા છે. એવામાં બિપરજોય વાવાઝોડાને પગલે જો ભારે પવન આવે અને આ પતરા વાતાવરણમાં ઉડે જેના કારણે મોટી જાનહાની થવાની શક્યતાઓ છે. આવી પરિસ્થિતિમાં રાજકોટ કલેકટર અને ડીડીઓ જેતપુરની મુલાકાતે છે. તેમજ આ વિસ્તાર માટે એક NDRFની ટીમ પણ ફાળવવામાં આવી છે. તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ રાજકોટ જિલ્લામાં બહુ ચિંતા કરવાની જરૂર નહીં પડે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. - રાઘવજી પટેલ (કૃષિ પ્રધાન)

14 - 15 તારીખે વરસાદ-પવનની શક્યતા : જ્યારે કૃષિ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આગામી તારીખ 14 અને 15 આ બે દિવસ સુધી ભારે પવન અને વરસાદની પરિસ્થિતિ જોવા મળશે. તેવી હવામાન વિભાગની આગાહી છે. 15 તારીખે લગભગ આવવા વાવાઝોડું પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં આજ સાંજ સુધીમાં 4,000 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. એવામાં વાવઝોડાની પરિસ્થિતિમાં જો સૌથી વધુ નુકશાની હોય તો તે PGVCLની ટીમ છે, ત્યારે આ માટે PGVCLના અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવી હતી. તેના પગલે આગામી દિવસ વીજ પુરવઠો ખોરવાયો તો તાત્કાલિક તેને ફરી કાર્યરત કયા પ્રકારે કરી શકાય તેનું આયોજન પણ PGVCL દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ ST ડિવિઝન દ્વારા દરિયાકિનારાના વિસ્તારો એવા સોમનાથ, દીવ, નારાયણ સરોવર સહિતના રૂટની બસોને બે દિવસ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

સવારથી રાજકોટમાં વાદળછાયું વાતાવરણ : રાજકોટની આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, રાજકોટમાં આજે વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે સાંજના સમયે રાજકોટમાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. આજે પણ રાજકોટમાં વરસાદ આવે તેવી શક્યતાઓ છે. એવામાં ભારે ભવનના કારણે લોકો હાલ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે બીજી તરફ તંત્ર પણ એલર્ટ થયું છે. કોર્પોરેશનની ટીમ પણ સતત ફિલ્ડમાં જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં NDRFની એક ટીમને ખડે પગે રાખવામાં આવી છે.

  1. Cyclone Biparjoy Update: ગીર સોમનાથમાં માઢવાડ ગામે 6 મકાન ધરાશાયી, લોકોનું કરાયું સ્થળાંતર
  2. Cyclone Biparjoy: ભારે પવન-વરસાદના કારણે 20 વૃક્ષ આંશિક ધરાશયી, યુદ્ધના ધોરણે માર્ગો ખોલાયા
  3. Biparjoy Cyclone: ઈજાગ્રસ્ત હાલતમાં ડોલ્ફિનનું બચ્ચું તણાઈ આવતા લોકોએ બચાવ્યો જીવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.