ETV Bharat / state

રાજકોટમાં બિલ્ડર આપઘાતનો પ્રયાસ, DCPએ સ્યુસાઇડ નોટ મામલે કર્યો ખુલાસો

author img

By

Published : Apr 12, 2023, 5:03 PM IST

કોટ શહેરના જાણીતા બિલ્ડર જેરામભાઈ કુંડારીયા (ઉંમર વર્ષ 70) દ્વારા વ્યાજખોરોના ત્રાસથી તેમની ધમકીઓથી કંટાળી જઈ આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સુસાઇડ નોટમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના લોકોનું પણ નામ સામે આવ્યું હતું.

builder-attempts-suicide-in-rajkot-dcp-reveals-suicide-note
builder-attempts-suicide-in-rajkot-dcp-reveals-suicide-note

DCPએ સ્યુસાઇડ નોટ મામલે કર્યો ખુલાસો

રાજકોટ: રાજકોટમાં નામાંકિત બિલ્ડર દ્વારા પોતાના ઘરે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈને આપાઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એવામાં આ બિલ્ડર દ્વારા આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખવામાં આવી હતી અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

રાજકોટમાં બિલ્ડર આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં બિલ્ડર આપઘાતનો પ્રયાસ

સ્યુસાઇડ નોટથી રાજકારણ ગરમાયુ: સુસાઇડ નોટમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના લોકોનું પણ નામ સામે આવ્યું હતું. જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે આ મામલે રાજકોટના ડીસીપી સુધીર દેસાઈએ ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે ફરિયાદીએ જે પ્રમાણે ફરિયાદ લખાવી છે. તેના આધારે હજુ સુધી બે લોકોના જ નામ આપ્યા છે.

સુસાઇડ નોટમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના લોકોનું પણ નામ
સુસાઇડ નોટમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના લોકોનું પણ નામ

બિલ્ડરનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયું: રાજકોટના ડીસીપી સુધીર દેસાઈ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ગત તારીખ 6 ના રોજ રાજકોટના બિલ્ડર જેરામ કુંડારિયા દ્વારા પોતાના ઘરે ઊંઘની ગોળીનો ઓવરડોઝ લઈને આપઘાતનો પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ મામલાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જ્યારે આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી અને આપઘાતનો પ્રયાસ કરનારની તે જે સ્થિતિ હતી તેને જોઈને પોલીસ દ્વારા આ મામલે મેજિસ્ટ્રેટને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સમક્ષ જ જેરામ કુંડલીયાનું ડિડી લેવામાં આવ્યું હતું. જ્યારે જેરામ કુંડારીયાએ પોતાના નિવેદનમાં બે લોકો વિરુદ્ધ વ્યાજખોરોની ફરિયાદ પણ નોંધાવી હતી. જેના આધારે ગાંધીગ્રામ પોલીસે આ ગુનાના એક આરોપીને પકડી પાડ્યો હતો અને અન્ય આરોપીને પકડવાની તજવીજ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો Porbandar News : કુતિયાણામાં સરકારી અનાજને બારોબાર વેચી મારવાનું કૌભાંડ, 4 આરોપીની અટકાયત

સ્યુસાઇડ નોટ મામલે ડીસીપીએ કર્યો ખુલાસો: સુધીર દેસાઈએ સ્યુસાઇડ નોટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યારે અમારી પાસે જે પોલીસ ફરિયાદ આવી છે અને જે ડીડી જેરામ કુંડારિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તે અંતર્ગત અમે તપાસ કરી રહ્યા છીએ. જ્યારે જેરામ કુંડારિયા દ્વારા રાકેશ નથવાણી અને ઠાકરશી પટેલ નામના બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. જેના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ.

રાજકોટના નામાંકિત બિલ્ડર: ઉલ્લેખનીય છે કે જેરામ કુંડારીયાએ રાજકોટના નામાંકિત બિલ્ડર છે અને તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ હાલ સોશિયલ એક સુસાઇડ નોટ એક વાયરલ થઈ છે. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું સહિતના લોકોનું પણ નામ છે. જોકે પોલીસ દ્વારા આ અંગે ડિસીપીએ જણાવાયું હતું કે જેરામ કુંડારિયાએ જે ફરિયાદ આપી છે અને ડીડી આપ્યું છે તેમાં આ પ્રકારની કોઈ વિગત હજુ સુધી સામે આવી નથી.

આ પણ વાંચો karnataka news: શ્વાનના કારણે થઇ લડાઈ, વૃદ્ધાને બેટ વડે માર માર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.