ETV Bharat / state

ભાદર-2 ડેમ એક જ મહિનામાં ત્રીજી વખત ઑવરફ્લો, જુઓ ડ્રૉનની નજરે અદભૂત નજારો...

author img

By

Published : Aug 15, 2020, 5:05 PM IST

Etv Bharat
ભાદર 2 ડેમ એક જ મહિનામાં ત્રીજી વખત ઑવરફ્લો

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજ્યના મોટા ભાગના ડેમમાં નવા નીરની આવક જોવા મળી હતી.

રાજકોટ: જિલ્લાના ધોરાજી શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણેે ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલો ભાદર-2 ડેમ ઑવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા ડેમના 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ભાદર-2 ડેમના ટોટલ 22 દરવાજા છે. હાલ ભાદર-2 ડેમમાં 13,800 ક્યૂસેક પાણીની આવક સામે કુલ 13,800 ક્યૂસેક પાણીની જાવક જોવા મળી રહી છે. ભાદર-2 ડેમ વર્ષ 2000માં બાંધવામાં આવ્યો છે.

ભાદર 2 ડેમ એક જ મહિનામાં ત્રીજી વખત ઑવરફ્લો

ભાદર-2 ડેમ કુલ 53.10 ફૂટની સપાટી ધરાવે છે. આ ડેમ એક જ મહિનામાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ભાદર-2 ડેમની નીચેના ભાગમાં ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર પંથકના નીંચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.