ETV Bharat / state

લોકડાઉન બાદ આંશિક છુટછાટ મળતા રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ વિવિધ પાકની મબલખ આવક સાથે ફરી ધમધમતું થયું

author img

By

Published : Jun 8, 2021, 5:44 PM IST

કોરોનાના કેસમાં ઘટાડાને પગલે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઉદ્યોગોને છુટછાટ આપવામાં આવી છે ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પણ કપાસ અને મગફળી જેવા પાકની આવકને મંજૂરી અપાઈ છે. યાર્ડની બહાર પોતાની જણસો સાથે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, ઉપરાંત પાકમાંથી મળતી સારી ઉપજને કારણે ખેડૂતોમાં ખૂશી જોવા મળી રહી છે.

બેડી
બેડી

  • રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતોએ લગાવી લાંબી કતારો
  • યાર્ડ ફરી શરૂ થતા ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ
  • અન્ય પાકની આવક જાહેરાત બાદ શરુ કરવામાં આવશે

રાજકોટ: જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસ સહિતના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહ્યા છે. આંશીક લોકાડાઉનમાં મૂક્તિ મળતાં માર્કેટીંગ યાર્ડ પુનઃ ધમધમતા થયા છે. જેને લઈને રાજકોટ સહિત આસપાસના ગામોમાં વસતા ખેડૂતોને હવે રાહત થઈ છે. આગામી દિવસોમાં વાવણીનો સમય આવે એ પહેલા યાર્ડ ધમધમતા થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ શુક્રવારથી રાબેતા મુજબ શરૂ થશે

કપાસ અને મગફળી સહિત જીરૂના પાકની આવક

બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે ગઈકાલે સોમવારના રોજ 2,160 ક્વિન્ટલ મગફળી, કપાસ BT 1,200 ક્વિન્ટલ, ધાણા 1400 ક્વિન્ટલ અને જીરૂ 1800 ક્વિન્ટલ આવક સહિત કુલ 16,135 ક્વિન્ટલ વિવિધ જણસોની આવક થઇ છે. જેમાં મગફળી જાડી 1,400 કવીન્ટલ તથા મગફળી ઝીણી 760 ક્વિન્ટલનો સમાવેશ થાય છે. જેમાં રજકાના બિયારણના 20 કિલોના મહત્તમ 5,000 રૂપિયા ઉપજ્યા છે.

આ પણ વાંચો: રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં નવી આવક પર રોક

જણસોની હરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને આધારે શરૂ કરાશે

યાર્ડ દ્વારા અગામી દિવસોમાં બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી લસણ, ચોળી, તુવેર, શિંગદાણા, શિંગફાડા, કાળાતલ, જીરૂ અને મગની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. આથી આવક બાબતની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિં જેની સબંધકર્તા તમામે ખાસ નોંધ લેવી. કપાસની આવક રાબેતા મુજબ લેવામાં આવશે. તમામ જણસોની હરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઇ ચાલુ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા રાજકોટ માર્કેટીંગ યાર્ડની યાદીમાં સૂચન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.