ETV Bharat / state

Ram Mandir: જલારામ ધામ વીરપુરના 50 સ્વયં સેવકો અયોધ્યામાં રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ બનાવી રહ્યા છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 5:30 PM IST

જગ વિખ્યાત યાત્રાધામ જલારામ ધામ, વીરપુરના 50 સ્વયં સેવકો દ્વારા અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મહાપ્રસાદ બનાવવાનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આ સ્વયં સેવકો રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ તૈયાર કરી રહ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Ayodhya Ram Mandir 22 January Veerpur Jalaram Dham 50 Volunteers Mahaprasad 10 to 15000 Boxes Per Day

જલારામ ધામ વીરપુરના 50 સ્વયં સેવકો અયોધ્યામાં બનાવી રહ્યા છે મહાપ્રસાદ
જલારામ ધામ વીરપુરના 50 સ્વયં સેવકો અયોધ્યામાં બનાવી રહ્યા છે મહાપ્રસાદ

રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ તૈયાર થઈ રહ્યા છે

રાજકોટ: 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. જેમાં વીરપુર જલારામ મંદિર તરફથી તા. 22 અને 23 જાન્યુઆરી એમ 2 દિવસ તમામ દર્શનાર્થીઓને મહાપ્રસાદ મગજ પૂરો પાડવામાં આવશે. પ્રસાદની તૈયારી માટે વીરપુરથી જલારામ મંદિરના 50 સ્વયં સેવકોનું એક મંડળ અયોધ્યા પહોંચી ગયું છે. આ સ્વયં સેવકો રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ તૈયાર કરી રહ્યા છે.

મહા પ્રસાદ બનાવવાનો ધમધમાટઃ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત એવા તમામ ભક્તોને જલારામ મંદિર, વીરપુર તરફથી મહાપ્રસાદના બોક્સ આપવામાં આવશે. આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જલારામ મંદિર તરફથી 50 સ્વયં સેવકોનું એક મંડળ અઠવાડિયા પૂર્વે વીરપુરથી અયોધ્યા પહોંચી ગયું છે. આ મંડળ જલારામ મંદિરના ગાદી પતિ પૂજ્ય રઘુરામ બાપાની સીધી દેખરેખ હેઠળ મહાપ્રસાદ મગજનો પ્રસાદ બનાવી રહ્યા છે. આ સ્વયં સેવકો રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ તૈયાર કરી રહ્યા છે.

અંદાજીત ચારેક લાખ જેટલાં દર્શનાર્થીઓને મહાપ્રસાદ મગજ આપવાની ગણતરી છે
અંદાજીત ચારેક લાખ જેટલાં દર્શનાર્થીઓને મહાપ્રસાદ મગજ આપવાની ગણતરી છે

પુષ્કળ સામગ્રી અયોધ્યા પહોંચાડાઈઃ અંદાજીત ચારેક લાખ જેટલાં દર્શનાર્થીઓને મહાપ્રસાદ મગજ આપવાની ગણતરી છે. તેથી આ મહાપ્રસાદનું નિર્માણ વિશાળ માત્રામાં થઈ રહ્યું છે. જેના માટે મોટા ચુલાઓ, વિશાળ વાસણો, અનાજ, કરિયાણું, ઘી, ચણાનો લોટ વગેરે સામગ્રી વીરપુરથી અયોધ્યા પહેલેથી જ પહોંચાડી દેવાયું છે. અયોધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠાના 2 દિવસ દરમિયાન પ્રસાદ ઉપરાંત ભગવાન શ્રી રામને આજીવન સવાર સાંજ થાળ પણ જલારામ ધામ, વીરપુર દ્વારા ધરાવવામાં આવશે. આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી વીરપુરવાસીઓ અને સમગ્ર વિશ્વમાં વસતા જલારામ બાપાના ભક્તોમાં ખુશી વ્યાપી ગઈ છે.

વીરપુર જલારામ મંદિર તરફથી અયોધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠાના તા. 22 અને 23 જાન્યુઆરી એમ 2 દિવસ તમામ દર્શનાર્થીઓને મહાપ્રસાદ મગજ પૂરો પાડવામાં આવશે. જલારામ મંદિરના 50 સ્વયં સેવકોનું એક મંડળ અયોધ્યામાં રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ તૈયાર કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને આજીવન સવાર સાંજ થાળ પણ જલારામ ધામ, વીરપુર દ્વારા ધરાવવામાં આવશે. આ જાહેરાતથી જ દરેક ભક્તોમાં ખુશી વ્યાપી ગઈ છે...રમેશ ગઢીયા(સ્વયં સેવક, જલારામ ધામ, વીરપુર)

  1. Morbi News: ધન ઘડી ઘન ભાગ મારા કે મારા રામે મને યાદ કરી, મોરબીના વૃદ્ધાને મળ્યું આમંત્રણ
  2. Vadodara News : વડોદરાથી અયોધ્યા સાયકલ યાત્રા પર ઉપડ્યાં યુવાનો, જાણો સમગ્ર કાર્યક્રમ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.