ETV Bharat / state

દેવાયત ખવડની ધરપકડ ન કરવા મુદ્દે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપ

author img

By

Published : Dec 13, 2022, 5:46 PM IST

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા નામના યુવક પર હુમલા (youth attacked by Devayat Khavad )બાદ પોલીસ ફરિયાદ થઈ હતી. આ કેસમાં હજુ પણ દેવાયત ખવડ અને તેના સાગરીત પકડાયાં નથી. જેને લઇને મયૂરસિંહ રાણાના પરિવાર દ્વારા પોલીસ પર ખવડને છાવરવાના ગંભીર આક્ષેપ (Allegation of Myursingh Rana family )સાથે આરોપીઓને ઝડપથી પકડવામાં (Demand to arrest Devayat Khavad )આવે તેવી માગણી કરી છે.

દેવાયત ખવડની ધરપકડ ન કરવા મુદ્દે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપ
દેવાયત ખવડની ધરપકડ ન કરવા મુદ્દે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપ

મયૂરસિંહ રાણાના પરિવાર દ્વારા પોલીસ પર ખવડને છાવરવાના ગંભીર આક્ષેપ

રાજકોટ લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Folk writer Devayat Khavad ) અને તેના સાગરીત દ્વારા રાજકોટના સર્વેશ્વર ચોક પર મયૂરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલા (youth attacked by Devayat Khavad ) બાદ પોલીસ ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ દેવાયત ખવડ અને તેનો સાગરીત હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. જેને લઇને મયૂરસિંહ રાણાના પરિવાર(Allegation of Myursingh Rana family ) દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ ( Allegation of Myursingh Rana family ) કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ દેવાયત ખવડને (Devayat Khavad )છાવરતી હોવાનું જણાવ્યું છે. જ્યારે દેવાયત ખવડની જલ્દીમાં જલ્દી ધરપકડ થાય તેવી પરિવારજનોએ માંગણી કરી છે.

ખવડના પોલીસ અધિકારીઓ સાથે ગાઢ સંબંધ મયૂરસિંહ રાણાના પરિવારજનોએ દેવાયત ખવડ પર અને પોલીસ પર પણ આક્ષેપ (Allegation of Myursingh Rana family )કર્યો છે. જેમાં જણાવ્યું છે કે દેવાયત ખવડને અનેક પોલીસ અધિકારીઓ સાથે ગાઢ સંબંધ છે. જ્યારે મોડી રાત સુધી દેવાયત ખવડના ઘરે પોલીસની વાન પડી હોય છે અને ઘરમાં ડાયરા થતા હોય છે. જ્યારે હત્યા અને ચોરી જેવા ગુન્હાના આરોપીઓને પોલીસ ગણતરીના કલાકોમાં જ પકડી લે છે. એવામાં દેવાયત ખવડની હજુ સુધી પોલીસે કેમ ધરપકડ કરી (Demand to arrest Devayat Khavad )નથી. આ ઘટના બની તેના છ દિવસ વીત્યા છતાં હજુ પણ પોલીસ દ્વારા દેવાયત ખવડની ધરપકડ કરાઈ નથી.

દેવાયત ખવડનું સરઘસ કાઢવામાં આવે જ્યારે વધુમાં મયૂરસિંહ રાણાના પરિવારજનોએ (Allegation of Myursingh Rana family )પોલીસ પાસે માંગણી કરી છે કે દેવાયત ખવડને પણ જે અન્ય ગુ્નાઓના આરોપીઓ હોય તેની જેમ જ ટ્રીટમેન્ટ આપવામાં આવે, જ્યારે આ પ્રકારના ગુનેગારોનું પોલીસ સરઘસ કાઢતી હોય છે. ત્યારે દેવાયત ખવડનું પણ સરઘસ કાઢવામાં આવે અને તેને કોઈપણ પ્રકારની વીવીઆઈપી ટ્રીટમેન્ટપોલીસ દ્વારા ન આપવામાં આવે તેવી પણ માગણી (Demand to arrest Devayat Khavad )કરી છે.

શું બની હતી ઘટના રાજકોટ લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad) સહિત બે લોકોએ એક યુવાન ઉપર ધોકા અને પાઇપ વડે ઘાતકી હુમલો (youth attacked by Devayat Khavad ) કર્યો હતો.જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. લોકસાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા આ પ્રકારે યુવાન પર જાહેરમાં હુમલો કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત તેના સાગરીત દ્વારા 8 ડીસેમ્બરે બપોરના સમયે એક કારમાં આવીને સર્વેશ્વર ચોકમાં મયૂરસિંહ રાણા નામના યુવાન ઉપર ધોકા અને પાઇપ વડે અચાનક હુમલો કર્યો હતો. જેમાં મયુરસિંહ રાણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇને મયૂરસિંહ રાણાના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચતાં પોલીસ દ્વારા હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મયૂરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે જૂની અદાવત ચાલતી હતી. જે મામલે આ હુમલો થયાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે પાર્કિંગ બાબતે જૂની અદાવત હતી તે મામલે પોલીસ અરજીઓ પણ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.