ETV Bharat / state

Rajkot Loot: રાજકોટમાં વેપારીને આંખમાં મરચું નાખી લૂંટ ચલાવનાર 9 શખ્સોની ધરપકડ

author img

By

Published : Mar 28, 2023, 10:57 PM IST

રાજકોટના માલવીયાનગરમાં પોલીસે બે લાખની લૂંટ કરનાર 9 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે. દુકાનમાં જ કામ કરતાં શખ્સે આ સમગ્ર લૂંટનો પ્લાન રચ્યો હતો. વેપારી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની પાસે રહેલા રોકડા રૂપિયાની લૂંટ ચલાવીને આ શખ્સો ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

આંખમાં મરચું નાખી લૂંટ ચલાવનાર 9 શખ્સોની ધરપકડ
આંખમાં મરચું નાખી લૂંટ ચલાવનાર 9 શખ્સોની ધરપકડ

આંખમાં મરચું નાખી લૂંટ ચલાવનાર 9 શખ્સોની ધરપકડ

રાજકોટઃ માલવીયાનગરમાં વેપારીને આંખમાં મરચું નાખીને બે લાખની રોકડ રકમની લૂંટ કરનાર 9 જેટલા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં ત્રણ જેટલા શખ્સો સગીર છે. આ તમામ લોકોએ ભેગા મળીને લૂંટનો પ્લાન કર્યો હતો. હાલ આ તમામ શખ્સોની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતના 1400 કિલો ચાંદીની લૂંટનું MP કનેક્શન, ભાજપના નેતાના કૂવામાંથી મળ્યો માલસામાન

આંખમાં મરચું નાખી લૂંટ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપર કટલેરીની દુકાન ધરાવતા જીતેન્દ્રભાઈ પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન કાલાવડ રોડ પર અજાણ્યા શખ્સોએ તેમની આંખમાં મરચાની ભૂકી છાંટી હતી. જેના કારણે તેઓએ પોતાના મોપેડ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને જમીન ઉપર પટકાયા હતા. ત્યારબાદ આ શખ્સો તેમનું મોપેડ લઈને ભાગી છુટ્યા હતા. તેમના મોપેટની ડેકીમાં અંદાજિત રોકડા બે લાખ હતા. જે શખ્સો લૂંટીને નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Fraud On The Name Of Govt Scheme : સરકારી યોજનાઓના નામે છેતરપિંડીના નવા રસ્તા

દુકાનમાં કામ કરતા શખ્સે જ ઘડ્યો પ્લાન: આ ઘટનાને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટમાં નાઈટ મેરેથોનની રાતે માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં એક લુંટની ઘટના બની હતી. જેમાં કટલેરીના વેપારીને આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવવામાં આવી હતી. જેને લઈને રાજકોટ પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને આરોપીઓને પકડી પાડ્યા હતા. જેમાં સામે આવ્યું છે કે આ લૂંટનો પ્લાન લાલજી ઉર્ફ લાલો શ્યામજી વાવેસા નામના શખ્સે ઘડ્યો હતો. આ લૂંટમાં કુલ નવ જેટલા લોકો સામેલ હતા. આ તમામની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.