ETV Bharat / state

કાંધલ જાડેજા દ્વારા ભાદર-2 અને ખારા ડેમનું પાણી છોડાવાયું

author img

By

Published : Dec 14, 2020, 10:23 PM IST

ચોમાસામાં વધુ વરસાદને કારણે પોરબંદર અને જૂનાગઢ સહિતના ડેમો સંપૂર્ણ ભરાયા છે, ત્યારે જૂનાગઢ , રાજકોટ અને પોરબંદર જિલ્લાના અનેક ગામડાના ખેડૂતોને પિયતના પાણીની જરૂર પડી છે. જેથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના રૂપિયા દ્વારા ભાદર-2 અને ખારા ડેમનું પાણી છોડાવાયું હતું. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.

ETV BHARAT
કાંધલ જાડેજા દ્વારા ભાદર-2 અને ખારા ડેમનું પાણી છોડાવાયું

  • 3 જિલ્લાના ગામડાઓના ખેડૂતોને થશે લાભ
  • ભાદર-2 ડેમ સિંચાઈ યોજનામાં ધારાસભ્યએ 4,20,000 રૂપિયા ભરી પાણી છોડાવ્યું
  • ધારાસભ્યએ ખારા ડેમમાં રૂપિયા 1,05,100 ભર્યા
    કાંધલ જાડેજા દ્વારા ભાદર-2 અને ખારા ડેમનું પાણી છોડાવાયું

પોરબંદરઃ ચોમાસામાં વધુ વરસાદને કારણે પોરબંદર અને જૂનાગઢ સહિતના ડેમો સંપૂર્ણ ભરાયા છે, ત્યારે જૂનાગઢ , રાજકોટ અને પોરબંદર જિલ્લાના અનેક ગામડાના ખેડૂતોને પિયતના પાણીની જરૂર પડી છે. જેથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના રૂપિયા દ્વારા ભાદર-2 અને ખારા ડેમનું પાણી છોડાવાયું હતું. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.

કાંધલ જાડેજાએ ચૂંટણી સમયનો પોતાનો વાયદો નિભાવ્યો

ઉપલેટા પાસે આવેલા ભાદર-2 ડેમના સિંચાઇ યોજનામાં રૂપિયા 4,20,000 ભરી ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચૂંટણી સમયે કરેલો પોતાનો વાયદો નિભાવ્યો છે. જેથી ખેડૂતોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV BHARAT
કાંધલ જાડેજા દ્વારા ભાદર-2 અને ખારા ડેમનું પાણી છોડાવાયું

પાણીથી અનેક ગામને ફાયદો

જૂનાગઢ સિંચાઈ વિભાગમાં આવેલા ખારા ડેમ સિંચાઈ યોજનામાં ધારાસભ્યની રૂપિયા 1,05,100ની સહાયથી રેવદ્રા, તરખાઈ, ધરસન, થાપલા, ગઢવાણા, કોડવાવ અને મહિયારી સહિતના ગામડાઓના ખેડૂતોને ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.