ETV Bharat / state

Madhavpur Fair 2023 : આજે માધવપુર મેળામાં યોજાશે ભગવાન મધવરાય અને રૂકમણીના ભવ્ય લગ્નોત્સવ

author img

By

Published : Apr 2, 2023, 5:05 PM IST

માધવપુરમાં આજે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીનો ભવ્ય લગ્નોત્સવ યોજાશે. લોકોમાં અનેરો ઉત્સાહ છે. ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ પાંચ દિવસ માધવપુરનો ધાર્મિક મેળો યોજવામાં આવે છે.

Madhavpur Fair 2023 : આજે માધવપુર મેળામાં યોજાશે ભગવાન મધવરાય અને રૂકમણીનો ભવ્ય લગ્નોત્સવ
Madhavpur Fair 2023 : આજે માધવપુર મેળામાં યોજાશે ભગવાન મધવરાય અને રૂકમણીનો ભવ્ય લગ્નોત્સવ

Madhavpur Fair 2023 : આજે માધવપુર મેળામાં યોજાશે ભગવાન મધવરાય અને રૂકમણીનો ભવ્ય લગ્નોત્સવ

પોરબંદર : પોરબંદરથી વેરાવળ જતા કોસ્ટલહાઇવે ઉપર માધવપુર(ઘેડ) 60 કિ.મી.ના અંતરે આવેલ છે. આ ધાર્મિક સ્થળ હિંદુઓ માટે આસ્થા અને શ્રધ્ધાનું સ્થાનક છે. ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં પરંપરાથી અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ પાંચ દિવસ માધવપુરનો ધાર્મિક મેળો યોજવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણની જાન : આ મેળામાં ચૈત્રી બારસના રોજ પરંપરાગત રીતે ભગવાન શ્રીકૃષ્ણની જાન રંગેચંગે ગામના મુખ્યમાર્ગેથી રાસ અને ગરબાની રમઝટ સાથે ભાવિકજનોના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચોરી માયરા ખાતે લઇ જવામાં આવશે. જયાં ભગવાન શ્રીકૃષ્ણનું રીતિરીવાજ અનુસાર સામૈયું કરી ચૌરી માયરા ખાતે રૂક્ષ્મણીજી સાથે વિવાહ ઉત્સવ વિધિવિધાન સાથે યોજાશે.

આ પણ વાંચો : Madhavpur Fair 2023 : માધવપુરના મેળાને માણતા આસામના વિદ્યાર્થીઓ

દ્રશ્ય અલૌકિક અનુભુતિ કરાવે છે : આ પ્રસંગ પાંચ દિવસ સુધી ઉજવાય છે. જેમાં ચૈત્રી નવરાત્રીના નોમથી અગીયારસ સુધી ભગવાન શ્રીકૃષ્ણનું ગામમાં ફુલેકૂં કાઢવામાં આવે છે. જેને વર્ણઅંગી પણ કહે છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે. ત્યારબાદ બારસને દિવસે કડછ ગામના લોકો મામેરૂં લઇને ધજા પતાકા અને ઘોડેસ્વાર સાથે રંગે ચંગે માધવપુર ખાતે પધારે છે. જેને લોકો સન્માન સાથે પરંપરાગત રીતે આવકારે છે. જયારે સાંજે શ્રીકૃષ્ણની જાન માધવરાયના નીજ મંદિરથી આખા ગામમાં રાસ ગરબા અને લગ્નગીતોની રમઝટ બોલાવતા ગ્રામજનો સાથે નીકળે છે. ભગવાન શ્રીકૃષ્ણના રૂક્ષ્મણીજીના હરણની પરંપરા અનુસાર ગામના ભાગોળથી ભગવાન શ્રીકૃષ્ણના રથને દોડાવવામાં આવે છે. જે દ્રશ્ય અલૌકિક અનુભુતિ કરાવે છે. ચૌરી માયરા ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયું કર્યા બાદ ચૌરી માયરા ખાતે લગ્ન વિધી સંપન્ન થાય છે.

આ પણ વાંચો : Madhavpur National Level Fair 2023 : માધવપુર રાષ્ટ્રીય કક્ષાના મેળાનું CM ભુપેન્દ્ર પટેલ કરશે ઉદ્દઘાટન, તંત્ર દ્વારા તડામાર તૈયારી

તેરસના દિવસે જાન મધવરાય હવેલીએ પહોંચે છે : બીજે દિવસે બપોરે ભગવાન શ્રીકૃષ્ણની જાન પરત માધવપુર નીજમંદિર ખાતે પધારે છે. અબીલ ગુલાલની છોડોથી આખું માધવપુર લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આમ કૂલ પાંચ સુધી આ લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. આ પાંચે દિવસ સુધી માધવપુર ખાતે લોકમેળો ભરાય છે. ઉલ્લેખનીય છે કે. આ વર્ષે માધવપુર ખાતે વિશેષરૂપે રાજય સરકાર દ્વારા માધવપુર ખાતે રાજયના ટુરીઝમ વિભાગના ઉપક્રમે પાંચ દિવસ સુધી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પાંચેય દિવસ સુધી દેશના જુદજુંદા રાજયો અરૂણાચલ, મણીપુર, આસામ સહિતના રાજયોના તથા સ્થાનિક કલાકારોએ તેઓની નૃત્ય, લોકનાટય તથા અન્ય કલાઓની રજૂઆત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.