ETV Bharat / state

રાણાવાવ નજીક આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફા સુધીનો રસ્તો રીપેર કરવા લોક માંગ ઉઠી

author img

By

Published : Dec 20, 2020, 7:04 PM IST

પોરબંદરના રાણાવાવ નજીક બરડા ડુંગર પાસે આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફાની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવે છે. પરંતુ અહીં આવતા પ્રવાસીઓને રસ્તાના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે લોકોએ રસ્તો વહેલી તકે બની જાય તેવી માંગ કરી હતી.

રાણાવાવ નજીક આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફા સુધીનો રસ્તો રીપેર કરવા લોક માંગ ઉઠી
રાણાવાવ નજીક આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફા સુધીનો રસ્તો રીપેર કરવા લોક માંગ ઉઠી

  • શ્રી કૃષ્ણ અને જાંબુવતીના લગ્ન થયા હતા આ સ્થળ પર
  • જાંબુવતી ગુફાના દર્શનાર્થે આવે છે અનેક પ્રવાસીઓ
  • તાજેતરમાં સાંસદે પણ જાંબુવતી ગુફાની લીધી હતી મુલાકાત

પોરબંદર :જિલ્લાના રાણાવાવ નજીક બરડા ડુંગર પાસે આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફાની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવે છે. પરંતુ અહીં આવતા પ્રવાસીઓને રસ્તા ના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રાણાવાવમાં આવેલ રેલવે ફાટકથી જાંબુવતી ગુફા સુધી જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માત થવાનો પણ ભય રહે છે. ત્યારે તાજેતરમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુકે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં લગભગ આ રસ્તો થઈ જવાની ખાતરી આપેલ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેને તકલીફ ન પડે તે માટે લોકોએ પણ આ રસ્તો વહેલી તકે બની જાય તેવી માંગ કરી છે.

રાણાવાવ નજીક આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફા સુધીનો રસ્તો રીપેર કરવા લોક માંગ ઉઠી
બરડા ડુંગરમાં આવેલી છે જાંબુવતી ગુફા
પોરબંદર જિલ્લાના રાણાવાવ પાસે આવેલ બરડા ડુંગરમાં જાંબુવતી ગુફા આવેલ છે. જેમાં એક મણી માટે જાંબુવંત અને શ્રીકૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં શ્રી કૃષ્ણ જીતી જતા મણી આપવા માટે જાંબુવને તેની પુત્રી જાંબુવતી સાથે લગ્ન કરવાની શરત રાખી હતી. યુદ્ધમાં જીતી જતા શ્રીકૃષ્ણ સાથે જાંબુવતીના લગ્ન આ સ્થળ પર કરવામાં આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.