ETV Bharat / state

પોરબંદરના ખેડૂતની ખુમારી, 3 વિઘાના 1800 મણ ટમેટા જરૂરિયાતમંદોને વિનામૂલ્યે આપ્યા

author img

By

Published : Apr 20, 2020, 1:54 PM IST

Updated : Apr 20, 2020, 6:41 PM IST

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનાં કારણે અનેક સમસ્યાઓનું નિર્માણ થયું છે. લોકડાઉનના કારણે ભારતમાં રહેતા જરૂરિયાતમંદોના સહારે અનેક સંસ્થાઓ, સેલીબ્રિટીઓ આગળ આવીને સહાય કરતી હોય છે. ખેડૂત જગતનો છે. ખેડૂતોના સહકારથી કોઈપણ કાર્ય સફળ થતું હોય છે. કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં સૌને આજીવિકાની ચિંતા હોય છે. ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતે કોરોના સામેની લડાઈમાં સરકાર અને સમાજને સાથ આપવા સેવાનું મોટું કાર્ય કર્યું છે.

પોરબંદર
પોરબંદર

પોરબંદર: શહેરના ઓડદર ગામના ખેડૂત હમીરભાઇ ઓડેદરાએ કોરોના મહામારીમાં પોતે પણ દેશ માટે કંઇક કરી બતાવવાની ઇચ્છા સાથે તથા લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદોને કોઇ મુશ્કેલી ન થાય અને ભોજન મળી રહે તે માટે હમીરભાઇએ પણ પોતાનાથી બનતી મદદ કરીને અન્ય લોકોને પ્રેરણા પુરી પાડી છે. જમીનના 3 વિઘાના 1800 મણ ટમેટા માર્કેટીંગ યાર્ડ ખાતે વેચવાને બદલે જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વિતરણ કર્યા હતા.

આ સંદર્ભે ખેડૂત હમીરભાઇએ કહ્યું કે, કોરોના મહામારી સામે બધા કંઇકને કંઇક મદદ કરી રહ્યા છે. ત્યારે મારી વાડીમાં ઉગેલા ટમેટા પણ જરૂરિયાતમંદોને વિતરણ કરી શકાય. જેથી રતનપરના પૂર્વ સરપંચ ભીમભાઇ ઓડેદરાનો સંપર્ક કર્યો અને ભીમભાઇ તથા તેમના સાથીદારોએ ટમેટા ઉતારીને જરૂરિયાતમંદોને વિતરણ કર્યા હતા. આમ ઓડદર ગામના ખેડૂતની પ્રસંશનીય કામગીરીથી પોરબંદરના નવીબંદર વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદોને 1800 મણ ટમેટા વિતરણ કરાયા હતા.

Last Updated : Apr 20, 2020, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.