ETV Bharat / state

પોરબંદરના ચૌટા ગામમાં બાળ પોષણ અભિયાનમાં પ્રભારી સચિવે આપ્યુ માર્ગદર્શન

author img

By

Published : Feb 1, 2020, 4:06 AM IST

રાજ્યમાં એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે સ્વસ્થ સમાજના નિર્માણ અર્થે રાજ્ય સરકારે ગુજરાત પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. પોરબંદર જિલ્લામાં શરૂ થયેલા આ અભિયાનમાં સતત બીજા દિવસે ઉપસ્થિત રહેલા પ્રભારી સચિવ એમ.જે.ઠક્કરે પોરબંદર જિલ્લાનાં વિવિધ ગામોનાં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઇને ચૌટા ગામમાં પોષણ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કહ્યુ કે, પોરબંદર જિલ્લાની તમામ 489 આંગણવાડી કેન્દ્રોમાં માત્ર 214 બાળકો અલ્પપોષિત છે. આ તમામ કુપોષિત બાળકોને એક વર્ષની અંદર પોષિત કરીને પોરબંદર જિલ્લાને સ્વસ્થ અને તંદુરસ્ત જિલ્લો બનાવવો છે.

A
પોરબંદરનાો ચૌટા ગામમાં બાળ પોષણ અભિયાનમાં પ્રભારી સચિવે આપ્યુ માર્ગદર્શન

પ્રભારી સચિવએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે શારીરિક રીતે નબળા આ બાળને તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમાં જો ગામલોકોનો પણ સહકાર મળી રહે તો આપણે લક્ષિત કરેલા સમય કરતા પણ વહેલાસર આ બાળકોને સ્વસ્થ બનાવી શકીશું. પ્રભારી સચિવ એ વધુમાં કહ્યું કે આ એક સામાજિક સેવા અને સામાજિક દાયિત્વનુ પણ કામ છે .

A
પોરબંદરનાો ચૌટા ગામમાં બાળ પોષણ અભિયાનમાં પ્રભારી સચિવે આપ્યુ માર્ગદર્શન
ગુજરાત ના તમામ બાળકોને કુપોષિત મૂક્ત બનાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ શરૂ કરેલા પોષણ અભિયાનને ખરા અર્થમાં આપણે સાર્થક કરવુ છે તેમ જણાવીને સમાજ શ્રેષ્ઠીઓ નબળા બાળકના પાલક બને અને સરકારની યોજનાઓનો તેમને પૂરેપૂરો લાભ મળે તે માટે જાગૃત રહે, વાલીઓ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લે તો પણ ગામમાં એક પણ કુપોષિત રહેશે નહી .બાળકોને લીલા શાકભાજી ,વિટામિન યુક્ત ખોરાક, દેશી ખોરાક તેમજ તેની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પણ જાગૃત રહેવા અને બિમારી વખતે યોગ્ય સારવાર કરાવવા પણ જણાવ્યું હતું. જિલ્લામાં માતા મરણદર અને બાળ મરણદર વધુને વધુ ઘટે તેવા પ્રયત્નો સરકાર દ્રારા કરવામાં આવે છે.
A
પોરબંદરનાો ચૌટા ગામમાં બાળ પોષણ અભિયાનમાં પ્રભારી સચિવે આપ્યુ માર્ગદર્શન
પ્રભારી સચિવે વધુમાં કહ્યુ કે, પોષણ અભિયાનમાં મુખ્ય યોગદાન પાલક વાલીઓનુ છે. પોરબંદર જિલ્લાનું એક પણ બાળક લાલ કે પીળા ઝોનમાં ન રહે અને સમસ્ત પોરબંદર જિલ્લો તંદુરસ્ત રહે તે માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં રહે છે. તથા જિલ્લાના અધિકારીઓ પણ કુપોષિત બાળકોને પોષિત બનાવવા દત્તક લે તેવો અનુરોધ કર્યો હતો.પોષણ અભિયાનમાં સૌ કોઇ જોડાય જન જન સુધી પોષણ અભિયાનનો સંદેશો પહોંચે તે હેતુથી બાળ તંદુરસ્ત હરિફાઇ, વાનગી હરિફાઇ, ચિત્રસ્પર્ધાનાં વિજેતાઓને ઇનામ વિતરણ કરી અને ધાત્રીમાતાઓને અન્નપ્રાસન, માતૃશક્તિ અને ટી.એચ.આરનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
A
પોરબંદરનાો ચૌટા ગામમાં બાળ પોષણ અભિયાનમાં પ્રભારી સચિવે આપ્યુ માર્ગદર્શન
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાળા, ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ શિલ્પાબેન બાપોદરા તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Intro:પોરબંદર જિલ્લાના ચૌટા ગામમાં બાળ પોષણ અભિયાનમાં માર્ગદર્શન આપતા પ્રભારી સચિવ



રાજ્યમાં એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે સ્વસ્થ સમાજના નિર્માણ અર્થે રાજ્ય સરકારે ગુજરાત પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. પોરબંદર જિલ્લામાં શરૂ થયેલા આ અભિયાનમાં સતત બીજા દિવસે ઉપસ્થિત રહેલા પ્રભારી સચિવ એમ.જે.ઠક્કરે પોરબંદર જિલ્લાનાં વિવિધ ગામોનાં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઇને ચૌટા ગામમાં પોષણ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કહ્યુ કે, પોરબંદર જિલ્લાની તમામ ૪૮૯ આંગણવાડી કેન્દ્રોમાં માત્ર ૨૧૪ બાળકો અલ્પપોષિત છે. આ તમામ કુપોષિત બાળકોને એક વર્ષની અંદર પોષિત કરીને પોરબંદર જિલ્લાને સ્વસ્થ અને તંદુરસ્ત જિલ્લો બનાવવો છે.

પ્રભારી સચિવએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે શારીરિક રીતે નબળા આ બાળને તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમાં જો ગામલોકોનો પણ સહકાર મળી રહે તો આપણે લક્ષિત કરેલા સમય કરતા પણ વહેલાસર આ બાળકોને સ્વસ્થ બનાવી શકીશું. પ્રભારી સચિવ એ વધુમાં કહ્યું કે આ એક સામાજિક સેવા અને સામાજિક દાયિત્વ નુ પણ કામ છે .

ગુજરાત ના તમામ બાળકોને કુપોષિત મૂક્ત બનાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ શરૂ કરેલા પોષણ અભિયાનને ખરા અર્થમાં આપણે સાર્થક કરવુ છે તેમ જણાવીને સમાજ શ્રેષ્ઠીઓ નબળા બાળકના પાલક બને અને સરકારની યોજનાઓનો તેમને પૂરેપૂરો લાભ મળે તે માટે જાગૃત રહે, વાલીઓ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લે તો પણ ગામમાં એક પણ કુપોષિત રહેશે નહી .

બાળકોને લીલા શાકભાજી ,વિટામિન યુક્ત ખોરાક, દેશી ખોરાક તેમજ તેની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પણ જાગૃત રહેવા અને બિમારી વખતે યોગ્ય સારવાર કરાવવા પણ જણાવ્યું હતું. જિલ્લામાં માતા મરણદર અને બાળ મરણદર વધુને વધુ ઘટે તેવા પ્રયત્નો સરકાર દ્રારા કરવામાં આવે છે.

પ્રભારી સચિવે વધુમાં કહ્યુ કે, પોષણ અભિયાનમાં મુખ્ય યોગદાન પાલક વાલીઓનુ છે. પોરબંદર જિલ્લાનું એક પણ બાળક લાલ કે પીળા ઝોનમાં ન રહે અને સમસ્ત પોરબંદર જિલ્લો તંદુરસ્ત રહે તે માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં રહે છે. તથા જિલ્લાના અધિકારીઓ પણ કુપોષિત બાળકોને પોષિત બનાવવા દત્તક લે તેવો અનુરોધ કર્યો હતો.

પોષણ અભિયાનમાં સૌ કોઇ જોડાય જન જન સુધી પોષણ અભિયાનનો સંદેશો પહોંચે તે હેતુથી બાળ તંદુરસ્ત હરિફાઇ, વાનગી હરિફાઇ, ચિત્રસ્પર્ધાનાં વિજેતાઓને ઇનામ વિતરણ કરી અને ધાત્રીમાતાઓને અન્નપ્રાસન, માતૃશક્તિ અને ટી.એચ.આરનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાળા, ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ શિલ્પાબેન બાપોદરા તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.