ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં મેઘમહેર: કુલ 57.37 ઈંચ વરસાદ નોંધાયો, એક વર્ષ સુધી પાણીની નહીં રહે સમસ્યા

author img

By

Published : Sep 4, 2020, 7:42 PM IST

આ ચોમાસાની ઋતુમાં વરસાદની પ્રથમ એન્ટ્રી પોરબંદરમાં ધમાકેદાર રહી હતી અને ચારેકોર મેઘમહેર થઇ હતી. જેના કારણે પોરબંદર જિલ્લાના મોટાભાગના ડેમો છલકાઈ ગયાં હતાં ને અવારનવાર પડતાં વરસાદને કારણે પોરબંદર જિલ્લામાં આવેલ તમામ ડેમો છલકાઈ ગયાં છે. આથી હવે આવનાર એક વર્ષ સુધી લોકો માટે વપરાય એટલો પાણીનો જથ્થો ડેમમાં સંગ્રહાઇ ગયો છે જે પોરબંદર જિલ્લાના લોકો માટે ખુશીની વાત છે.

પોરબંદર જિલ્લામાં મેઘમહેર
પોરબંદર જિલ્લામાં મેઘમહેર

પોરબંદરઃ આ વર્ષે પોરબંદર જિલ્લાનો કુલ વરસાદ 57. 37 ઇંચ થયો હોઇ જેના કારણે પોરબંદર જિલ્લાની આસપાસના વિસ્તારોમાં અને પોરબંદરમાં આવનારા એક વર્ષ સુધી પાણીનો સંચય થશે અને એક વર્ષ સુધી પાણીની સમસ્યા નહીં રહે.પોરબંદર જિલ્લાના સિંચાઇ વિભાગના જણાવ્યાનુસાર પોરબંદર જિલ્લામાં ખારાશવાળો વિસ્તાર હોવાના કારણે સારંગપુર વિભાગ દ્વારા દરિયાનું પાણી નદીના મુખમાં પ્રવેશે નહીં અને નદીનું પાણી બીજીબાજુ સંગ્રહિત થાય તેવા હેતુસર tidal રેગ્યુલેટર ભરતી નિયંત્રક યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ યોજના કરલી ભરતી નિયંત્રક યોજના ગોસાબારા પાસે અને અસમાવતી રિવર ફ્રન્ટ પાસે છે જેમાં હાલ 1,546.64 મિલિયન ક્યુબિક ફીટ સુધી પૂર્ણ જળાશયની સપાટીએ પાણી ભરાયેલ છે જે નવ ગામોને લાભ કરશે.

પોરબંદર જિલ્લામાં મેઘમહેર
પોરબંદર જિલ્લામાં મેઘમહેર
જ્યારે કર્લી જળાશયને યોજના ટુકડાથી બાપોદરા તરફ જેમાં ૭૫૧ મિલિયન ક્યુબીક ફિટ પાણી પૂર્ણ જળાશયની સપાટી ભરાયેલ છે જે નવ ગામોને લાભકર્તા છે.આ ઉપરાંત ભાદર ભરતી નિયંત્રક યોજના ચીકાસા ગામ પાસે નરવાઈ મંદિર પાસે તે પણ 137.02 મિલિયન cubic feet પૂર્ણ જળાશયની સપાટી પર ભરાયેલ છે જે 13 ગામોને લાભકર્તા છે. ઓઝત ભરતી નિયંત્રક યોજના રાતિયા ગામ પાસે ઓજત નદી પર 107 મિલિયન ક્યુબીક ફિટ પૂર્ણ જળાશયની સપાટી થઈ ગઈ છે. મધુવંતી ભરતીની યંત્રથી યોજના પાતા ગામ પાસે માધવપુર ઘેડ 0.53 મિલિયન ક્યુબિક ફિટ પૂર્ણ જળાશય પાણીની સપાટી ભરાયેલ છે જે ત્રણ ગામોને પાણી આપે છે. મેઢા ક્રીક ભરતી નિયંત્રક યોજના મિયાણી પાસે ૧૬૩૦ મિલિયન ક્યુબીક પૂર્ણ જળાશયની સપાટી એ પાણી ભરાયેલ છે જે 13 ગામોને અને બરડા સાગર રિપ્લેનેશન સ્કીમ જે રીણાવાડા બરડા પંથકમાં આવેલ છે ૧૦૦૬ million cubic feet પૂર્ણ જળાશયની સપાટી એ પાણી ભરાયેલ છે જે 11 ગામોને લાભકર્તા છે. કાલંદરી સિંચાઈયોજના ઈશ્વરીયા કુતિયાણા પાસે જે 254 .93 મિલિયન ક્યુબીક ફિટ પૂર્ણ જળાશય સપાટીએ પાણી ભરાયેલ છે જે પાંચ ગામોને લાભકર્તા છે.
પોરબંદર જિલ્લામાં મેઘમહેર
પોરબંદર જિલ્લામાં મેઘમહેર
આ ઉપરાંત અમીપુર સિંચાઈયોજના અમીપુર કુતિયાણામાં આવેલ છે જે 778 .58 મિલિયન ક્યુબીક ફિટ જળાશયની વેસ્ટ વિયર ગેટની કામગીરીને કારણે પૂર્ણ ભરાઈ શકશે નહીં જે આઠ ગામોને લાભ મળે છે. અડવાણા સિંચાઈયોજના 92.26 મિલિયન ક્યુબીક પૂર્ણ જળાશય સપાટીથી પાણી ભરાયેલ છે. સારણ જળસંપતિ યોજના 60 મિલિયન ક્યુબીક ફીટ પૂર્ણ જળાશયની સપાટીએ પાણી ભરાયેલ છે. સોરઠી સિંચાઈ યોજના અડવાણા પાસે જે 298.72 મિલિયન cubic feet પૂર્ણ જળાશય સપાટીએ પાણી ભરાયેલ છે. ખંભાળા સિંચાઈ યોજના ૩૬૨ .૧૩ મિલિયન ક્યુબીક ફિટ પૂર્ણ જળાશયની સપાટીએ પાણી ભરાયેલ છે.આ ઉપરાંત ફોદાળા નેશ સિંચાઈ યોજના 834. 72 મિલિયન ક્યુબિક ફિટ પૂર્ણ જળાશયની સપાટીએ પાણી ભરાયેલ છે તેમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.કે વાલગોતરે જણાવ્યું હતું.
પોરબંદર જિલ્લામાં મેઘમહેર
આ વર્ષે પોરબંદર જિલ્લાનો કુલ વરસાદ 57. 37 ઇંચ થયો હોય જેના કારણે પોરબંદર જિલ્લાની આસપાસના વિસ્તારોમાં અને પોરબંદરમાં આવનારા એક વર્ષ સુધી પાણીનો સંચય થશે અને એક વર્ષ સુધી પાણીની સમસ્યા નહીં રહે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોરબંદર તાલુકામાં 1282 મિમી કુતિયાણામાં 1446 મિલી મિટર અને રાણાવાવમાં 1575 મિમી વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.