ETV Bharat / state

સરકારની સૂચના ન મળે ત્યાં સુધી પોરબંદરમાં માછીમારોને અન્ય શહેરોમાં ચાલીને ન જવા અપીલ કરાઈ

author img

By

Published : Mar 28, 2020, 4:12 PM IST

સરકારની સૂચના ન મળે ત્યાં સુધી પોરબંદરમાં માછીમારોને અન્ય શહેરોમાં ચાલી ને ન જવા અપીલ કરાઈ છે. કારણ કે, દિવસેને દિવસે કોરોના વાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે. જેથી રાજ્યસરકારે સૌ કોઈને બિનજરૂરી ઘરની બહાર નીકળવા માટે જણાવ્યું છે અને જો નિયમનો ભંગ થશે તો કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડકાઈથી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

સરકારની સૂચના ન મળે ત્યાં સુધી પોરબંદરમાં માછીમારોને અન્ય શહેરોમાં ચાલીને ન જવા અપીલ કરાઈ
સરકારની સૂચના ન મળે ત્યાં સુધી પોરબંદરમાં માછીમારોને અન્ય શહેરોમાં ચાલીને ન જવા અપીલ કરાઈ

પોરબંદરઃ વિશ્વભરમાં કોરોના વાઈરસનો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ તેની ઝપેટ આવી ગયો છે. જેથી દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું છે અને સૌને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે. રાજ્ય સરકાર પણ ગંભીરપણે આ નિયમોનું પાલન કરી રહી છે. જેના પગલે તંત્રએ પોરબંદરમાં માછીમારી કરીને પરત આવનાર માછીમારોને ચાલીને ઘરે જવાની મનાઈ ફરમાવી છે.

સરકારની સૂચના ન મળે ત્યાં સુધી પોરબંદરમાં માછીમારોને અન્ય શહેરોમાં ચાલીને ન જવા અપીલ કરાઈ

ગતરોજ શુક્રવારે માછીમારી કરીને આવનાર માછીમારો બસકે ટ્રેન સેવા બંધ હોવાના કારણે પગપાળા કરીને ઘરે જવા માટે નીકળી રહ્યાં હતાં. જેથી સરકારે લોકહિતને ધ્યાનમાં રાખને તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા વિનંતી કરી છે. સાથે જ જ્યાં સુધી સરકાર તરફથી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી નિયમોનો ભંગ ન કરવા માટેની સૂચના આપી હતી.

માછીમાર સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે, તેઓની તમામ વ્યવસ્થાઓ બોટ માલિકો અને અન્ય સેવાભાવી લોકો દ્વારા પણ કરવામાં આવે તેમજ તેમનામાંથી જો કોઈ બીમાર હોય તો તેની તપાસ કરવામાં આવે.

નોંધનીય છે કે,માછીમારોને સરકારના નિયમોનું પાલન કરવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા જણાવ્યું છે. તેમજ એક મીટરનું અંતર જાળવવા પણ અપીલ કરી હતી. આ ઉપરાંત સમાજના દરેક વ્યક્તિઓએ બિન જરૂરી કામથી બહાર ન નીકળવા અને ટોળા એકઠા ન કરવા ખારવા સમાજના આગેવાનોએ અપીલ કરી હતી.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.