ETV Bharat / state

Porbandar Crime : ગરીબનો કોળીયો છીનવનાર નરાધમને પોલીસે પકડ્યા

author img

By

Published : Apr 10, 2023, 9:23 PM IST

Porbandar Crime : ગરીબનો કોળીયો છીનવનાર નરાધમને પોલીસે પકડ્યા
Porbandar Crime : ગરીબનો કોળીયો છીનવનાર નરાધમને પોલીસે પકડ્યા

પોરબંદરના કુતિયાણામાં પોલીસે અનાજના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સરકાર દ્વારા આપવામાં આવતું રેશનકાર્ડ વાળું અનાજ ટ્રકમાં ભરી બારોબાર વેચી નાખનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે ટ્રકમાંથી ચોખાના પ્લાસ્ટિકના 422 કટ્ટાનો કબજો કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદર : સરકાર દ્વારા રાહતદરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે, પરંતુ કેટલાંક લોકો આ ગરીબોનું અનાજ અન્ય સ્થળે ઉંચા ભાવે વેચી કૌભાંડ કરી જાય છે. થોડા દિવસો પહેલા જ પોરબંદર જિલ્લાના રાણાવાવમાં અનાજનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજ કેન્દ્રનાં ચોખાનો મોટો જથ્થો બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડનો પર્દાફાશ પોરબંદર એલસીબીએ કર્યો છે.

અનાજ ભરેલો ટ્રક ઝડપાયો : આ અંગેની મળતી માહિતીના સુત્રો અનુસાર કુતિયાણાના ખાનગી હોટેલ સામે આવેલા દેવાંગી વે-બ્રિજ પાસે ટ્રક નં. GJ,25 U 3680માં અનાજનો જથ્થો ભરેલો હતો. આ જથ્થો સસ્તા અનાજનાં કેન્દ્રનો હોવાની હકીકત એલસીબી પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉદય વરૂને મળી હતી. માહિતીના આધારે પોલીસે તપાસ કરતા આ ટ્રકમાંથી સરકાર માન્ય સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી રેશનકાર્ડ ધારકોને આપવા આવતુ હતું. ટ્રકમાં ચોખાના પ્લાસ્ટિકનાં 422 કટ્ટા કુલ વજન 24 ટન કિંમત 6,72,000નો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો : Zhalawad Ginning Scam: ઝાલાવાડ જીનિંગ મંડળીનાં કૌભાંડની પોલીસ ફરિયાદ,11 કૌભાંડીઓ વિરૂદ્ધ થશે કાર્યવાહી

આર્થિક ફાયદા માટે અનાજ કૌભાંડ : આ મુદ્દામાલના ચોખા અલગ અલગ ઠાઠા રીક્ષાવાળા ફેરીયા કિશોર વડાલીયા અને સંજય કુમાર શંકરભાઈ માવ દ્વારા એક અજાણ્યા શખ્સ પાસેથી કમીશનથી મેળવવામાં આવ્યો હતો. આર્થિક ફાયદા માટે મંગા ઉર્ફે બાપુ ગોસ્વામી, અનીલ મંગા ગૌસ્વામી પાસેથી અજય ઉર્ફે અજો મોહનભાઈ ચૌહાણ, નાગાજણ લખમણ ઓડેદરા અને હિતેન વાઢેર કમીશનથી મેળવી આ ચોખાનો ટ્રક GJ,25 U 3680 ડ્રાઈવર કિશોર ભરતભાઈ વડાલીયાને આપ્યો હતો.

આ પણ વાંચો : Amc Meeting: બ્રિજની કામગીરીમાં કૌભાંડ છતાં ભાજપના ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસ, કોંગ્રેસના દાવા

10 શખ્સોના નામ ખુલ્યા : તે આ જથ્થો ગાંધીધામનાં આશાપુરા ચોખા મીલના માલીકને પહોંચાડવાનો હતો. આ તમામ આરોપીઓએ સાંઠગાંઠ રચી અને સસ્તા અનાજ કેન્દ્રનો ચોખાનો મોટો જથ્થો બારોબાર વેચી મારવાનુ કૌભાંડ આચર્યું છે. આ બનાવ ગત તારીખ 3 એપ્રિલના રોજ પ્રકાશમાં આવ્યો છે. જેમાં 10 શખ્સોના નામ ખુલ્યા છે. આ ચોખા કૌભાંડમાં કોઈ મોટા કદના રાજકીય વગ ધરાવતા વ્યક્તિ કે સરકારી અધિકારીઓ સંકળાયેલા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.