ETV Bharat / state

Porbandar News : ખાપટ વિસ્તાર નરી ગંદકી અને કીચડથી ભરાઇ ગયો, પોરબંદરમાં પહેલા વરસાદે પોલ ખુલી

author img

By

Published : Jun 30, 2023, 5:29 PM IST

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા શહેરમાં વિકાસના જે ગાણાં ગાય છે તેની કોઇ શરમ મેઘરાજા ભરી રહ્યાં નથી. જરાક અમથા વરસાદમાં પોરબંદરનો ખાપટ વિસ્તાર નરી ગંદકી અને કીચડથી ભરાઇ ગયો છે. વીસ વર્ષથી આ સમસ્યાએ ચોમાસામાં લોકોનું જીવવું અઘરું કરી મૂક્યું છે.

Porbandar News : ખાપટ વિસ્તાર નરી ગંદકી અને કીચડથી ભરાઇ ગયો, પોરબંદરમાં પહેલા વરસાદે પોલ ખુલી
Porbandar News : ખાપટ વિસ્તાર નરી ગંદકી અને કીચડથી ભરાઇ ગયો, પોરબંદરમાં પહેલા વરસાદે પોલ ખુલી

ચોમાસામાં લોકોનું જીવવું અઘરું

પોરબંદર : એક તરફ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં ખૂબ જ સારા કામ કર્યા હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે પ્રથમ વરસાદ પડતાની સાથે જ પાલિકાની પોલ ખુલી છે. પોરબંદર શહેરના વોર્ડ નંબર 2 માં રસ્તાની હાલત વરસાદ પડતાની સાથે જ કફોડી બની છે અને સ્થાનિક મહિલાઓએ તાત્કાલિક રસ્તા રીપેર કરવા ઉગ્ર માગ કરી છે.

ખાપટની હાલત એટલી કફોડી થઈ છે કે લાઈટ રોડ અને કચરાની મોટી સમસ્યા છે મોટી ઉંમરના લોકો બહાર જવાનું ટાળે છે. હાડકા ભાંગી જવાની બીકે તેઓ બહાર નથી નીકળતા તેવી સ્થિતિનું નિર્માણ થયું છે...હીનાબેન દેવમુરારી

ખાપટ વિસ્તારની મોટો સમસ્યા : પોરબંદરમાં રોકડિયા મંદિર પાછળના વિસ્તાર ખાપટ તરીકે ઓળખાતો વિસ્તાર વોર્ડ નંબર 2માં આવે છે અને અહીં 20,000 જેટલા લોકો વસવાટ કરે છે. ત્યારે રોકડિયા હનુમાન મંદિરની પાછળના વિસ્તારમાં અસુવિધાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. 20 વર્ષથી રસ્તા અને ગંદકીની સમસ્યાથી લોકો અકળાઈ ઊઠ્યા છે. આજે મીડિયા સમક્ષ લોકોએ હૈયા વરાળ ઠાલવી હતી.

રખડતા પશુઓનો પણ ત્રાસ : છેલ્લા 20 વર્ષથી હનુમાન રોકડિયા મંદિર પાછળ રસ્તાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે. પરંતુ જ્યારે પણ રજૂઆત કરવા જાય ત્યારે માત્ર આશ્વાસન આપવામાં આવે છે અને જવાબ આપવામાં આવે છે ટેન્ડર પાસ થઈ ગયું છે કામ થઈ જશે. પરંતુ હજુ સુધી કોઈ કામ થઈ ગયું નથી સમસ્યા એમની એમ જ છે. વરસાદના કારણે રસ્તામાં ગંદકી ગારાના લીધે રોગચાળો ફેલાય તેવી પણ સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રખડતા પશુઓનો પણ ત્રાસ છે. આગામી સમયમાં જો વહેલી તકે કામ કરવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

છેલ્લા 15 દિવસથી આ કામ શરૂ કરવામાં આવ્યું છે. જુબેલી ખાપટના રસ્તા વચ્ચે આ કામ ચાલી રહ્યું છે ત્યારે આ ભૂગર્ભ ગટરનું કામ પૂરું થાય ત્યારબાદ આ રસ્તાઓનું કામ શરૂ થશે. રસ્તાઓનું કામ શરૂ થતા એક વર્ષનો સમય લાગશે. આ ઉપરાંત લાઈટની ફરિયાદ અંગે વાવાઝોડાના કારણે અમુક લાઈટો બંધ હોય તેવું બની શકે પરંતુ મોટાભાગની લાઈટો ચાલુ છે...લખમણભાઈ ઓડેદરા(કાઉન્સિલર)

હજુ એક વર્ષ રસ્તાની સમસ્યા : ત્યારે આ કામ ક્યારે પૂરું થશે અને રસ્તાઓનું કામ ક્યારે શરૂ થશે તે અંગે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કાઉન્સિલર લખમણભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ થઈ ગયું છે. રસ્તાઓનું કામ હાથ ધરવામાં હજુ એક વર્ષનો સમય લાગી શકે છે. લાઇટો બંધ હોવા વિશેની ફરિયાદમાં જ્યાં લાઇટો નથી એવા વિસ્તારો ઓછા હોવાનું પણ જણાવાયું હતું.

કીચડ તથા ગંદકી : પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારે માત્ર અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યાં માત્ર વરસાદના એક ઝાપટાના કારણે પોરબંદરના વોર્ડ નંબર 2માં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને કીચડ તથા ગંદકી ફેલાઈ હતી. ત્યારે વોર્ડ નંબર 2 માં રહેતાં સ્થાનિકોની અકળામણ તેમના પ્રતિભાવોમાં છલકાઇ આવી હતી.

  1. Porbandar Monsoon News : ચોમાસું શરુ થતા કોંગ્રેસે કરી પોરબંદર PGVCL પાસે કરી માંગ
  2. Coast guard resque: પોરબંદરથી 90 નોટિકલ માઈલ વિદેશી શિપના કેપ્ટનને એટેક આવતા કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું
  3. Porbandar News : પોરબંદર જિલ્લા રમત ગમત કચેરીમાં મહિલાઓનો મારામારીનો વિડીયો વાયરલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.