ETV Bharat / state

Porbandar Congress ના મહિલા મોરચાએ સંભાળ્યો મોંઘવારી સામે ધરણાનો મોરચો, 12ની અટકાયત

author img

By

Published : Jul 8, 2021, 1:08 PM IST

સતત વધી રહેલા મોંઘવારીના ભરડામાં સામાન્ય માણસને રોજિંદું જીવન ગાળવું અતિ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આ મુદ્દે Porbandar Congress ના મહિલા મોરચા દ્વારા જનસામાન્યની પીડાને વાચા આપવા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર વિરોધી નારા લગાવતાં 12 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.

Porbandar Congress ના મહિલા મોરચાએ સંભાળ્યો મોંઘવારી સામે ધરણાનો મોરચો, 12ની અટકાયત
Porbandar Congress ના મહિલા મોરચાએ સંભાળ્યો મોંઘવારી સામે ધરણાનો મોરચો, 12ની અટકાયત

  • પોરબંદર મહિલા કોંગ્રેસે કર્યાં ધરણા
  • માણેક ચોક ખાતે 100થી વધુ મહિલાઓએ મોંઘવારી બાબતે સરકાર વિરુદ્ધ કર્યા ધરણા
  • ભાજપ તેરા કૈસા ખેલ દારૂ સસ્તા મહેંગા તેલ : મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા
  • મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સના પાલનનો કર્યો ભંગ


    પોરબંદરઃ દેશભરમાં પેટ્રોલ, દૂધ સહિત તમામ જીવનજરૂરી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મોંઘવારીમાં ગરીબ પરિવારને પોતાનું જીવન ગુજરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા આજે પોરબંદરના માણેક ચોક ખાતે Porbandar Congress ના મહિલા મોરચાએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતાં. જેમાં પોલીસે 12 જેટલી મહિલાઓની અટકાયત કરી હતી .



    મોંઘવારીના કપરા સમયમાં જીવવુ કે મરવું મહિલાની વ્યથા

    પોરબંદરમાં માણેક ચોક ખાતે મોંઘવારી વિરુદ્ધ યોજાયેલ Porbandar Congress ના મહિલા મોરચાના ધરણા પ્રદર્શનમાં એક મહિલાએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે પેટ્રોલ સહિત રાંધણ ગેસ અને તમામ વસ્તુઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સામાન્ય માણસની હાલત કફોડી બની છે.

પોલીસે કરી અટકાયત

મોદી સરકાર અનેકવાર કહેતી હતી કે અચ્છે દિન આને વાલે હે અને મહિલાઓને ચૂલા ફૂંકવાનું બંધ થશે એવું પણ કહેતા. હવે તો ગેસમાં ભાવમાં વધારો થતાં કૂટવાનો વારો આવ્યો છે. આમાં જીવવું કે મરવું તેમ જણાવી Porbandar Congress મહિલાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા કે ભાજપ તેરા કૈસા ખેલ દારૂ સસ્તા મહેંગા તેલ. પોલીસે ધરણાં કરી રહેલી 12 જેટલી મહિલાઓની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ પોરબંદર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિતના યુવાનો કોગ્રેસમાં જોડાયા

આ પણ વાંચોઃ 'માં અમૃતમ' અને 'આયુષ્માન કાર્ડ' ની કામગીરી બંધ, તાત્કાલિક શરૂ કરવા કોંગ્રેસની રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.