ETV Bharat / state

પોરબંદરના ખેડૂતો 20 ઓકટોબર સુધી મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે

author img

By

Published : Oct 15, 2020, 9:48 PM IST

પોરબંદર જિલ્લામાં ખરીદ માર્કેટિંગ સિઝન 2020-21 અંતર્ગત ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. જિલ્લાના ખેડૂતો 20 ઓક્ટોબર સુધીમાં ટેકાના ભાવ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે નિષ્ફળ ગયેલા પાક અંગે કૃષિ સહાય મેળવવા માગતા ખેડૂતો પણ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

પોરબંદરના ખેડૂતો 20 ઓકટોબર સુધી મગફળીના ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવી શકશે
પોરબંદરના ખેડૂતો 20 ઓકટોબર સુધી મગફળીના ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવી શકશે

પોરબંદરઃ પોરબંદરમાં મગફળીના ટેકાના ભાવ લેવા ખેડૂતો 20 ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. એપીએમસી, પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ખેડૂતો રજિસ્ટ્રેશન માટે પોતાના ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે.

ખેડૂતો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે, તમામ તાલુકા પંચાયત ખાતે અને તમામ ગ્રામ પંચાયત ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન કરાવતી વખતે ખેડૂતોએ સાત-બાર, આધાર કાર્ડ, બેન્ક પાસબુકની ઝેરોક્ષ રજૂ કર્યેથી મગફળીનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લાના વધુને વધુ ખેડૂતો 20 ઓકટોબર સુધીમા રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવે તેવી અપીલ જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.