ETV Bharat / state

નેપિયર ઘાસ પશુઓ માટે અમૃત સાબિત થઇ રહ્યું છે, જુઓ ખાસ અહેવાલ

author img

By

Published : Apr 21, 2020, 8:55 PM IST

etv bharat
નેપિયર ઘાસ પશુઓ માટે અમૃત સાબિત થઇ રહ્યું છે, જુઓ ખાસ અહેવાલ

નેપિયર ઘાસ પશુઓ માટે અમૃત સાબિત થઇ રહ્યું છે. આ ઘાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં ઘણા સમયથી થઇ રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ખેડૂતો હવે આ ઘાસનું ઉત્પાદન કરી રહ્યા છે. આ ઘાસ આફ્રિકન ઘાસના મેદાનોમાં બારમાસી ઘાસની એક પ્રજાતિ છે. જેમાં પાણી અને પોષક તત્વોની જરૂરીયાત ઓછી રહે છે અને ખેતીલાયક જમીનમાં પણ ખેડૂતો આસાનીથી ઉગાડી શકે છે.


પોરબંદરઃ એક તરફ કોરોના વાઇરસની મહામારી ફેલાય છે ત્યારે અનેક વસ્તુઓમાં મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પશુઆહાર કયાંથી મેળવવો તે બાબતે ખેડૂતો મોટાભાગે ચિંતિત હોય છે તો સામાન્ય રીતે મળતું ઘાસ જેમાં રજકો જુવાર અને મકાઈ ઉગાડવાનો ખર્ચ વધુ થાય છે અને ખેડૂતોનો તેમાં વધુ સમય પણ વેડફાય છે. ત્યારે આફ્રિકન ઘાસના મેદાનોમાં બારમાસી ઘાસની એક પ્રજાતિ તરીકે નેપિયર ઘાસ દુધાળા પશુઓ માટે અમૃત સાબિત થઇ રહ્યું છે.

નેપિયર ઘાસ પશુઓ માટે અમૃત સાબિત થઇ રહ્યું છે, જુઓ ખાસ અહેવાલ

આ નેપિયર ઘાસ યુગાન્ડા ઘાસ તરીકે પણ ઓળખાય છે વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરી આ ઘાસ સાથે મકાઈના ટીશ્યુ મેળવીને પશુ આહારમાં કામ આવે તે માટે આ ઘાસની નવી જાતનું ઉત્પાદન કરાયું છે. ઘાસની ગાંઠના કટકા વાવણી કર્યા બાદ 60 દિવસે તૈયાર થઈ જાય છે. તેની ઉંચાઇ 12 ફૂટથી પણ વધુ હોય છે જ્યારે બીજી વખતની કાપણી 45 દિવસ બાદ કરી શકાય છે.

આફ્રિકાના વિસ્તારમાં હાથીઓ માટે આ મહત્વપૂર્ણ ઘાસચારો હોવાથી તેને હાથી ઘાસ તરીકે પણ ઓળખાય છે. આ ઘાસના અન્ય ફાયદા એ છે કે આ ઘાસ વાવવાથી જમીનનું ધોવાણ અટકે છે. તેમજ પવનને અટકાવવામાં તથા જમીનને સુધારવા માટે પણ તેનો ઉપયોગ કરાય છે. થર્મલ પાયરોલેટીક કન્વર્ઝનનો ઉપયોગ કરવા માટે ચારકોલ બાયો તેલના ઉત્પાદન માટે પણ આ ઘાસનો ઉપયોગ થાય છે. આ ઘાસના પાંદડાથી સૂપ પણ બને છે જે જંગલમાં વસતા લોકો પીવામાં પણ ઉપયોગ કરે છે.

ગુજરાતમાં ત્રણ પ્રકારના ઘાસનું ઉત્પાદન થાય છે જેમાં નેપિયર સુપર, નેપિયર બાજરી અને નેપિયર બુલેટ કે જે રજકા, મકાઈ અને જુવારના ભાવની સમક્ષમાં ઘણુ સસ્તુ પડે છે. આ ઘાસ રેસાયુક્ત હોવાથી તેનું કટીંગ કરીને પ્રાણીઓને ખવડાવાય છે. તેમાં 13 ટકા જેટલું પ્રોટીન રહેલું છે. ગુજરાતમાં વડોદરામાં મોટા પ્રમાણમાં આ ઘાસનું ઉત્પાદન થાય છે. ઘાસનું કટિંગ કરી એક બેગમાં 300 ગાંઠના ટુકડાનું પેકીંગ કરી વેચવામાં આવે છે જે ખેડૂતો માટે આવકનું સાધન પણ બન્યું છે. જિલ્લામાં વિક્રમ સ્ટડ ફાર્મના રાજેશ જાડેજા અશ્વો માટે આ ઘાસનો ઉપયોગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.