ETV Bharat / state

MOTO GP India 2023 : ભારતમાં પ્રથમવાર MOTO GP રેસીંગ ઇવેન્ટનું આયોજન, પોરબંદરના યુવાને કર્યું દેશનું નામ રોશન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 10:42 PM IST

દિલ્હીના ગ્રેટર નોઈડામાં યોજાયેલ MOTO GP India 2023 ઇવેન્ટ ભારતમાં યોજાયેલ પ્રથમ રેસીંગ ઇવેન્ટ હતી. ત્યારે ગુજરાત માટે ગૌવર લેવા જેવી વાત છે કે, આ રેસનું આયોજન પોરબંદરના ડો. આકાશ રાજશાખ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, આ ઇવેન્ટના ભારતીય ફિલ્મજગતના સેલિબ્રિટી સહિત ક્રિકેટર અને આશરે 1 લાખથી વધુ લોકોએ સુપરફાસ્ટ બાઇક રેસને નિહાળી હતી.

MOTO GP India 2023
MOTO GP India 2023MOTO GP India 2023

ભારતમાં પ્રથમવાર MOTO GP રેસીંગ ઇવેન્ટનું આયોજન

પોરબંદર : ભારતમાં પ્રથમ વખત MOTO GP ભારત 2023 નું આયોજન દિલ્હી ગ્રેટર નોઈડામાં કરવામાં આવ્યું હતું. જોકે આમાં ગૌરવ લેવા જેવી વાત એ છે કે, MOTO GP ઇવેન્ટનું આયોજન પોરબંદરના ડો. આકાશ રાજશાખા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, MOTO GP વિશ્વની ઉચ્ચતમ વર્ગની મોટરસાયકલ રોડ રેસિંગ ઇવેન્ટ છે. MOTO GP આયોજનમાં 250 cc, 600 cc અને 1000 cc ના બાઈકોની રેસ યોજાઈ હતી.

MOTO GP ભારત 2023 : પોરબંદરના ડો. આકાશ રાજશાખાની કંપની FAIR STREET SPORTS દ્વારા ભારતમાં પ્રથમવાર MOTO GP ભારત 2023 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના ગ્રેટર નોઈડામાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, દિલ્હીના ગ્રેટર નોઈડામાં આવેલ બુધ્ધ ઈન્ટરનેશનલ સર્કિટમાં ગત 23 અને 24 સપ્ટેમ્બરના રોજ આ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેક વિશ્વના શ્રેષ્ઠ રેસિંગ ટ્રેકમાંનો એક છે.

1 લાખથી વધુ પ્રેક્ષક : આ ઈવેન્ટમાં ભારતના વિવિધ સેલિબ્રિટી સહિતના લોકોએ ઉપસ્થિત રહી અનોખા સ્પોર્ટ્સને નિહાળી રોમાંચ અનુભવ્યો હતો. જેમાં ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ, આધ્યાત્મિક સદગુરૂ, કેન્દ્રીયપ્રધાન અનુરાગ ઠાકુર, બોલીવુડના અભિનેતા રણવિરસિંહ, જોહન અબ્રાહમ અને દિવ્યા ઘોંસલાકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ક્રિકેટ જગતમાંથી શિખર ધવન, યુવરાજસિંહ તેમજ બોલીવુડનું યારીયા સ્ટારકાસ્ટ પણ ત્યાં હાજર હતા. આ ઉપરાંત 15 હજાર જેટલા વિદેશી પ્રવાસીઓ આવેલા જેમાં 82 રાઈડર તેમજ તેની 41 ટીમ પણ વિદેશથી આવી હતી. જેમાં 5000 જેટલા ટીમના સભ્યો પણ સામેલ હતા.

પોરબંદરના યુવાને કર્યું દેશનું નામ રોશન
પોરબંદરના યુવાને કર્યું દેશનું નામ રોશન

ઉત્તરપ્રદેશ સરકારનો સહયોગ : આ આયોજન માટે ભારત સરકાર તેમજ ઉત્તરપ્રદેશ સરકારનું મહત્વનું યોગદાન વિઝા અને કસ્ટમ માટે રહેલું છે. આયોજન માટે ઉત્તરપ્રદેશ સરકારના 8000 પોલીસ કર્મચારી તેમજ 450 જેટલા ઉચ્ચ અધિકારીઓએ સેવા આપી હતી. જેમાં વિદેશી મહેમાનો માટે વિઝા પ્રોસેસમાં સરળતા રહી હતી. MOTO GP પ્રથમ વખત ભારતના ઈતિહાસમાં રેસ માટે ભારત આવેલી MOTO GP ના વિશાળ આયોજનથી જનમેદની અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા માટે યમુના એક્સપ્રેસ વે ત્રણ દિવસ સુધી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સ્પોર્ટ્સ MOTO GP વિશ્વની રેસીંગની દુનિયાની પાંચમા નંબરની રમત છે. 1 લાખથી વધુ લોકો MOTO GP ઈવેન્ટ જોવા માટે આવ્યા હતા. MOTO GP માટે વિદેશથી 1200 આસપાસ લોકો આયોજન માટે આવેલા જેના તુરંત વીઝાની કામગીરી કરવામાં આવી હતી.

આવનારા સમયમાં વિશ્વ કક્ષાએ ભારતના નવા યુગના પ્રારંભમાં આ રમત મહત્વનું પગલું છે. અત્યાર સુધી ભારતની છબી ફક્ત ખેતીપ્રધાન અને પારંપરિક ઉદ્યોગમાં હતી. તેનાથી પણ વધુ વિશ્વની એક નવી રમતમાં પોતાનું સ્થાન ભારતના લોકો ભવિષ્યમાં બનાવે તેવું સપનું છે. -- ડો.આકાશ રાજશાખા (માલિક, FAIR STREET SPORTS)

ભારત માટે ઇકોનોમી બુસ્ટર : MOTO GP થી ભારતને 960 કરોડની ઈકોનોમી મળશે. આ આયોજન દ્વારા આર્થિક રીતે આસપાસના વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ તેમજ અન્ય ધંધાકીય પ્રવૃત્તિમાં સારા પ્રમાણમાં વધારો થશે. ઉપરાંત વૈશ્વિક સ્તર પર ભારતની પ્રતિષ્ઠા વધશે, તેમજ દેશ-વિદેશના બીઝનેસમેન ભારતમાં પોતાનો વ્યવસાય કરવા માટે આવશે. જેનાથી રોજગારીના નવા અવસરો ખૂલશે. MOTO GP ઇવેન્ટથી ભારતની યુવા પેઢીને વિશ્વકક્ષાની રમતમાં ભાગ લેવાની પ્રેરણા મળશે. આ ઇવેન્ટ વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટેનું મહત્વપૂર્ણ પગલું કહેવાય છે. આ રમતનું જીવંત પ્રસારણ વિશ્વમાં 50 કરોડથી પણ વધુ ઘરોમાં જોવામાં આવ્યું છે.

ડો. આકાશ રાજશાખા : પોરબંદરના ડો.આકાશ રાજશાખા પોતે ડોક્ટર હોવા છતાં આજની નવી યુવા પેઢી માટે પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યા છે. ડો.આકાશ રાજશાખાએ વિશ્વ કક્ષાએ જે રેસની દુનિયામાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છતા હતા, તેના માટે બહુ મહત્વપૂર્ણ પગલું કહેવાય તેવું કાર્ય કરી ભારતમાં તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઇવેન્ટ થકી ભારતમાં દેશ વિદેશના રેસર આવેલા, જેમાં ઈટલી, જાપાન, પોર્ટુગલ, યુ.એસ.એ અને સ્પેન વગેરે દેશો સામેલ છે. ડો.આકાશ રાજશાખાની કંપનીએ MOTO GP સાથે 7 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો છે. જેથી ભવિષ્યમાં યુવાનોને આ ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવાનો મોકો મળશે. ભારત માટે આ ઇવેન્ટ ઇકોનોમી બુસ્ટર બની રહેશે.

એક નવી ઈકોનોમીનો પ્રારંભ : ડો. આકાશ રાજશાખાએ MOTO GP વિશે પોરબંદરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, આવનારા સમયમાં વિશ્વમાં અન્ય દેશોમાં જ્યાં પણ MOTO GP જેવા ઈવેન્ટ થશે, તેમાં ભારતની આવનારી યુવા પેઢી ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને દેશનું નામ રોશન કરશે. તેના માટેનું આ એક મહત્વનું પગલું છે. આ ઇવેન્ટ દ્વારા ભારતમાં એક નવી ઈકોનોમીનો પ્રારંભ થશે તેવું સ્પષ્ટપણે પોતાનું માનવું છે. એક વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરીકે આગળ વધવાની ભારતની છબી છે એના માટેનું આ એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય. આ રમતથી ટુ વ્હીલરની રમતને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે ભારતના લોકો માટે મહત્વપૂર્ણ પગલું કહી શકાય. MOTO GP દ્વારા આવનારી નવી યુવા પેઢી માટે વિશ્વમાં અને રેસીંગની દુનિયામાં અવસરો ખૂલશે. આ પહેલા પણ યુવાનોને યોગ્ય તક મળી રહે તે માટે પોરબંદરમાં નમો કપ જેવી ક્રિકેટની રમતનું આયોજન કરેલું છે. તેમજ ભવિષ્યમાં પણ આવી અનેક ઈવેન્ટ યુવા પેઢી માટે કરવાની ઈચ્છા છે.

  1. Horse Racing Competition : જામનગરના આ ગામમાં અફઘાનિસ્તાન જેવા દ્રશ્ય સર્જાયાં, જાતવાન અશ્વોની દોડનો રોમાંચ
  2. અનોખું સાહસ ખેડી યુવક બન્યો ગુજરાતનો એક માત્ર ક્વાલિફાઈડ રેસર, શોખ પૂરો કરવા કર્યું આ કામ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.