ETV Bharat / state

Migratory birds in Porbandar: શિયાળામાં મોકર સાગર વેટલેન્ડમાં યાયાવર પક્ષીઓનો જમાવડો

author img

By

Published : Jan 22, 2023, 8:36 PM IST

પોરબંદરમાં મોકર સાગર વેટલેન્ડ યાાયાવર પક્ષીઓ મોટું અંતર કાપી મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. જ્યાં શિયાળાની ઋતુમાં અનેક યાયાવર પક્ષીઓ આવે છે અને આ પક્ષીઓને જોવાનો એક અલગ જ લ્હાવો છે. પોરબંદર શહેર પક્ષીઓ માટે ખુબ અનુકૂળ સ્થળ હોય અહીં પોરબંદર શહેરની મધ્યમાં ભારતનું સૌથી નાનામાં નાનું પક્ષી અભ્યારણ પણ આવેલ છે.

મોકર સાગર વેટલેન્ડમાં યાયાવર પક્ષીઓ ઉમટ્યાં
મોકર સાગર વેટલેન્ડમાં યાયાવર પક્ષીઓ ઉમટ્યાં

મોકર સાગર વેટલેન્ડમાં યાયાવર પક્ષીઓ ઉમટ્યાં

પોરબંદર: મોકર ગામ પાસે મોકર સાગર વેટલેન્ડ કે જ્યાં કુદરતી સૌંદર્યમાં યાયાવર પક્ષીઓ આવે છે અને આ પક્ષીઓને જોવાનો અનેરો લ્હાવો છે. પૃથ્વી પર કુદરતી રીતે પાણી ભરાઈ રહેતો વિસ્તાર વેટલેન્ડ કહેવાય છે એટલે કે જળપ્લાવીત વિસ્તાર જ્યાં પક્ષીઓ વિહંગ અને વિચરણ કરી શકે અને હવામાન અનુકૂળતા ધરાવે. પોરબંદર નજીક 12 થી 15 કિમી દૂર આવેલ મોકર ગામ પાસે મોકર સાગર વેટલેન્ડ (કર્લી જળાશય ) કે જ્યાં શિયાળાની ઋતુમાં અનેક યાયાવર પક્ષીઓ આવે છે અને આ પક્ષીઓને જોવાનો એક અલગ જ લ્હાવો છે.

મોકર સાગર વેટલેન્ડમાં ઉમટ્યાાં પક્ષીઓ: સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મ ભૂમિ તરીકે ઓળખાતું પોરબંદર પક્ષી નગર તરીકે પણ ઓળખાય છે. પોરબંદર શહેર પક્ષીઓ માટે ખુબ અનુકૂળ સ્થળ હોય અહીં પોરબંદર શહેરની મધ્યમાં ભારતનું સૌથી નાનામાં નાનું પક્ષી અભ્યારણ પણ આવેલ છે. આ ઉપરાંત પોરબંદરથી દૂર વિશાળ વિસ્તારમાં મોકર સાગર વેટલેન્ડ (કર્લી જળાશય )આવેલ છે. જેમાં સ્થાનિક જળચર અને યાયાવર પક્ષીઓ અહીં મોટું અંતર કાપી મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે.

આ પણ વાંચો: શિયાળામાં યાયાવર પંખીઓનો શંભુમેળો, 135થી વધુ પ્રજાતિના પંખી મહેમાન બન્યા

ક્યાં પક્ષીઓ લે છે મુલાકાત: પક્ષીવિદ ડો.સિધ્ધાર્થ ખાંડેકરએ જણાવ્યું હતું કે લિટલ રિંગ પ્લોવર,લિટલ સ્ટિન્ટ, વુડ સેંડીપીપર, કોમન સેંડીપીપર, કોમન ક્રેન (કુંજ), ડોમિસાઈલ ક્રેન (કરકરો ), ગ્રેટ ઇગરેટ (મોટો સફેદ બગલો, પેઇન્ટેડ સ્ટ્રોક (પીળી ચાંચ ઢોક ), લેસર ફ્લેમિંગો ,ગ્રેટર ફેલમીંગો (હંજ)(સુરખાબ), પોન્ડ હેરોન (કાણી બગલી ), બ્લેક હેડ ઇલબિસ (ધોળી કાકણસાર ), પર્પલ હેરોન (નડી બગલો), ડાલ્મેશિયન પેલીકન (ચોટીલી પેણ), ગ્રેટ વાઈટ પેલીકન (ગુલાબી પેણ ), કોમન ફૂટ (ભગતડું), પર્પલ મૂરબેન (નીલ જડમુરઘો ), મલાર્ડ (નીલશિર ), સ્પોટ બિલ્ડ ડક(ટીલા વાડી બતક), કોમન ટીલ (નાની મુરઘાબી ), લિટલ ગ્રૅબે (નાની ડૂબકી ), નોર્થન શોવેલર (ગયણો ) વગેરે જેવા પક્ષીઓ અહીં મુલાકાતે આવે છે.

આ પણ વાંચો: Migratory birds in Kutch 2022 : 5000 કિલોમીટરનું અંતર કાપી આવેલાં નયનરમ્ય વિદેશી પક્ષીઓએ હમીરસરની શોભા વધારી

કર્લી જળાશયને પક્ષી અભ્યારણ જાહેર કરવા માંગ: પોરબંદરમાં પક્ષીપ્રેમી સંસ્થા પ્રકૃતિ ધ યુથ ક્લબ દ્વારા પોરબંદરને પક્ષીનગર તરીકે જાહેર કરવા રજુઆત કરવામાં આવી હતી. પોરબંદર પક્ષીનગર તરીકે ઉભરે તે પ્રેઝન્ટેશન પિક્ચર સ્લાઈડ દ્વારા ડો સિદ્ધાર્થ ખાંડેકર દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને 2008માં બતાવવામાં આવ્યું હતું. પોરબંદરના અ કર્લી જળાશય વિસ્તારને પક્ષીનગર (પક્ષી અભ્યારણ) તરીકે જાહેર કરવા રજુઆત કરવામાં આવી હતી. તો તાજેતરમાં પરિમલ નથવાણીએ બરડા ડુંગરની મુલાકાત લીધી હતી અને એશિયાટિક સિંહ માટે બીજું વસવાટ બરડો ડુંગર પ્રસ્થાપિત થાય તેવું જણાવ્યું હતું. ત્યારે આ વિસ્તારની મુલાકાત સાંસદ પરિમલ નથવાણી લે અને યોગ્ય માર્ગ નીકળે તેવો પક્ષીપ્રેમીઓનું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.