ETV Bharat / state

Madhavpur Ghed Melo 2022 : મેળા પૂર્વે નવા રંગરૂપ સજતી માધવરાયની નગરીની રોચક તસવીરો આવી સામે, જાણો તૈયારીઓ

author img

By

Published : Apr 7, 2022, 5:13 PM IST

Madhavpur Ghed Melo 2022 : મેળા પૂર્વે નવા રંગરૂપ સજતી માધવરાયની નગરીની રોચક તસવીરો આવી સામે, જાણો તૈયારીઓ
Madhavpur Ghed Melo 2022 : મેળા પૂર્વે નવા રંગરૂપ સજતી માધવરાયની નગરીની રોચક તસવીરો આવી સામે, જાણો તૈયારીઓ

માધવપુર ઘેડના મેળા (Madhavpur Ghed Melo 2022)માટે ગુજરાત સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર પોરબંદરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર (Porbandar Collector Ashok Sharma )ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

પોરબંદર- પોરબંદરના માધવપુર ઘેડના મેળા (Madhavpur Ghed Melo 2022)માટે ગુજરાત સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર પોરબંદરની (Porbandar Madhavpur Fair 2022)તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. પોરબદરનું જિલ્લા પ્રશાસન મેળામાં લોકસુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તંત્રનું જોશભેર ટીમવર્ક ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મેળાનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind Visit Madhavpur)કરવાના છે.

સાંસ્કૃતિક પર્વ તરીકે જાણીતો છે માધવપુર મેળો -પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો (Madhavpur Ghed Melo 2022)રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind Visit Madhavpur)તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યપ્રધાનો અને ગુજરાતના મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવો મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે આવશે ગુજરાત, માધવપુર-ઘેડના લોકમેળાનો કરાવશે પ્રારંભ

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ -માધવપુર મેળામાં (Madhavpur Ghed Melo 2022)આવનાર ભાવિકો, પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સમન્વયને (Porbandar Cultural Heritage )જોડતી ગરિમામય સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ થવાની હોવાથી આ તમામ કાર્યક્રમોને લઈને પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. માધવપુર ઘેડ મેળામાં યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ ,પ્રવાસન વિભાગ, ઉદ્યોગ વિભાગ, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય તેમજ અન્ય વિભાગોના સંકલનથી જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા અનુષાંગિક વ્યવસ્થાઓ તેમજ માળખાકીય સુવિધાઓ મેળાના આયોજનને લઇને કરવામાં આવી રહી છે.

મેળામાં 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ઉત્તર પૂર્વના રાજયો તેમજ ગુજરાતની સાંસ્કૃતિક કૃતિઓની ભવ્ય અને દિવ્ય રજૂઆત
મેળામાં 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ઉત્તર પૂર્વના રાજયો તેમજ ગુજરાતની સાંસ્કૃતિક કૃતિઓની ભવ્ય અને દિવ્ય રજૂઆત

આ પણ વાંચોઃ PM Modi In Umadham Patotsav : વડાપ્રધાન મોદી ઉમાધામ ગાંઠિલાના પાટોત્સવમાં હાજરી આપશે, નરેશ પટેલ પણ બનશે સહભાગી

પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્માના (Porbandar Collector Ashok Sharma )માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા વિવિધ સમિતિઓ (Madhavpur Ghed Melo 2022) પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ અધિકારીઓ નિયુક્તિ કરવામાં આવી છે. મેળામાં 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ઉત્તર પૂર્વના રાજયો તેમજ ગુજરાતની સાંસ્કૃતિક કૃતિઓની ભવ્ય અને દિવ્ય રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટોલ નિર્દર્શન અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા પણ સુરક્ષા અને બંદોબસ્તની આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.