ETV Bharat / state

Kutiyana MLA કાંધલ જાડેજાનો માણસ છું કહીને રૌફ જમાવતા શખ્સને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપાયો

author img

By

Published : Jun 18, 2021, 8:46 PM IST

Updated : Jun 26, 2021, 6:26 AM IST

પોરબંદરમાં બોખીરા વિસ્તારના કે. કે. નગર વિસ્તારમાં રહેતો મયુર ઉર્ફે મયલો ગઢવી નામનો શખ્સ ‘હું કાંધલ જાડેજાનો માણસ છું, તમે દુકાનો બંધ કરી દો’ એવી ધાકધમકી આપી ખંડણી ઉઘરાવતો હતો. આ અંગે જાણ થતા પોલીસને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ( Kutiana MLA Kandhal Jadeja ) દ્વારા જ જાણ કરવામાં આવી હતી. જે બાદ આ શખ્સને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ આ અંગેની તપાસ PSI વાય. પી. પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.

કાંધલ જાડેજા
કાંધલ જાડેજા

  • "કાંધલ જાડેજાનો માણસ છું" તેમ કહી લોકોને ધમકાવતા શખ્સને પકડી પોલીસને સોંપાયો
  • બોખીરામાં એક શખ્સ હું કાંધલ જાડેજાનો માણસ છું, તેમ કહીને દુકાન બંધ કરાવતો હતો
  • વાતની જાણ થતા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોલીસને જાણ કરી હતી

પોરબંદર : શહેરના બોખીરા વિસ્તારના કે. કે. નગર વિસ્તારમાં રહેતો મયુર ઉર્ફે મયલો ગઢવી નામનો શખ્સ ‘હું કાંધલ જાડેજાનો માણસ છું, તેમ કહી દુકાનો બંધ કરી દો’ એવી ધાકધમકી આપી ખંડણી ઉઘરાવતો હતો. જેની જાણ થતા આ શખ્સ અંગે પોલીસને કુતિયાણાના ધારાસભ્યા કાંધલ જાડેજા (Kutiyana MLA Kandhal Jadeja ) દ્વારા જ જાણ કરવામાં આવી હતી. જે બાદ મયુર ઉર્ફે મયલો નામના આ શખ્સને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

લોકોને ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરી અપીલ

આ અંગે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાન ( Kutiyana MLA Kandhal Jadeja )ના નામે કોઇપણ વ્યક્તિ ધાક-ધમકી આપે, મિલ્કતો ખાલી કરાવવા ધમકાવે, સસ્તામાં મિલ્કતો પચાવી પાડવા કે હેરાન કરવા માટે જણાવે અથવા તો કોઇ વસ્તુઓ ખરીદી લીધા બાદ પૈસા ચૂકવવાને બદલે ‘ભાઇના માણસો છીએ’ તેમ કહે તો પોલીસને ફોન કરવો અને મને તાત્કાલિક જાણ કરવી, તેથી અમને પણ ખબર પડે કે, અમારા નામે ખોટી રીતે લોકોને કોણ હેરાન કરે છે? આ સાથે જો કોઇ ટેલિફોનથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેમના નામે કોઇને ધમકાવવામાં આવતા હોય તો નિડરતાથી તેમનો સામનો કરીને કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસને જાણ કરવા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ( Kutiyana MLA Kandhal Jadeja )એ જણાવ્યું હતું. આ ઘટનામાં પકડાયેલા શખ્સને પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ( Udyognagar Police Station )માં સોપવામાં આવ્યો હતો. PSI વાય. પી. પટેલે અટકાયતી પગલા ભરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો -

Last Updated :Jun 26, 2021, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.