ETV Bharat / state

કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાએ સિંચાઈનું પાણી મળે તે માટે ભરી 4 લાખની રકમ

author img

By

Published : Feb 4, 2020, 2:24 PM IST

Updated : Feb 4, 2020, 3:04 PM IST

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ કુતિયાણાના ઘેડ પંથકના 23 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. ભાદર-ર ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાવવા ભરવા પાત્ર થતી ૪ લાખ રુપિયા જેવી રકમ કાંધલ જાડેજાએ ભરી છે.

કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાએ સિંચાઈનું પાણી મળે તે માટે ભરી 4 લાખની રકમ
કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાએ સિંચાઈનું પાણી મળે તે માટે ભરી 4 લાખની રકમ

કુતિયાણા પંથકના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કાંધલ જાડેજા છેલ્લા ૩ વરસથી સિંચાઈના પાણીની ખેડૂતોને ભરવાપાત્ર થતી રકમ પોતે ભરી રહ્યાં છે. ભાદર-ર ડેમમાંથી ભાદર નદીમાં સિંચાઈનું પાણી છોડવામાં આવશે. આ સિંચાઈના પાણી માટે સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને ભરવાપાત્ર થતી ૪ લાખ જેવી રકમ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આ રકમ ભરી છે.

ધારાસભ્ય કાંધલ જાડેજાએ સિંચાઈનું પાણી મળે તે માટે ભરી 4 લાખની રકમ

ધોરાજી ખાતે ધારાસભ્ય કાંધલ જાડેજાના અંગત મદદનીશ વજશીભાઈ ઓડેદરા તેમ જ ઘેડ પંથકના ખેડૂતો અને સરપંચોને સાથે રાખી આ રકમ ભરવામાં આવી છે. મંગળવારે ભાદર-ર ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે. આ પાણીનો ઉપયોગ ધોરાજી, ઉપલેટા, માણાવદરના ખેડૂતો ઉપરાંત ઘેડ પંથકના રર જેટલા ગામોના ૧પ હજારથી પણ વધુ ખેડૂતોને લાભ મળશે. કાંધલ જાડેજાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત રહેશે ત્યારે તેઓ તેમની તે જરૂરિયાત પુરી કરશે.

કાંધલ જાડેજાએ આ અગાઉ ઈશ્વરીયા નજીકના કાલિન્દ્રી ડેમમાંથી તેમ જ બાંટવાના ખારામાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યુ હતુ અને તેની રકમ પણ ધારાસભ્ય તરીકે પોતે ભરપાઈ કરી હતી.

Intro:કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખેડુતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો

કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા વધુ એક વખત ખેડુતોની વહારે આવ્યા છે. કુતિયાણાના ઘેડ પંથકના રર થી ર૩ જેટલા ગામોના ખેડુતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ભાદર-ર ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાવશે અને તેની ભરવા પાત્ર થતી ૪ લાખ જેવી રકમ કાંધલભાઈ જાડેજાએ ભરી છે.
ખેડુતોને સિંચાઈનું પાણી મળી રહે તો તે સમૃદ્ધ બનશે. આથી કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખેડુતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. કુતિયાણા પંથકના ખેડુતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કાંધલભાઈ જાડેજા છેલ્લા ૩ વરસો થી સિંચાઈના પાણીની ખેડુતોને ભરવાપાત્ર થતી રકમ પોતે ભરી અને ખેડુતોને સિંચાઈનું પાણી આપી રહયા છે. ભાદર-ર ડેમમાં થી ભાદર નદીમાં સિંચાઈનું પાણી છોડવામાં આવશે. આ સિંચાઈના પાણી માટે સિંચાઈ વિભાગ ધ્વારા ખેડુતોને ભરવાપાત્ર થતી ૪ લાખ જેવી રકમ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ આ રકમ ભરી છે. ધોરાજી ખાતે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના અંગત મદદનીશ વજશીભાઈ ઓડેદરા તેમજ ઘેડ પંથકના ખેડુતો અને સરપંચોને સાથે રાખી આ રકમ ભરવામાં આવી છે. મંગળવારે ભાદર-ર ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે. આ પાણીનો ઉપયોગ ધોરાજી, ઉપલેટા, માણાવદરના ખેડુતો ઉપરાંત ઘેડ પંથકના રર જેટલા ગામોના ૧પ હજારથી પણ વધુ ખેડુતોને લાભ મળશે. કાંધલભાઈ જાડેજાએ એવુ જણાવ્યુ હતુ કે ખેડુત ભાઈઓ માટે તેઓ હંમેશા તત્પર રહયા છે. અને જયારે પણ તેમને સિંચાઈના પાણીની જરૂરીયાત રહેશે ત્યારે તેઓ તેમની તે જરૂરીયાત પુરી કરશે.
કુતિયાણાના યુવાધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ આ અગાઉ ઈશ્વરીયા નજીકના કાલિન્દ્રી ડેમમાંથી તેમજ બાંટવાના ખારામાંથી ખેડુતોને સિંચાઈ માટે પાણી છોડાવ્યુ હતુ અને તેની રકમ પણ ધારાસભ્ય પોતે ભરપાઈ કરી હતી. Body:.Conclusion:
Last Updated : Feb 4, 2020, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.