ETV Bharat / state

3 વર્ષ પહેલા ધમકી આપવાના કેસમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા નિર્દોષ જાહેર

author img

By

Published : Apr 1, 2021, 11:24 AM IST

પોરબંદરમાં ધાકધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય કાંધલ જાડેજાને કોર્ટે નિર્દેોષ જાહેર કર્યા છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી લિલેશ ઉર્ફે લીલાભાઈ ટપુભાઈ ઓડેદરાએ કાંધલ જાડેજા સામે ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં તેઓ ઝવેરી બંગલા નજીક આવેલી કાવેરી હોટેલ સામે બેઠા હતા. તે દરમિયાન ધારાસભ્ય કાંધલ જાડેજા અન્ય 6 લોકો સાથે આવ્યા હતા અને તેમને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. એટલે લિલેશભાઈએ ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, કોર્ટે બંને પક્ષની દલીલ અને પૂરાવા ધ્યાનમાં રાખી ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા છે.

  • વર્ષ 2018માં ફરિયાદીએ કાંધલ જાડેજા સામે નોંધાવી હતી ફરિયાદ
  • 3 વર્ષ પહેલા ફરિયાદીને ધમકી આપવાના ગુનામાં નોંધાઈ હતી ફરિયાદ
  • કોર્ટમાં બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયામાં ધારાસભ્ય વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, પોરબંદરના SPને રજૂઆત કરાઇ રજૂઆત

પોરબંદરઃ પોરબંદર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાતા કોર્ટ સમક્ષ ટ્રાયલ ચાલી હતી, જેમાં ફરિયાદીએ આરોપીઓ સામે પૂરતા પૂરાવા હોવાનું જણાવ્યું હતું. તો બચાવપક્ષના વકીલે જણાવ્યું કે, તમામ પુરાવા ગુનો સાબિત કરવામાં નિષ્ફળ છે. પૂરાવા અને નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. આ સાથે જ કાંધલ જાડેજાએ કોઈને અપશબ્દો નહતા કીધા અને ધમકી પણ નહતી આપી. કોર્ટે બન્ને પક્ષોની દલીલો અને રકોર્ડનો પૂરાવો ધ્યાનમાં રાખી કુતિયાણાના ધારાસભ્ય તથા અન્યોને નિર્દોષ જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા

કાંધલ જાડેજાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા ખોટી ફરિયાદ નોંધાઈઃ બચાવ પક્ષના વકીલ

બચાવ પક્ષના વકીલે જણાવ્યું કે, કાંધલ જાડેજા મહેર સમાજમાં પ્રતિષ્ઠિત આગેવાન તરીકેની નામના ધરાવતા હોવાથી તેઓ કુતિયાણાની સેવામાં કાર્યરત છે. તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.