ETV Bharat / state

પોરબંદરમાં કમોસમી કેસર કેરીનો રેકોર્ડ બ્રેક ભાવ 1551 રુપિયા, એક જ દિવસમાં ભાવ ડબલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 9:36 AM IST

છેલ્લા બે દિવસથી પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સીઝન ન હોવા છતા કેસર કેરીની આવક થઈ રહી છે. એક દિવસ અગાઉ 700 રુપિયે વેચાતી કેસર કેરીનો બીજા દિવસે બમણો ભાવ 1500 જોવા મળ્યો હતો. વાંચો સમગ્ર સમાચાર વિગતવાર. Kesar Mango Porbandar Marketing Yard Double Price

પોરબંદરમાં કમોસમી કેસર કેરીનો રેકોર્ડ બ્રેક ભાવ 1551 રુપિયા
પોરબંદરમાં કમોસમી કેસર કેરીનો રેકોર્ડ બ્રેક ભાવ 1551 રુપિયા

એક જ દિવસમાં ભાવ ડબલ

પોરબંદરઃ કમોસમી કેસર કેરી પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બે દિવસથી વેચાણ અર્થે આવી રહી છે. એક દિવસ અગાઉ કેસર કેરીની પ્રતિ કિલોએ કિંમત 700 રુપિયા હતી. જે બીજા દિવસે 1500 રુપિયા પ્રતિ કિલો જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું.

કમોસમી કેસર કેરીઃ સામાન્ય રીતે ઉનાળામાં કેસર કેરીની આવક થતી હોય છે. જ્યારે હાલ શિયાળામાં પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વેચાણ અર્થે ઠલવાઈ રહી છે. વેપારીઓ અને લોકોમાં આ આશ્ચર્ય અને કૌતૂકનો વિષય છે. જ્યારે કેસર કેરીનો પાક લાવતા ખેડૂતોને ભાવ સારો મળતા તેઓ ગેલમાં આવી ગયા છે. પોરબંદર નજીક જાંબુવતી ગુફા પાસે આવેલ ફાર્મમાં આંબાને મોર આવ્યા હતા અને હવે ફળ આવતા માર્કેટિંગ યાર્ડ માં 1551 પ્રતિ કિલોએ કેસર કેરી વેચાણ થયું છે.

એક દિવસમાં ભાવ ડબલઃ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બે દિવસથી કેસર કેરીની આવક થઈ રહી છે. કેસર કેરી માર્કેટિંગ યાર્ડમાં આવતા જ સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. જો કે હરાજીમાં એક દિવસ અગાઉ કેસર કેરીને 701 પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. જ્યારે બીજા દિવસે આ ભાવ ડબલ થઈ ગયા હતા. બીજા દિવસે હરાજીમાં કમોસમી કેસર કેરીના 1551 રુપિયા પ્રતિ કિલો ભાવ આવ્યા હતા. કેસર કેરીનો 1551 રુપિયા ભાવ એ રેકોર્ડ બ્રેક પ્રાઈઝ છે.

ગત વર્ષે જાન્યુઆરીમાં પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની 60 કિલો આવક થઈ હતી. જે પ્રતિ કિલોએ 500 રુપિયાના ભાવથી વેચાઈ હતી. આ કેરી હનુમાનગઢની કેરી હતી. આ કમોસમી કેરીના આગમનને ફુલોથી વધાવવામાં આવ્યું હતું...નીતિન દાસાણી(ફ્રુટ મર્ચન્ટ, પોરબંદર માર્કેટિંગ યાર્ડ)

  1. તૌકતેની તારાજી, ગીરની શાન સમી કેસર કેરી ફેરવાઈ રહી છે કચરાના ઢગમાં
  2. ભારતમાં સૌપ્રથમવાર સિઝનના પાંચ માસ પહેલા પોરબંદરમાં કેસર કેરીની આવક, કયા ભાવે વેચાઇ જૂઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.