ETV Bharat / state

ચાલુ કાર્યક્રમમાં ધારાસભ્ચ પાસે કામ માંગવા પહોંચ્યો યુવક, સર્જાયા ભાવુક દ્રશ્યો

author img

By

Published : Dec 26, 2020, 11:05 PM IST

Updated : Dec 27, 2020, 7:21 AM IST

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટેજ પર ધારાસભ્ય બાબુ બોખીરીયા ઉપસ્થિત હતા. ત્યારે ચાલુ કાર્યક્રમમાં એક વ્યક્તિ રડતા રડતા સ્ટેજ પર ધારાસભ્ય પાસે ધસી ગયો હતો. આ યુવક નોકરી માટે આજીજી કરવા લાગ્યો હતો. પ્રોટોકોલ મુજબ પોલીસે તેને ઝડપી વિગતો જાણી ઘરે પરત મોકલ્યો હતો.

ચાલુ કાર્યક્રમમાં ધારાસભ્ચ પાસે કામ માંગવા પહોંચ્યો યુવક
ચાલુ કાર્યક્રમમાં ધારાસભ્ચ પાસે કામ માંગવા પહોંચ્યો યુવક

  • પોરબંદરમાં સુશાસન દિવસની ઉજવણીમાં સર્જાયો ભાવવિભોર દ્રશ્ય
  • એક વ્યક્તિએ સ્ટેજ પર જઈ રડતા રડતા ધારાસભ્યને કરી રજૂઆત !
  • ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ પરથી પ્રોટોકોલ મુજબ શખ્સને પોલીસે ઘરે પરત મોકલ્યો

પોરબંદરઃ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટેજ પર ધારાસભ્ય બાબુ બોખીરીયા ઉપસ્થિત હતા. ત્યારે ચાલુ કાર્યક્રમમાં એક વ્યક્તિ રડતા રડતા સ્ટેજ પર ધારાસભ્ય પાસે ધસી ગયો હતો. આ યુવક નોકરી માટે આજીજી કરવા લાગ્યો હતો. પ્રોટોકોલ મુજબ પોલીસે તેને ઝડપી વિગતો જાણી ઘરે પરત મોકલ્યો હતો.

ચાલુ કાર્યક્રમમાં ધારાસભ્ચ પાસે કામ માંગવા પહોંચ્યો યુવક

આ શખ્સની શું છે મજબૂરી જાણો..?

પોરબંદરના વીરડી પ્લોટમાં રહેતા અને રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રવજી નામનો વ્યક્તિ ધારાસભ્ય બાબુ બોખીરીયાને મળવા સ્ટેજ ઉપર ધસી ગયો હતો. આજીજી કરી હતી કે તેના માતાની નોકરી તેની પત્નીને આપવામાં આવે જેથી પરિવારનું ગુજરાન ચાલી શકે. રવજીના માતા પ્રભા ચુડાસમા જેઓ નગરપાલિકામાં કાયમી નોકરી કરતા હોય પરંતુ એક વર્ષ પહેલા માર્ગ અકસ્માતના કારણે તેને મગજની બીમારી હોવાથી કામ કરવા માટે સશક્ત ન હોવાના કારણે તેમની નોકરી તેની પત્ની અનસુયાને મળી જાય તેવી રજૂઆત કરી હતી. પરંતુ ચાલુ કાર્યક્રમમાં એકાએક સ્ટેજ પર ધસી જતા પ્રોટોકોલ મુજબ પોલીસે સ્ટેજ પરથી નીચે ઉતાર્યો હતો.

ત્રણ દીકરીઓનું ભરણપોષણ માટે રવજીભાઈ ચિંતામાં

રવજીભાઇના પરિવારમાં માતા-પિતા અને પત્ની સહિત ત્રણ દીકરીઓ છે. નવ વર્ષની ધર્મિષ્ઠા, 7 વર્ષની દિવ્યાંશી અને 4 વર્ષની વિશ્વા આ દીકરીઓને ભણાવવા સહિતના અન્ય ખર્ચો તથા પરિવારનું ગુજરાન ચલાવવા માટે રવજીભાઈ ચિંતિત છે. આથી તેની માતા નોકરી પર જાય છે પરંતુ ત્યાં કામ કરતા કરતા મગજના બીમારીના કારણે પડી જતા હોવાના લીધે તેની પત્નીને નોકરી મળે તેવી રજૂઆત કરવા ગયો હતો. ચાલુ કાર્યક્રમમાં રવજીભાઈ દોડી જતા કંઈ અજુગતું ન થાય તે માટે પ્રોટોકોલ મુજબ પોલીસે તેને પકડી લીધો હતો. રવજીભાઈનો આ પ્રશ્ન હલ થાય છે કે કેમ તે હવે જોવાનું રહ્યું...?

Last Updated : Dec 27, 2020, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.