ETV Bharat / state

અહીં વિદ્યાર્થીનીઓ મેળવી રહી છે અભ્યાસની સાથે સ્વ બચાવની તાલીમ

author img

By

Published : Dec 10, 2019, 7:31 AM IST

પોરબંદર: જિલ્લાની 219 શાળાઓમાં 8 હજાર જેટલી વિધાર્થિનીઓ મેળવી રહી છે સ્વ બચાવની તાલીમ. દુપટ્ટો, પેન, ચાવી, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરીને મુસીબતનાં સમયે કેવી રીતે સ્વ બચાવ કરી શકાય તે અંગેની તાલીમ વિદ્યાર્થીનીઓ મેળવી રહી છે. મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા માટે સર્વ શિક્ષા ગર્લ્સ એજ્યુકેશન યુનિટ હેઠળ ધો. 6 થી 12 સુધીની વિધાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે.

self defense training
self defense training

પોરબંદરનાં કડીયા પ્લોટ શાળાની ધો. 8ની વિધાર્થિની મોઢવાડીયા માલતીએ કહ્યું કે, મુસીબતનાં સમયે કોઇ અચાનક હુમલો કરે તો શું કરવું ? સ્વ બચાવ કઇ રીતે કરવો ? તેના વિશે કરાટે નિષ્ણાંત મહેશભાઇ મોતીવરસ અને અંજલીબેન ગંધરોકીયા માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યા છે. જે ખુબ જ ઉપયોગી તાલીમ છે. તાલીમ મેળવી રહેલી વિધાર્થિની કડછા ધારાએ કહ્યું કે, અચાનક કોઇ હુમલો કરે તો વિવિધ પંચ, કીક દ્વારા તથા જોરથી અવાજ કાઢીને તથા ગુસ્સાથી આંખો કાઢીને પણ પ્રતિકાર કરી શકાય તેમજ દુપટ્ટો, પેન, ચાવી, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરીને મુસીબતનાં સમયે સ્વબચાવ થઇ શકે તે વિશે હું માર્ગદર્શન અને તાલીમ મેળવી રહી છું.

self defense training
self defense training
self defense training
self defense training

ગર્લ્સ એજ્યુકેશન ઓફિસર વૈશાલિબેન પટેલે જણાવ્યું કે, જિલ્લા શિક્ષણાધિકારીનાં માર્ગદર્શન હેઠળ વિધાર્થિનીઓ સ્વ બચાવ માટેની સરકારની આ યોજનાનો અમલ થઇ રહ્યો છે. મુસીબતના સમયે મહિલાઓ સ્વબચાવ કરી શકે અને પુરી હિંમત તથા આત્મવિશ્વાસથી પ્રતિકાર કરી શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સેમીનાર, કાર્યક્રમો તથા કેમ્પ યોજાતા હોય છે. પોરબંદર જિલ્લાની 219 શાળાઓમાં 8 હજાર થી વધુ વિધાર્થિનીઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ ઇન્ટરનેશનલ શોટોકોન કરાટે એસોશીએસન એજન્સીનાં નિષ્ણાંતો દ્વારા મેળવી રહી છે. આ માટે શાળા દીઠ રૂ. 9 હજાર સરકારે ગ્રાન્ટ આપી છે. આ તાલીમમાં વિધાર્થિનીઓને કરાટેનું સમાન્ય જ્ઞાન તથા તાલીમ આપવામાં આવી રહ્યી છે. તેના માટે પોરબંદર જિલ્લામાં સરકારે રૂ. 19 લાખથી વધારેનું ફંડ પુરૂ પાડ્યુ છે.

Intro:પોરબંદર જિલ્લાની ૨૧૯ શાળાઓમાં ૮ હજાર જેટલી વિધાર્થિનીઓ મેળવી રહી છે સ્વબચાવની તાલીમ

દુપટ્ટો, પેન, ચાવી, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરીને મુસીબતનાં સમયે સ્વબચાવ કરી શકાય છે

પોરબંદર, મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા માટે સર્વ શિક્ષા ગર્લ્સ એજ્યુકેશન યુનિટ હેઠળ ધો. ૬ થી ૧૨ સુધીની વિધાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાની ૨૧૯ શાળાઓમાં ૮ હજાર જેટલી વિધાર્થિનીઓ સ્વબચાવની તાલીમ લઇ રહી છે.

Body:પોરબંદરનાં કડીયા પ્લોટ પ્રા. શાળાની ધો. ૮ ની વિધાર્થિની મોઢવાડીયા માલતીએ કહ્યુ કે, મુસીબતનાં સમયે કોઇ અચાનક હુમલો કરે તો શું કરવું ? સ્વબચાવ કઇ રીતે કરવો ? તેના વિશે કરાટે નિષ્ણાંત મહેશભાઇ મોતીવરસ અને અંજલીબેન ગંધરોકીયા માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યા છે. જે ખુબ જ ઉપયોગી તાલીમ છે. તાલીમ મેળવી રહેલી વિધાર્થિની કડછા ધારાએ કહ્યુ કે, અચાનક કોઇ હુમલો કરે તો વિવિધ પંચ, કીક દ્રારા તથા જોરથી અવાજ કાઢીને તથા ગુસ્સાથી આંખો કાઢીને પણ પ્રતિકાર કરી શકાય તથા દુપટ્ટો, પેન, ચાવી, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરીને મુસીબતનાં સમયે સ્વબચાવ થઇ શકે તે વિશે હું માર્ગદર્શન અને તાલીમ મેળવી રહી છુ.

ગર્લ્સ એજ્યુકેશન ઓફિસર વૈશાલિબેન પટેલે જણાવ્યુ કે, જિલ્લા શિક્ષણાધિકારીનાં માર્ગદર્શન હેઠળ વિધાર્થિનીઓ સ્વબચાવ માટેની સરકારની આ યોજનાનો અમલ થઇ રહ્યો છે. મુસીબતના સમયે મહિલાઓ સ્વબચાવ કરી શકે અને પુરી હિંમત તથા આત્મવિશ્વાસથી પ્રતિકાર કરી શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્રારા વિવિધ સેમીનાર, કાર્યક્રમો તથા કેમ્પ યોજાતા હોય છે. પોરબંદર જિલ્લાની ૨૧૯ શાળાઓમાં ૮ હજાર થી વધુ વિધાર્થિનીઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ ઇન્ટરનેશનલ શોટોકોન કરાટે એસોશીએસન એજન્સીનાં નિષ્ણાંતો દ્રારા મેળવી રહી છે. આ માટે શાળા દીઠ રૂ. ૯ હજાર સરકારે ગ્રાન્ટ આપી છે. આ તાલીમમાં વિધાર્થિનીઓને કરાટેનું સમાન્ય જ્ઞાન તથા તાલીમ આપવામાં આવી રહ્યી છે. તેના માટે પોરબંદર જિલ્લામાં સરકારે રૂ. ૧૯ લાખથી વધારે નું ફંડ પુરૂ પાડ્યુ છે.

કરાટેનાં મુખ્ય પ્રશીક્ષક કેતન કોટીયાએ જણાવ્યુ કે, વિધાર્થિનીઓ મુસીબતનાં સમયે ખુબજ સરળતાથી સ્વબચાવ કરી શકે તથા પોતાની પાસે રહેલી પેન, બુક્સ, મોબાઇલ, ચાવી, દુપટ્ટા વગેરે વસ્તુઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકે તે માટેનું માર્ગદર્શન આપવાની સાથે શરીર શરીર તંદુરસ્ત કઇ રીતે રાખવુ ? આત્મવિશ્વાસ દ્રારા સ્વબચાવ કરવો તેના વિશે વિધાર્થિનીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

કરાટે નિષ્ણાંત મહેશભાઇ અને અંજલી બહેને કહ્યુ કે, શાળામા ૧૨ દિવસ સુધી ચાલનારી આ તાલીમમાં કરાટે પંચ, બ્લોક (કોઇ મારે તો બચાવ કેમ કરવો) સેલ્ફ ડિફેન્સની તાલીમ જેમા કોઇ કોલર પકડે તો શું કરવુ ? હાથ પકડે તો સ્વબચાવ કેમ કરવો, કોઇ વાળ ખેચે તો બચાવ કેમ કરવો એમ અલગ અલગ ૧૦ પ્રકારની સેલ્ફ ડિફેન્સ શીખવવામાં આવે છે. મહિલાઓ પર થતા અત્યાચારોનો તત્કાલ સામનો કરવા મહિલાઓ સક્ષમ બને તે ખુબ જ જરૂરી છે. હુમલાખોરોનો સામનો કરવા માટે નાની બાળાઓને કરાટે તથા સેલ્ફ ડિફેન્સની તાલીમ આપીને સ્વબચાવ માટે તૈયાર કરી શકાય છે. આ પ્રકારની તાલીમથી વિધાર્થિનીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

કીક ટ્રેનીંગ, ફિન્ગર એટેક, ચોકસ એટેક, સુટો એટેક, એલ્બો એટેક વગેરે ટેકનીકનો ઉપયોગ કરીને મુસીબતનાં સમયે સ્વબચાવ કરી શકાય છે. આમ પોરબંદર જિલ્લાની ધો. ૬ થી ધો. ૧૨ની વિધાર્થિનીઓ સ્વબચાવની તાલીમ શીખી રહી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.