ETV Bharat / state

RBI withdraws Rs 2000 Notes: મોઢવાડીયાએ કહ્યું, લોકોને ફરી હેરાન કરવા ભાજપનો એક નુસખો

author img

By

Published : May 20, 2023, 9:57 AM IST

Updated : May 20, 2023, 1:22 PM IST

કેન્દ્ર સરકાર માર્કેટમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને વિપક્ષે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ કેન્દ્ર સરકાર સામે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ આ નિર્ણય સામે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે.

RBI withdraws Rs 2000 Notes: મોઢવાડીયાએ કહ્યું, લોકોને ફરી હેરાન કરવા ભાજપનો એક  નુસખો
RBI withdraws Rs 2000 Notes: મોઢવાડીયાએ કહ્યું, લોકોને ફરી હેરાન કરવા ભાજપનો એક નુસખો

RBI withdraws Rs 2000 Notes: મોઢવાડીયાએ કહ્યું, લોકોને ફરી હેરાન કરવા ભાજપનો એક નુસખો

પોરબંદરઃ આજે સરકાર દ્વારા અઘોષિત કટોકટી જેવું વાતાવરણ ઊભું કરાયું છે. છ વર્ષ પહેલાં રાતોરાત કોઈની સાથે બરાબર કર્યા વગર નોટબંધીની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી હતી. નોટબંધી થવાથી કાળુ નાણું બહાર આવશે ડુપ્લીકેટ નોટ બંધ થશે. તેવા વાયદાઓ કર્યા હતા પણ એવું કંઈ થયું નથી. તેમ જણાવતા અર્જુન મોઢવાડિયા એ 2000 ની નોટ બંધી ના નિર્ણયને વખોડી કાઢ્યો છે.

કંઈ ખાસ થયું નહીંઃ સરકાર દ્વારા 2000 ની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આનાથી ફાયદો અને નુકસાન શું થશે. તેનો જવાબ પ્રધાનમંત્રી આપે અને નિયમમાં એવું જણાવ્યું છે કે, 20,000 કરતાં વધારે વધુ નોટ નહીં બદલી શકે. માત્ર અને માત્ર લોકોને ફરી હેરાન કરવા માટે પ્રધાનમંત્રીનો આ નુસખો છે. આ અગાઉ પ્રધાનમંત્રીએ નોટબંધી વિશે જણાવ્યું હતું કે, કાળુંનાણું બંધ થશે, આતંકીઓને મળતા નાણાં બંધ થશે. પરંતુ આવું કઈ થયું નથી.

ચાર મહિના પરેશાનીઃ ચાર મહિના સુધી લોકો પરેશાન રહેશે 2000 ની નોટ બંધ કરી અને ફરીથી તેના બદલે 500 અને હજારની નોટ આપશે પરંતુ અગાઉનો જ નોટબંધિ કરી તે શા માટે કરી હતી. એ અંગે તપાસ પંચ રચી અને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા એ કરી છે. નોટબંધી કરવાથી અનેક લોકો પરેશાન થયા હતા. ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની સૌથી મોટી ચલણી નોટ પર મોટો નિર્ણય લીધો છે.

મોટો નિર્ણયઃ રિઝર્વ બેંક અનુસાર 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર રહેશે. તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય 'ક્લીન નોટ પોલિસી' હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંકના નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. 2000 ની નોટ ફરીથી ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અર્જુનભાઈ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

  1. Modhwadia alleges Government: સરકારે રજૂ કરેલું જાહેર પરીક્ષા બિલ ભૂલ ભરેલું
  2. Porbandar news: ટાઉન પ્લાનિંગના નિયમમાં ફેરફાર મુદ્દે પાલિકા ચીફ ઓફિસરનો લેટર,
  3. Ahmedabad News : મોદી સમાજનું રાષ્ટ્રિય મહાસંમેલન અમદાવાદમાં યોજાશે, દેશના ગૃહપ્રધાન આપશે હાજરી
Last Updated :May 20, 2023, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.